સમગ્ર વિશ્વમાં માતૃત્વનો મહિમા ગવાય છે. સ્ત્રી એની યુવાની, શારીરિક-માનસિક આરોગ્ય, સ્વતંત્રતા અને આર્થિક સુરક્ષા જોખમમાં મૂકીને બાળકને જન્મ આપે છે, વહાલથી એનો ઉછેર કરે છે, પરંતુ મનુષ્ય પ્રજાતિને પૃથ્વી પર જીવતી રાખવાની અમૂલ્ય સેવા આપવાના બદલામાં આપણો સમાજ સ્ત્રીને પિતૃસત્તાક વ્યવસ્થામાં અવનવા ભેદભાવ આપે છે. એમાંનો જ એક ભેદભાવ છે સ્ત્રી અને પુરુષ એકસરખું કામ કરતાં હોય તો પણ એ સામે એમને મળતા પગારમાં પહાડ અને ખીણ જેવી અસમાનતા!
નૅશનલ સમ્પલ સર્વે ઑફિસ (NSSO)ના છેલ્લા અહેવાલ મુજબ ભારત દેશમાં અત્યારે ગ્રામીણ તથા શહેરી કક્ષાએ સ્ત્રીઓને મજૂરીકામ કે ઑફિસ કામ કરવા બદલ પુરુષ કરતાં સરેરાશ ૩૨ ટકા ઓછો પગાર મળે છે. મતલબ, એક પુરુષ ખેતમજૂરને આઠ-દસ કલાક કામ કરવાના ૧૦૦ રૂપિયા મળતા હોય તો સ્ત્રીને એ અને એટલું જ કામના પ૦થી ૯૦ રૂપિયા સુધીની રકમ મળે. પૂરી તો નહીં જ! ખેતમજૂરી જેવા અસંગઠિત ક્ષેત્ર જવા દો, અમુક ખાનગી નોકરીમાં સુદ્ધાં આ ભેદભાવ છે. સ્પોર્ટ્સ તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો સ્ત્રી-પુરુષ પ્રોફેશનલ્સ વચ્ચે મહેનતાણાનો આ તફાવત (વેજ ગૅપ) બહુ મોટો છે અને એ વિશે વારંવાર ફરિયાદ થતી હોવા છતાં એ ખાડો ભરાતો નથી.
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સહઅસ્તિત્વની સહનશીલતા
મનુષ્ય આ પૃથ્વી પર સૌથી સામુદાયિક-સહકારી પ્રાણી છે.એક પ્રજાતિ તરીકે માણસની સફળતાનું કારણ એકબીજા સાથે સહકારથી રહેવાની ક્ષમતામાં છે. એવું સહઅસ્તિત્વ અને સહકાર કાયમ સુંદર-સરળ જ હોય એ જરૂરી નથી. પ્રેમાળ સંબંધમાં પણ ઉઝરડા પડે છે અને એમાંથી જ સહનશીલતાનો ગુણ વિકસે છે.
જસ્ટ, એક મિનિટ...
નમ્રતા અને ઉદારતાની અભિવ્યક્તિ ખુશીના રંગીન મેઘધનુષનું નિર્માણ કરે છે.
દેખ જોગી, ઉનાળો
પરબ લગાવો બરફ જમાવો તરસ અમારી કોઈ બુઝાવો ગરમ હવાઓ વહી રહી છે જરા કૂલર કે એસી ચલાવો. -રશ્મિ અગ્નિહોત્રી
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.
આ રાજા તો બહુ ગુણવાન છે!
ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.