જિજ્ઞા સોલંકી: કારમાયેલા કુમળા છોડને.. અનેરી માવજીતથી લીલાછમ બનાવતાં મોટાં બહેન
Chitralekha Gujarati|December 05, 2022
આજથી અઢી દાયકા કરતાંય વધુ સમય પહેલાં મનોવ્યાધિથી ગ્રસ્ત બાળકો માટે કામ કરવાની પહેલ કરનારાં ભાવનગરનાં આ મહિલા આવાં બાળકોનાં ઉછેર-તાલીમ માટે વાલી તેમ જ શિક્ષકોનેય સજ્જ કરી રહ્યાં છે.
જયેશ દવે
જિજ્ઞા સોલંકી: કારમાયેલા કુમળા છોડને.. અનેરી માવજીતથી લીલાછમ બનાવતાં મોટાં બહેન

કોઈ પણને આ કામ અઘરું જ લાગે અને અઘરું છે પણ ખરું.. પરંતુ જ્યારે આવાં બાળકોને આગળ વધતાં, કંઈ કરી બતાવતાં જોઉં એમના વાલીને પરમ સંતોષ સાથે પોતાના બાળકને લઈ જતાં જોઉં ત્યારે જે આનંદ મળે છે એ ખૂબ ખૂબ મોટો છે. ઈશ્વર આવી તક બધાને નથી આપતો. આવાં દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાની મને તક મળી એ માટે એ પરમ તત્ત્વની આભારી છું.’ 

ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર એટલે કે સેરેબ્રલ પાલ્સી, મંદ બુદ્ધિ, લર્નિંગ ડિસઑર્ડર જેવી બીમારીથી ગ્રસ્ત બાળકો સાથે છેલ્લાં ૨૮ વર્ષથી કામ કરી રહેલાં મોટાં બહેન તરીકે પ્રખ્યાત જિજ્ઞાબહેન સોલંકીના આ શબ્દો.. જો કે પ્રિયદર્શિની સાથે વાતચીત દરમિયાન એમના ચહેરા પરનો સંતોષ અને આંખમાં તરવરતી ભીનાશ બોલાયેલા શબ્દો કરતાં ઘણું કહી જાય છે.

ભાવનગરની નટરાજ સીપી (સેરેબ્રલ પાલ્સી) સ્કૂલનાં ઈનચાર્જ આચાર્યા જિજ્ઞાબહેન મૂળ તો શિક્ષણનું જ કામ કરે છે, પરંતુ એમના વિદ્યાર્થીઓ વિશેષ છે અને એમની શીખવવાની પદ્ધતિ પણ વિશેષ છે. ગુજરાતમાં દિવ્યાંગો માટે એક છત્ર હેઠળ આઠથી વધુ સંસ્થા ચલાવતી ભાવનગરની પીએનઆર સોસાયટીનાં માનસિક દિવ્યાંગ બાળકો માટેની પ્રવૃત્તિ સાથે જિજ્ઞાબહેન ૧૯૯૪થી જોડાયેલાં છે. આ ૨૮ વર્ષ દરમિયાન ૫૦૦૦થી વધુ માનસિક દિવ્યાંગ બાળકોનાં જીવન એમણે ઉજાળ્યાં છે.

મેન્ટલી ચૅલેન્જડ બાળકોની ઓળખ, નિદાન, સારવાર, વિશેષ શિક્ષણ તથા ક્ષમતા મુજબનું કૌશલ શીખવવાનું કામ એમણે ૨૦ વર્ષની યુવાવયથી શરૂ કર્યું. એ કહે છેઃ ‘શાળા અભ્યાસ દરમિયાન સ્કેટિંગ પ્રવૃત્તિમાં જોડાણ અને મારા પિતા અનંતભાઈની સામાજિક પ્રવૃત્તિ તથા દિવ્યાંગો માટેની સંવેદનાને કારણે હું સ્વાભાવિક રીતે જ આ સેવાકાર્ય તરફ વળી. એ સમયે પોલિયોના દરદીઓ વિશેષ રહેતા અને એમને મદદરૂપ થવા સાથે આ દિશામાં મારું પહેલું પગલું મંડાયું.’

This story is from the December 05, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the December 05, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
જળ મૃગજળ બને એ પહેલાં જાગો, જન જાગો...
Chitralekha Gujarati

જળ મૃગજળ બને એ પહેલાં જાગો, જન જાગો...

