
ભાવનગરમાં અલંગ ખાતે વિદેશથી આજ સુધીમાં સેંકડો જહાજ અંતિમયાત્રા ખેડીને પહોંચ્યાં અને અહીંના શિપ રિસાઈકલિંગ યાર્ડમાં વિસર્જન પામ્યાં છે. આ ક્રમ હજી યથાવત જ છે અને હવે તો સરકારની નવી યોજનાના અમલ સાથે વિદેશથી બીજાં વાહનો સુદ્ધાં અહીં સ્ક્રેપ થવા આવવાનાં છે.
વિદેશ સાથે જોડાણ ભાવનગર માટે નવું નથી અને અહીં માત્ર જહાજો જ આવે છે એવું પણ નથી! દર વર્ષે સરેરાશ ૨૦,૦૦૦થી વધુ પક્ષીઓ વિદેશથી અહીં ભાવનગરની ભાગોળે આવે છે અને અહીં ચાતુર્માસ ગાળે છે. શિયાળાની ઋતુમાં પોતાના કાયમી રહેઠાણ સમા પ્રદેશોની ઠંડી અને બીજી વિષમતાને છોડી આ પક્ષીઓ લગભગ ચાર મહિના-દિવાળીથી હોળી સુધી ભાવનગર આવીને રહે છે એટલે જ આ પક્ષીઓ માટે ભાવનગરને એમના મોસાળની ઉપમા પણ આપવામાં આવે છે.
પક્ષીપ્રેમીઓ માટે આ છે મોટો ઓચ્છવઃ શિયાળા દરમિયાન નળ સરોવર અને કચ્છના રણની જેમ ભાવનાર અને આસપાસના વિસ્તારોમાં પણ જુદા જુદા પ્રાંત અને જુદી જુદી પ્રજાતિનાં હજારો પક્ષી જોવા મળે છે.
શિયાળાની ઋતુમાં સાઈબીરિયા-રશિયા, મધ્ય એશિયા અને યુરોપના દેશોથી વિવિધ જાતિનાં પક્ષી હજારોની સંખ્યામાં ભારત આવે છે. રાજસ્થાનના ભરતપુરથી ઓડિશાના ચિલ્કા લેક અને કર્ણાટકના રંગનથીઢુ બર્ડ સેન્ચુરી સુધી આ પક્ષીઓ ફેલાઈ જાય છે અને સપ્તાહો સુધી ધામા નાખે છે. મુંબઈના શિવરી-માહુલ જેવા ઔદ્યોગિક વિસ્તારો અને વાશી-થાણે ક્રીકમાં સુદ્ધાં આવાં અનેક યાયાવરી પક્ષી જોવા મળે છે.
ગુજરાતની વાત કરીએ તો, નળ સરોવર, કચ્છના રણ, થોળ, ખીજડિયા (જામનગર) અને ડભોઈ પાસે વઢવાણા તળાવ પણ મોટી સંખ્યામાં વિદેશી પંખીઓને અને એને કારણે અનેક પક્ષીપ્રેમીઓને આકર્ષે છે. આ ઉપરાંત, બીજાં પણ કેટલાંક સ્થળ છે, જે પર્યટકોમાં હજી એટલાં જાણીતાં બન્યાં નથી, પરંતુ દૂરદેશાવરથી આવતાં પક્ષીઓ અહીં થોડા મહિના વસવાટ કરવા એને પસંદ કરે છે.
This story is from the January 30, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 8,000+ magazines and newspapers.
Already a subscriber? Sign in
This story is from the January 30, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 8,000+ magazines and newspapers.
Already a subscriber? Sign in

સમજાયું કાંઈ?
મેડિકલ સ્ટોરમાં માણસ દવા લેવા જાય કે નવી બીમારી શોધવા?

કાગળનાં વિમાન, ઊડે આસમાન..
ઝૂઉઉઉમ કરીને ઉડાડો પેપર પ્લેન.

જેલમાં લઈ ગયો ગૌપ્રેમ..
એલિસિયા ડે: ગાય ફેરવવાની આવી કેવી સજા?

કૉન્ટ્રોવર્સી ક્રિયેટ મત કરો..
શ્રદ્ધા કપૂર-રણબીર કપૂર 'તૂ જૂઠી મેં મક્કાર'માં.

અદાણી પ્રકરણઃ કોર્ટના આદેશથી કોની કોની પરીક્ષા?
સર્વોચ્ચ અદાલતે અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સેબીને તપાસનો આદેશ આપવા સાથે એક ખાસ કમિટી નિયુક્ત કરી છે. હવે આ તપાસના પોટલામાંથી શું બહાર આવે છે એના પર સૌની નજર રહેશે, કારણ કે…

ખાલિસ્તાનઃ ખાલી ચણો વાગે ઘણો કે પછી..
પંજાબમાં અમ્રીતપાલ સિંહના માધ્યમથી ખાલિસ્તાનની ચળવળ જોર પક્ડી રહી છે ત્યારે કેનેડા જેવા દેશમાં આ વિભાજનવાદી આંદોલનને મળી રહેલા પીઠબળને અવગણવા જેવું નથી. શું કહે છે કેનેડાના ભારતીયો..

જોખમથી બચાવવાના નામે સ્ત્રીનું રક્ષણ કે..?
પુરુષની યુદ્ધવૃત્તિનો સૌથી મોટો ભોગ કોણ બને છે એ પ્રશ્નનો ઉત્તર શોધવા લાંબે જવાની જરૂર નથી.

નક્કામી ચીંજવસ્તુથી કંઈક કામનું બનાવો..
ઘરના ખૂણેખાંચરે પડી રહેલી વણવપરાયેલી સામગ્રીથી મેળવી શકાય છે ગૃહસજાવટના વિકલ્પ.

ચોરે ને ચૌટે: હર આદમી મેં હોતે હૈં દસ-બીસ આદમી..
એક સારો ઍક્ટર માણસ તરીકે સારો ન હોય એવું બની શકે? છેલ્લા થોડા દિવસથી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી વિશે સમાચાર આવી રહ્યા છે એ આ વાતની સાબિતી આપતા હોય એવું લાગે છે. નવાઝ અને બિવી આલિયા વિવિધ મુદ્દે ઝઘડી રહ્યાં છે અને સંઘર્ષની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે એમનાં બે માસૂમ બાળકો.

સર્કિટ જેવા લોકો ફિલ્મની બહાર પણ બધાને મામુ બનાવવા બેઠા જ હોય છે!
સેબીએ બોલીવૂડ ઍક્ટર અર્શદ વારસી અને એની પત્ની સામે લીધેલું પગલું એ જ બોધપાઠ આપે છે કે સોશિયલ મિડિયાના માધ્યમથી આવી સેલિબ્રિટીઝ દ્વારા આપવામાં આવતી ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સથી રહો સાવધાન.