બરડાનું બખરલા બને છે વ્રજભૂમિ.. અહીં જામે છે રંગને બદલે રાસનો ઉત્સવ
Chitralekha Gujarati|March 13, 2023
વનવગડાંમાં રાતાચોળ કેસૂડાથી પ્રકૃતિ જાણે ફાગણને વધાવવા અધીરી બની હોય એમ ખીલી ઊઠી છે. પ્રકૃતિની સાથે વસંતના વાયરાથી મનડું પણ હરખાય છે. રંગોનો આ તહેવાર લોકોમાં એક નવી ઊર્જા ભરે છે. હોલિકાદહન અને ધુળેટીના પર્વ સંબંધી અનેક રીતરિવાજો સૌરાષ્ટ્રના ગ્રામ્ય જીવનમાં ઝિલાયાં છે, જે આજના આધુનિક યુગમાં પણ જીવંત રહ્યાં છે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
બરડાનું બખરલા બને છે વ્રજભૂમિ.. અહીં જામે છે રંગને બદલે રાસનો ઉત્સવ

હોળી-ધુળેટીમાં પણ નવરાત્રિની યાદ અપાવતા હોય એમ બડ઼ા પંથકમાં મહેર સમાજના સભ્યો પરંપરાત વેશભૂષામાં મણિયારા સહિતના રાસની રમઝટ બોલાવે. દૂર-દેશાવર રહેતા અહીંના લોકો આ દિવસોમાં એમના ગામ અચૂક પાછા આવે.

આહીર ઉતાવળો થયો.. રમવા ગોકુળ આ રાસ, એ.. ગગન ચોકે ચાંદલો ઊગ્યો, અવની પરે અજવાસ. રાધિકા રમણે ચઢી.. રમો વાલા રંગથી હોળી..

સૌરાષ્ટ્રના લોકગાયકોએ આવા દુહા-છંદ અને ગીતોમાં ફાગણ પૂનમની હોળી-ધુળેટીના ઉમંગોનાં ઓવારણાં લઈને લોકોની લાગણીનો પડઘો પાડ્યો છે. સૌરાષ્ટ્રમાં ખાસ તો આહીર, મેર અને માલધારી સમાજમાં હોળી-ધુળેટીના તહેવારને ઊજવવા કેટલાય દિવસોથી આગોતરી તૈયારી કરવામાં આવે છે. પરંપરાગત વેશભૂષા અને રિવાજોને સાચવીને આ પર્વ ઉત્સાહભેર ઊજવવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે હોલિકાને આ રીતે સજાવવામાં આવે ને ફરતે રંગોળી પણ હોય.

દેશભરમાં વ્રજની હોળી અને એમાં પણ શ્રીકૃષ્ણ સખી રાધાનું જન્મસ્થાન મનાતા બરસાનાની હોળીનો રંગ કંઈક જુદો જ હોય છે. બરસાનાની જેમ સૌરાષ્ટ્રમાં મહેર સમાજનું પ્રભુત્વ છે એ બરડા પંથકમાં આવેલા બખરલા ગામની હોળી-પડવાની ઉજવણી પણ ખૂબ જાણીતી છે. સામાન્ય રીતે હોળીના પછીના દિવસે ધુળેટીના એક દિવસે રંગોનો ઉત્સવ ઊજવવામાં આવે છે, પરંતુ બખરલા ગામમાં હોલિકાદહન બાદ ત્રણ દિવસ સુધી એક ઉત્સવના રૂપમાં પડવો મનાવવામાં આવે છે. માત્ર આ ગામ જ નહીં, આસપાસના બરડા પંથકમાં આશરે દસેક હજાર લોકો મહેર સમાજની પરંપરાગત વેશભૂષામાં યોજાતા મણિયારા અને બહેનોના રાસ જોવા આવે છે. બખરલા ધુળેટીના રૂપે વર્ષનો સૌથી મોટો ઉત્સવ મનાવે છે-રંગથી અને એથીય વિશેષ રાસની રમઝટથી.

This story is from the March 13, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 13, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 mins  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 mins  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 mins  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 mins  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 mins  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 mins  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 mins  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 mins  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 mins  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 mins  |
April 29, 2024