બધું તો ઠીક ચાલી રહ્યું હતું. ખબર નહીં, એ શું કામ અમને આ રીતે છોડીને ગયો..? આ શબ્દો છે બ્રિજકુમાર યાદવના પિતાના.
ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક કલોલમાં વસતો ૩૬ વર્ષી બ્રિજકુમાર, એની પત્ની પૂજા અને ત્રણ વર્ષનો એમનો પુત્ર તન્મય ગયા નવેમ્બરમાં અચાનક ગાયબ થઈ ગયાં. થોડા દિવસ બાદ પિતાને સમાચાર મળ્યા કે કલોલથી હજારો માઈલ દૂર મેક્સિકોમાં બ્રિજકુમારનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે. જો કે ત્યાંનાં અખબારમાં આવેલા સમાચાર મુજબ બ્રિજકુમારનું મોત મેક્સિકો-અમેરિકા વચ્ચેની ૩૦ મીટર ઊંચી દીવાલ કૂદતાં થયું.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનેલા ત્યારે એમણે આ દીવાલ બંધાવેલી એટલે એ ટ્રમ્પ વૉલ તરીકે પણ ઓળખાય છે. બ્રિજકુમાર, એનો પુત્ર અને પત્ની પૂજા મેક્સિકો (તિજુઆના)થી દીવાલ કૂદીને અમેરિકાના સેન ડિયાગોમાં પ્રવેશવાનો જીવલેણ પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે બ્રિજકુમાર પુત્ર સાથે મેક્સિકો સાઈડ પટકાયો ને તત્કાળ મૃત્યુ પામ્યો. પત્ની પૂજા ઊંચેથી અમેરિકાની સાઈડ પટકાઈ. સદ્નસીબે બ્રિજકુમાર સાથે પટકાયેલો ત્રણ વર્ષી તન્મય બચી ગયો, માતા પણ બચી ગઈ. આ દુર્ઘટના બાદ તન્મયને અમેરિકાના હેલ્થ ઍન્ડ હ્યુમન સર્વિસને સોંપવામાં આવ્યો, જ્યારે પૂજા કસ્ટમ્સ ઍન્ડ બોર્ડર પ્રોટેક્શનની નિગરાનીમાં છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના વિષય પર ગયા અઠવાડિયે (૨૮ એપ્રિલે) મલ્હાર ઠાકરને ચમકાવતી ગુજરાતી ફિલ્મ શુભ યાત્રા રિલીઝ થઈ. નૅશનલ એવૉર્ડથી સમ્માનિત ડિરેક્ટર મનીશ સેનીની ફિલ્મની ટૅગલાઈન છેઃ સાચવીને જજો.
થોડા જ સમય પહેલાં કેનેડાની સરહદેથી નદી વાટે અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના પ્રયાસમાં બોટ ઊંધી વળી જતાં એક આખો પરિવાર-પતિ, પત્ની અને બે સંતાનનાં મોત થયાં. આ પરિવાર જેવા બીજા અનેક લોકો આ જ રીતે કેનેડાથી અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં જાન ગુમાવે છે.
એ પહેલાં ગયા વર્ષે એક દંપતી અને બે બાળકો કેનેડાની હાડકાં ગાળી દેતી ઠંડીમાં ઠૂંઠવાઈને મોતને ભેટેલાં. એક કિસ્સામાં અમેરિકામાં ઘુસાડવા પૂરા પૈસા ન મળતાં મેક્સિકોમાં આખા પરિવારને બાનમાં લેવામાં આવ્યો. પછી પતિને રાખી પત્ની-બાળકોને જવા દેવામાં આવ્યાં, પણ પતિનાં સુગર-બ્લડ પ્રેશર વધી જતાં એને મેક્સિકોની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવો પડ્યો.
This story is from the May 15, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 15, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.