સિલિકોન વૅલી બૅન્ક જેવી ધરખમ ગણાતી નાણાકીય સંસ્થા નાદારી ફૂંકવાને આરે આવી જાય ત્યાં સુધી કોઈને ગંધ કેમ ન આવે?
આપણા દેશમાં હોય કે ગ્લોબલ સ્તરે, કોઈ બૅન્ક, કંપની કે નાણાસંસ્થાનું ઉઠમણું થાય ત્યારે એ ઉઠમણાનાં કદ-સ્વરૂપને આધારે એની શું અસર થશે એ ચર્ચા બધે થાય, પરંતુ ઉઠમણાની નોબત આવી જાય ત્યાં સુધી નિયમન સંસ્થાઓ, રૅટિંગ એજન્સીઓ, રિસર્ચ કંપનીઓ અને વિશ્વની ટોચની એકાઉન્ટિંગ-ઑડિટ કંપનીઓ શું કરતી હોય છે એ સવાલની ચર્ચા ભાગ્યે જ થાય છે. આવી ચર્ચા થાય તો પણ તેને ઢાંકી દેવામાં કે પછી બીજે ફંટાવી દેવામાં આવે છે. આવા દાખલા અનેક છે.
સત્યમ કમ્પ્યુટર, માધવપુરા મર્કેન્ટાઈલ બૅન્ક (કેતન પારેખ), સ્ટેટ બૅન્ક સહિત વિવિધ બૅન્કો (સિક્યોરિટીઝ કૅમ-બિગ બુલ હર્ષદ મહેતા), મેહુલ ચોક્સી, નીરવ મોદી, વિજય માલ્યા, આઈએલએફએસ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ ઍન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિસ), ગ્લોબલ ટ્રસ્ટ બૅન્ક, યેસ બૅન્ક, વગેરે બૅન્કો, કંપનીઓ, ઉદ્યોગપતિઓની ક્રાઇસિસ સમયે શું બધું અચાનક થયું? નહીં, સંભવ જ નથી.
જેમ બાળક સ્ત્રીના ગર્ભમાંથી જન્મ લે એ પહેલાં એ સ્ત્રી ઘણી પીડામાંથી પસાર થતી હોય છે તેમ કોઈ કંપની કે બૅન્ક ઉઠમણું કરે એ પહેલાં ઘણી સમસ્યામાંથી પસાર થતી જ હોય છે. હા, એ સમસ્યા કોઈની સામે ન આવવા દેવાય કે છુપાવી રાખવામાં આવે અથવા દાબી રાખવામાં આવે એ જુદી વાત છે, પરંતુ આવી સમસ્યાથી કંપની કે બૅન્કના ટોચના વ્યવસ્થાપકો, એકાઉન્ટિંગ-ઑડિટ કંપની, કંપનીઓને ધિરાણ આપનાર બૅન્કો સાવ અજાણ હોઈ શકે નહીં. ઘણી વાર તો આ બધી હસ્તીઓ સત્યને સંયુક્ત રીતે ઢાંકી રાખવામાં સામેલ રહી જનતાને ગેરમાર્ગે દોરે છે. કંપનીનું અને બૅન્કનું ગવર્નિંગ બોર્ડ પણ મૌન ધારણ કરી લેતું હોય છે. નિયમન સંસ્થા સુધી વાત ન પહોંચે એવી વ્યવસ્થા પણ કરી લેવામાં આવે છે.
ચેતતો નર સદા સુખી.. તમારી મૂડી સલામત રહે એ માટે સતર્ક રહો.
This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.