બગીચા નગરી તરીકે જાણીતું બેંગલુરુ હવે ઈમારતોનો વગડો બની ગયું છે. શહેરમાંથી હરિયાળી ગાયબ થઈ ગઈ છે અને સાથે સાથે પાણીના સ્રોત પણ ઓઝલ થઈ રહ્યા છે. આવી હાલત દેશના બીજા વિસ્તારોની પણ છે. સમય ચેતી જઈને પાણીનો દુર્વ્યય અટકાવવાનો છે, અન્યથા થશે એવું કે કાલે ઊઠીને આપણી પાસે પીવા માટે પણ પાણી નહીં રહે.

time-read
4 mins  |
April 22 , 2024
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

સંઘર્ષથી સફળતાના હાઈવે પર...

time-read
2 mins  |
April 15, 2024
છોટા પૅક... બડા ધમાકા
Chitralekha Gujarati

છોટા પૅક... બડા ધમાકા

સેબીએ હમણાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ૨૫૦ રૂપિયા જેટલી નાની રકમના એસઆઈપી ઑફર કરવા અનુરોધ કર્યો છે. આમ તો ફંડ્સ માટે આ કામ મોંઘું પડવાની સમસ્યા છે, પરંતુ એનો ઉપાય પણ કરી શકાય છે.

time-read
2 mins  |
April 15, 2024
ઉતારવું તો પડશે જ...
Chitralekha Gujarati

ઉતારવું તો પડશે જ...

વજન ઓછું કરવાના આઇડિયામાં પંક્ચર પડવાનાં કારણ ઓછાં ક્યાં છે?

time-read
7 mins  |
April 15, 2024
ઘરની અંદરથી નીં5ળતો બહારનો સંબંધ
Chitralekha Gujarati

ઘરની અંદરથી નીં5ળતો બહારનો સંબંધ

સ્ત્રી અને પુરુષ લગ્નબાહ્ય સંબંધને એકમાત્ર વિકલ્પ ગણાવી વિવાહજીવનની મર્યાદા ઓળંગે ત્યારે..

time-read
2 mins  |
April 15, 2024
વૃદ્ધાવસ્થાઃ શું છે હેલ્થી એજિંગ?
Chitralekha Gujarati

વૃદ્ધાવસ્થાઃ શું છે હેલ્થી એજિંગ?

વધતી ઉંમર સાથે તંદુરસ્તી ગુમાવવી કે જાળવી રાખવી એ માણસના પોતાના હાથમાં છે.

time-read
3 mins  |
April 15, 2024
બાર મહિનાના ઘઉં ભરી રાખતાં હો તો...
Chitralekha Gujarati

બાર મહિનાના ઘઉં ભરી રાખતાં હો તો...

અનાજમાં જીવડાં ન થાય એ માટે આટલી તકેદારી તો લેવી જ રહી.

time-read
3 mins  |
April 15, 2024
નણંદ-ભાભી જ નહીં, બારામતી બનશે સાહેબ અને દાદાના જંગનું સાક્ષી
Chitralekha Gujarati

નણંદ-ભાભી જ નહીં, બારામતી બનશે સાહેબ અને દાદાના જંગનું સાક્ષી

પાંચ દાયકા કરતાં વધુ સમયથી પુણે જિલ્લાનો મતવિસ્તાર શરદ પવારનો ગઢ બનીને રહ્યો છે. હવે પહેલી વાર એમના સામ્રાજ્ય સામે પડકાર ઊભો થયો છે... અને એ પડકાર એમના ઘરમાંથી જ, સગા ભત્રીજા તરફથી જ છે. દીકરી સામે ભત્રીજાવહુનો આ જંગ જામવાનો છે એ બારામતીનો લઈએ પરિચય.

time-read
6 mins  |
April 15, 2024
મહેનતનો રંગ લાલ
Chitralekha Gujarati

મહેનતનો રંગ લાલ

આજે પણ એવાં કેટલાંક કામ છે જે કરતાં સ્ત્રી અચકાય છે. અલબત્ત, હવે મહિલાઓમાં સમાજની પરવા કર્યા વિના આજીવિકા માટે આવા વ્યવસાય અપનાવવા હિંમત ખૂલી રહી છે. આવું જ એક ઉદાહરણ રાજકોટમાં છે, પતિના અવસાન બાદ એક સ્ત્રી ખુમારી સાથે પાનની દુકાન સંભાળી રહી છે.

time-read
3 mins  |
April 15, 2024
ગુજરાત ભાજપની ગડમથલરૂપાલા વિવાદમાં મોદી ભણી છે મીટ...
Chitralekha Gujarati

ગુજરાત ભાજપની ગડમથલરૂપાલા વિવાદમાં મોદી ભણી છે મીટ...

રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જામેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના જંગ વચ્ચે પક્ષના બીજા કેટલાક ઉમેદવારો સામે પણ ઠેર ઠેર પ્રસરેલા અસંતોષ પછી ગુજરાત ભાજપ શા માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે નરેન્દ્ર મોદીની?

time-read
6 mins  |
April 15, 2024