ગુજરાતી કદી છેતરાય નહીં આ જાણીતી ઉક્તિ છે. જો કે તાજા ખબર ગણો તો એક ગુજરાતીએ ઘણાને આબાદ છેતર્યાની ખબર દેશભરનાં મિડિયામાં પ્રસરી છે. વાત સીએમથી પીએમ, કર્ણાવતી (અમદાવાદ)થી કશ્મીર અને પબ્લિકથી પોલીસ સુધી પહોંચી છે.
એ અમદાવાદીનું નામ ડૉ. કિરણ પટેલ ઉર્ફે બંસી પટેલ. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈવાસી કિરણ પટેલ તિરુચિરાપલ્લીની આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએટ અને અમેરિકાની યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયાનું કહે છે. જ્યારે એનાં પત્ની ડૉ. માલિની પટેલે જાહેર કર્યા મુજબ કિરણ કમ્પ્યુટર એન્જિનિયર છે.
જો કે કિરણ પટેલના વિઝિટિંગ કાર્ડ પર ભારતના ત્રણ સિંહની મુખાકૃતિનું રાષ્ટ્રીય પ્રતીક છે. સાથે અંગ્રેજીમાં લખ્યું છે: ડૉ. કિરણ પટેલ, ડિરેક્ટર (સ્ટ્રેટેજી ઍન્ડ કેમ્પેઈન્સ) પી.એમ.ઓ., ન્યુ દિલ્હી.
‘નમો’ના નામે ચરી ખાધું?: વડા પ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારી તરીકેની ઓળખ ઊભી કરી કિરણ પટેલ ઝેડ પ્લસ સુરક્ષા સાથે શ્રીનાર જ નહીં, ઉરી નજીકની પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી ગયો. આવી તે કેવી પોલંપોલ!
આ પટેલ સાહેબ અંદાજે નવેમ્બરથી માર્ચ સુધીમાં ત્રણ વખત જમ્મુ-કશ્મીર ગયા. એક વખત પત્ની અને બે દીકરી સાથે હતી અને આ વખતે માર્ચમાં ગુજરાતવાસી બે વગદાર વ્યક્તિના પુત્ર તથા રાજસ્થાનનો એક યુવક. કિરણભાઈ અહીં બુલેટપ્રૂફ કારમાં અને ઝેડ પ્લસ સિક્યોરિટીના કાફલા સાથે લાલ ચોક, ઉરી સેક્ટર, એલઓસી, વગેરે સંવેદનશીલ વિસ્તારોમાં મોજથી ફર્યા. એના અમુક ફોટા અને વિડિયો લઈને પોતાના સોશિયલ મિડિયામાં પોસ્ટ કર્યા. એમના ફ્રેન્ડ્સ લિસ્ટમાં અમુક સનદી અધિકારીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, રાજકીય નેતાઓ, સેલિબ્રિટીઝ વગેરે છે.
કશ્મીરની આ વખતની ત્રીજી સફરમાં મોજના બદલે મુસીબત મળી. ત્રીજી માર્ચે શ્રીનગર પોલીસે ફાઈવ સ્ટાર હોટેલ ધ ગ્રાન્ડ લલિત પેલેસમાંથી ડૉ. કિરણ પટેલની ધરપકડ કરી તથા એનાં ઓળખકાર્ડ, વિઝિટિંગ કાર્ડ અને બે ફોન જપ્ત કર્યાં.
કારણ શું? પોલીસના આરોપ મુજબ કિરણ પટેલ વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)ના એડિશનલ ડિરેક્ટરના નકલી ઓળખપત્ર અને નકલી વિઝિટિંગ કાર્ડ દ્વારા નકલી હોદ્દાની ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ફરતો હતો અને શ્રીનગરની ફાઈવ સ્ટાર હોટેલમાં એણે સરકારી ખર્ચે રહેવાની સુવિધા મેળવી હતી. આ લખાય છે ત્યાં (૨૧ માર્ચ) સુધી કિરણ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?