ડાયમંડ સિટી સુરત સૌથી વધુ (૧૧પ) પુલના લીધે ગુજરાતનું બ્રિજ સિટી પણ કહેવાય છે. બીજા ક્રમે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં એંસી જેટલા પુલ છે. એમાં ઐતિહાસિક એલિસ બ્રિજ અને આધુનિક અટલ બ્રિજ સહિત બીજા અમુક પુલનો સમયાંતરે વિવાદ થયો હતો.
તાજો વિવાદ હાટકેશ્વર બ્રિજ અર્થાત્ છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ્જો છે. એના કૉન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ સામે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે પોલીસફરિયાદ કરી. પ્રથમ વાર આવું બન્યું.
વાત એ બની કે અમદાવાદમાં ખોખરાથી સીટીએમ તરફના જંક્શન પર નવેમ્બર, ૨૦૧૭માં ૩૯ કરોડના ખર્ચે હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજ બન્યો.
ઈન્ડિયન રોડ કોંગ્રેસ મુજબ બ્રિજનું આયુષ્ય સરેરાશ એકસો વર્ષનું હોય. જો કે અમદાવાદનો આ હાટકેશ્વર બ્રિજ તો આયખાના ચોથા વરસે જ નબળી ગુણવત્તાનો ચાડી ખાવા માંડ્યો. એપ્રિલ, ૨૦૨૧માં બ્રિજમાં પહેલું ગાબડું માઈક્રો કૉન્ક્રીટથી રિપેર કરવામાં આવ્યું. પછી વર્ષમાં વધુ ત્રણ વખત ગાબડાં પડ્યાં અને સળિયા બહાર દેખાવા લાગ્યા એટલે માઈક્રો કૉન્ક્રીટ સાથે સ્ટીલથી રિપેરિંગ થયું. એ પછી પણ પુલ જોખમી લાગ્યો એટલે ઓગસ્ટ, ૨૦૨૨થી બંધ કરવામાં આવ્યો. ઉદ્ઘાટનનાં પાંચ વર્ષમાં જ બ્રિજ બંધ કરવાની નોબત! ગુજરાતમાં આવું સંભવતઃ પહેલી વાર બન્યું હશે.
પુલ બાંધકામનો વિવાદ વકરતો જોઈને કૉન્ટ્રાક્ટરે બ્રિજની ડિફેક્ટ લાયબિલિટી એક જ વર્ષ એટલે કે નવેમ્બર, ૨૦૧૮ સુધીની હોવાનું કહી છટકવાનો પ્રયાસ કર્યો. જો કે ભૂતપૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસી નેતા જ્યોર્જ ડાયસે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના મુખ્ય મંત્રી, વગેરેને પત્ર લખ્યા.
બીજી તરફ, પુલ અંગે સિમેક લૅબ, કેસીટી લંબ અને આઈટીઆઈટી સુરકીના નિષ્ણાતનું તારણ ચોંકાવનારું હતું. કૉન્ક્રીટની ડેન્સિટી અને સ્ટ્રેન્થ ઓછી જણાય છે!
This story is from the May 01, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 01, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
રમત રમાડે રાવણ...
રાજકોટના ‘ટીઆરપી ગેમ ઝોન’ની આગમાં કંઈકેટલાં સપનાં, આશા-ઉમ્મીદ બળીને રાખ થઈ ગયાં. હવે દાઝ્યા પર બિનઅસરકારક મલમ જેવાં બદલી, સસ્પેન્શન, ધરપકડનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે આ કરુણાંતિકાના અસલી ગુનેગાર હાથમાં આવશે ખરા?
મોતની ગેમ રમનારા ફ્રી ઝોનમાં કેમ?
છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં જાતજાતની દુર્ઘટના ઘટી છે. મોરબીમાં કૅબલ બ્રિજ તૂટવાની અને રાજકોટ અગ્નિકાંડની ઘટનાને ગુજરાત હાઈ કોર્ટે સુઓ મોટો ગણી છે. શું સ્થિતિ છે આ બધા કેસની?
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.