ઈન્દિરા માનભાઈ ભટ્ટ.. આ નામ ભાવનગર અને સૌરાષ્ટ્ર માટે સહેજે અજાણ્યું નથી. અનેકવિધ પ્રવૃત્તિથી ધમધમતી અને અવૈધિક તાલીમના વિશ્વવિદ્યાલય તરીકે જાણીતી શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટનાં પુત્રી ઈન્દિરાબહેન પિતાના પગલે આજીવન માનવસેવા માટે ભેખ ધરીને કામ કરી રહ્યાં છે. ભગવાં વસ્ત્રો પહેરનારાં ઈન્દિરાબહેન દિવ્ય જીવન સંઘ સાથે સંકળાયેલાં છે.
શિશુવિહારની સ્થાપના થઈ ત્યારે ઈન્દિરાની વય તો હજી માંડ એક વર્ષની. જો કે ઘરના વાતાવરણને કારણે બાળપણથી જ એમના જીવનમાં સેવાનાં બીજ રોપાઈ ગયેલાં. અત્યારે એ સંસ્થાનાં સહમંત્રી તરીકે કાર્યરત છે. સેવા કરવાની એમની લગન એવી પ્રગાઢ રહી કે લગ્ન કરવાનો વિચાર પણ ન આવ્યો. એનો કોઈ વસવસો કે અભાવ પણ એમના જીવનમાં ક્યારેય દેખાયો નથી.
સ્વાવલંબનના સંસ્કાર ઈન્દિરાબહેનને પોતાના પિતા માનભાઈ પાસેથી મળ્યા તો ધર્મપ્રેમ અને કળાના ગુણ માતા હીરાબહેન પાસેથી વારસામાં મળ્યા. સંસ્થામાં કોઈ કાર્યકર હાજર હોય કે ન હોય, એ પોતે ટેબલ પર બટવા, પાકીટ, વૉટરબૉટલ કવર, આસન, વગેરે ગોઠવીને વેચાણ માટે જાતે ઊભાં રહે. વળી, કામમાં ચોકસાઈ પણ ગજબની. બહેનોએ તૈયાર કરેલી ચીજવસ્તુની ગુણવત્તા જાતે ચકાસે તો સાથે જ એ બહેનોને વળતર સમયસર મળી જાય એની કાળજી પણ પૂરેપૂરી લે.
માતા હીરાબહેન ઘરની બહાર દરરોજ પાન, ફૂલની રંગોળી કરતાં. આ પરંપરા ઈન્દિરાબહેને પણ જાળવી છે. એમના ઘરની બહાર લ, પાન અને ચિરોળીની રંગોળી ૩૬૫ દિવસ જોવા મળે. એ પ્રિયદર્શિનીને કહે છે: ‘બીજાના જીવનમાં આનંદની રંગોળી પૂરવાના પ્રયત્નથી મારા જીવનમાં આનંદની રંગોળી પુરાય છે.’
This story is from the January 30, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 30, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જલસાઘર
સંઘર્ષથી સફળતાના હાઈવે પર...
છોટા પૅક... બડા ધમાકા
સેબીએ હમણાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ૨૫૦ રૂપિયા જેટલી નાની રકમના એસઆઈપી ઑફર કરવા અનુરોધ કર્યો છે. આમ તો ફંડ્સ માટે આ કામ મોંઘું પડવાની સમસ્યા છે, પરંતુ એનો ઉપાય પણ કરી શકાય છે.
ઉતારવું તો પડશે જ...
વજન ઓછું કરવાના આઇડિયામાં પંક્ચર પડવાનાં કારણ ઓછાં ક્યાં છે?
ઘરની અંદરથી નીં5ળતો બહારનો સંબંધ
સ્ત્રી અને પુરુષ લગ્નબાહ્ય સંબંધને એકમાત્ર વિકલ્પ ગણાવી વિવાહજીવનની મર્યાદા ઓળંગે ત્યારે..
વૃદ્ધાવસ્થાઃ શું છે હેલ્થી એજિંગ?
વધતી ઉંમર સાથે તંદુરસ્તી ગુમાવવી કે જાળવી રાખવી એ માણસના પોતાના હાથમાં છે.
બાર મહિનાના ઘઉં ભરી રાખતાં હો તો...
અનાજમાં જીવડાં ન થાય એ માટે આટલી તકેદારી તો લેવી જ રહી.
નણંદ-ભાભી જ નહીં, બારામતી બનશે સાહેબ અને દાદાના જંગનું સાક્ષી
પાંચ દાયકા કરતાં વધુ સમયથી પુણે જિલ્લાનો મતવિસ્તાર શરદ પવારનો ગઢ બનીને રહ્યો છે. હવે પહેલી વાર એમના સામ્રાજ્ય સામે પડકાર ઊભો થયો છે... અને એ પડકાર એમના ઘરમાંથી જ, સગા ભત્રીજા તરફથી જ છે. દીકરી સામે ભત્રીજાવહુનો આ જંગ જામવાનો છે એ બારામતીનો લઈએ પરિચય.
મહેનતનો રંગ લાલ
આજે પણ એવાં કેટલાંક કામ છે જે કરતાં સ્ત્રી અચકાય છે. અલબત્ત, હવે મહિલાઓમાં સમાજની પરવા કર્યા વિના આજીવિકા માટે આવા વ્યવસાય અપનાવવા હિંમત ખૂલી રહી છે. આવું જ એક ઉદાહરણ રાજકોટમાં છે, પતિના અવસાન બાદ એક સ્ત્રી ખુમારી સાથે પાનની દુકાન સંભાળી રહી છે.
ગુજરાત ભાજપની ગડમથલરૂપાલા વિવાદમાં મોદી ભણી છે મીટ...
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જામેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના જંગ વચ્ચે પક્ષના બીજા કેટલાક ઉમેદવારો સામે પણ ઠેર ઠેર પ્રસરેલા અસંતોષ પછી ગુજરાત ભાજપ શા માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે નરેન્દ્ર મોદીની?
અહીં ચૈત્ર નવરાત્રિમાં જામે છે ગરબાની રમઝટ
વલસાડનું મા વિશ્વંભરીધામ.