વ્યસનમુક્તિ નશામુક્તિની જનજાગૃતિ ઝુંબેશના નામે ખાલિસ્તાની અજગરને ફરી બેઠો કરી રહેલા શીખ યુવાન અમ્રીતપાલ સિંહની ચર્ચા-ઈન્ટરવ્યૂ મિડિયામાં ઠેર ઠેર ચમકી રહ્યાં છે. સાથે કેનેડા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન જેવા દેશોમાં બેઠેલા ખાલિસ્તાની સમર્થકો ફરી સળવળી રહ્યા હોવાના સંકેત પણ છે.
કેનેડામાં ટોરન્ટોનાં મંદિરો પર ખાલિસ્તાની સૂત્રોચ્ચાર લખી દેવાની ઘટના પછી ઑસ્ટ્રેલિયામાં લક્ષ્મીનારાયણ મંદિર તથા ભારતીય રાજદૂતની કચેરી પર પણ ખાલિસ્તાનતરફી લખાણ ચીતરવામાં આવ્યું. અરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અણછાજતી વાત પણ લખવામાં આવી. બ્રિટનમાં પાકિસ્તાની રૅલીમાં ખાલિસ્તાની સમર્થકો પણ શીખ ધર્મના ધ્વજ લઈને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરતા જોડાયા હતા. એ પહેલાં કેનેડા સહિત અમુક દેશોનાં ગુરુદ્વારાઓમાં ખાલિસ્તાન વિશે જનમત લેવાનાં નાટક થયાં હતાં. અહીં પ્રશ્ન થાય કે આવા દેશની સરકાર કેમ ખાલિસ્તાનીઓને મૂક ટેકો આપતી હશે?
કેનેડાના ઓટ્ટાવામાં રહેતા અને વૈદિક સંસ્કૃતિ તથા ગરવી ગુજરાત ઓટ્ટાવા નામે બે સેવાભાવી સંસ્થા ચલાવતા કશ્યપ દેસાઈ ચિત્રલેખાને કહે છે:
'કેનેડામાં અમુક ગુરુદ્વારામાં ખુલ્લેઆમ ખાલિસ્તાનની વાતો થાય છે. ખાલિસ્તાનને સીધો કે આડકતરો ટેકો આપતાં તત્ત્વો કેનેડાના રાજકારણમાં પણ છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન જેવી સરકારી સંસ્થા પણ વખતોવખત ખાલિસ્તાનના ટેકેદારો તથા ભારતવિરોધી તત્ત્વોને પ્લૅટફૉર્મ આપતી રહે છે.’
કશ્યપભાઈ ઉમેરે છે કે દર શૈક્ષણિક સત્રમાં ભારતથી દોઢેક લાખ વિદ્યાર્થી કેનેડામાં ઉચ્ચ શિક્ષણ માટે આવે છે, એમાં ગુજરાતી અને પંજાબી વિદ્યાર્થીઓનું પ્રમાણ મોટું છે. પંજાબના બધા નહીં તો બે-પાંચ ટકા સ્ટુડન્ટ્સ થોડાં વર્ષ અહીં રહે ત્યાં સુધીમાં ખાલિસ્તાનના કૉન્સેપ્ટમાં બ્રેન વૉશ થઈ જાય એવી શક્યતા રહે છે.
ભારતમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં જે દેખાવો થયા એમાં ખાલિસ્તાની તત્ત્વો સામેલ હતાં. એ જ રીતે કેનેડામાં ભારતના હાઈ કમિશન સામે કૃષિ કાયદાની વિરોધમાં થયેલા દેખાવોમાં પણ ખાલિસ્તાનતરફીઓનો હાથ હોવાની શંકા સ્થાનિક ગુજરાતીઓએ વ્યક્ત કરી છે.
This story is from the March 20, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 20, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?