ગયા વર્ષના મે મહિનાની વાત. કોલકાતાના હુગલીમાં સ્ટેજ શો માટે ગયેલા સિંગર કેકેની તબિયત બગડતાં એને હૉલની બહાર લઈ જવામાં આવ્યો. એ સમયનો વિડિયો વાઈરલ થયેલો, જેમાં દેખાય છે કે બેચેન–બીમાર કેકે બહાર આવી રહ્યો છે ત્યારે એને મદદ કરવાને બદલે અમુક જણ વિડિયો ઉતારી રહ્યા છે તો અમુક એવી હાલતમાં એની સાથે ફોટા–સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યા છે. કમનસીબે હોટેલ પર પહોંચતાંવેંત કેકેની તબિયત વધારે બગડી ને થોડી વારમાં એનું અવસાન થયું.
ગયા મહિને (૧૫ ફેબ્રુઆરીએ) ૨૩ વર્ષી ક્રિકેટર પૃથ્વી શૉનો કિસ્સો ખૂબ ગાજ્યો. બન્યું એવું કે પૃથ્વી મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં મિત્ર સાથે ડિનર માટે ગયો ત્યારે સાવ અજાણ્યા લોકોએ એની સાથે સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો. આ સેલ્ફીવાંછુઓમાં ઈન્ટરનેટ પર કહેવાતી પ્રખ્યાત ભોજપુરી ફિલ્મઅભિનેત્રી સપના ગિલ પણ હતી. પૃથ્વીએ બેએક જણને સેલ્ફી આપી. થોડો સમય બાદ એ લોકો પાછાં આવ્યાં અને ફરી સેલ્ફી લેવા માટે કહેવા લાગ્યાં. પૃથ્વીએ ના પાડતાં કહ્યું કે મને શાંતિથી જમવા દો. પછી તો સેલ્ફીપુરાણ એ હદે વધી ગયું કે મારામારી થઈ, પૃથ્વીના મિત્રની કારના કાચ બેઝબૉલ બૅટથી તોડી નાખવામાં આવ્યા, પોલીસકેસ થયો, સપના સહિત આઠેક સેલ્ફીપ્રેમીઓની અરેસ્ટ થઈ. છેવટે મેજિસ્ટ્રેટે સૌને જામીન આપ્યા. ના, વાત અહીં પૂરી થતી નથી. જામીન મળ્યા પછી સપના ગિલે તરત પૃથ્વી શૉ પર પોતાની છેડતીનો સામો કેસ નોંધાવ્યો.
આ ઘટનાના એકાદ અઠવાડિયામાં જ મુંબઈમાં પ્લેબૅક સિંગર સોનુ નિગમને ધક્કે ચડાવવામાં આવ્યો. કારણ એ જ સેલ્ફી લેવાનું ઝનૂન. ધક્કામુક્કીમાં સોનુનો મિત્ર સાતેક ફૂટ ઊંચા સ્ટેજ પરથી જમીન પર પટકાયો ને એને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો. આ કેસમાં અમુક લોકોની ધરપકડ થઈ છે.. પખવાડિયા પહેલાં વળી કર્ણાટકનાં એક વરિષ્ઠ આઈપીએસ (ઈન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારી ડી. રૂપાએ અન્ય આઈએએસ અધિકારી રોહિણી સિંધુરીના પ્રાઈવેટ ફોટોગ્રાફ્સ ફેસબુક પર પોસ્ટ કરતાં હો-હા મચી ગઈ હતી. સામસામી આક્ષેપબાજી થતાં કર્ણાટક સરકારે બન્નેની બદલી કરી નાખી અને ચેતવણી આપી કે ખબરદાર, જો સોશિયલ મિડિયા પર કંઈ પણ એલફેલ લખ્યું કે ફોટા મૂક્યા છે તો..
This story is from the March 13, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 13, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.