જેઠાણી હોય કે શેઠાણી, આવી લુચ્ચાઈ કોણ ચલાવી લે?’
ગુસ્સો, ફરિયાદ અને અસહાયતાના મિશ્ર ભાવથી અવિન દોશીનો સ્વર કંપી રહ્યો હતો. મોતીવાલા કન્સલ્ટન્સીમાં આ વખતે એક વિચિત્ર સ્ત્રી-કેન્દ્રી સમસ્યા આવી હતી. મોતીવાલા કન્સલ્ટન્સીના સાહેબ મોતીવાલા, કલીગ દવે અને હું-અમે ત્રણે પુરુષો ગૂંચવણમાં પડી ગયા હતા, કેમ કે સમસ્યા સ્ત્રીની હતી. સ્ત્રીને જ કોઈ સમજી શક્યું નથી ત્યાં એની સમસ્યા સમજવી અને એ સમસ્યાનો ઉકેલ લાવવો એ તો સરકારી બૅન્કમાં જઈને પાસબુક ભરાવવા જેવું અઘરું કામ છે.
અવનિ એટલે દોશીપરિવારની નાની પુત્રવધૂ. દોશીપરિવાર સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત પરિવાર હતો. પરિવારના બે યુવાન પુત્ર સંપથી પારિવારિક વ્યવસાય ચલાવી રહ્યા હતા, પણ બન્નેની પત્ની વચ્ચે રશિયા-યુક્રેન જેવો સંબંધ! અવનિની ફરિયાદ હતી કે એની જેઠાણી માહી બધાની સામે એની ઈજ્જતના દૂધપૌંઆ કરી નાખે છે.
એવું તે શું કરતી હતી માહી?
કપડાં અને ઘરેણાંની પસંદગીમાં માહી કરતાં વધુ કાબેલ હતી. ઘરના પ્રસંગમાં એ પોતાની દરોમ માલ કવી અવિન કલર અને ફૅશનની સૂઝને કારણે જુદી અને આકર્ષક લાગતી. માહીનાં કપડાં કે ઘરેણાં વધુ મોંઘાં હોવા છતાં અવિનની ચૉઈસ સામે ફીકાં લાગતાં. આમ થવાથી અવિનના કોઈ ઈરાદા કે પ્રયત્ન ન હોવા છતાં જાહેર પ્રસંગોમાં માહી એની દેરાણી અવિન સામે નાનમ અનુભવતી આથી માહીએ કંઈક એવું કરવા માંડ્યું કે પોતાનો મહિમા વધી ગયો અને અવિન નાનમ અનુભવવા માંડી!
અવિન કોઈ પણ નવો ડ્રેસ કે ઘરેણું ખરીદે તો એ વિશેની બધી માહિતી માહી કોઈ ને કોઈ રીતે મેળવી લેતી. બન્નેનાં ઘર જુદાં હતાં, પણ ઘણી ફ્રેન્ડ્સ અને સગાં કૉમન હોવાથી આ માહિતી મેળવવી બહુ મુશ્કેલ નહોતી. માહિતી મેળવ્યા બાદ માહી અદલોદ્દલ એવો જ ડ્રેસ કે ઘરેણું ખરીદી લેતી અને અવિન પહેરે એ પહેલાં માહી પહેરીને જાહેર પ્રસંગમાં આવતી. દાખલા તરીકે, લગ્નપ્રસંગમાં પહેરવા અવનિએ ખાસ કપડાં લીધાં હોય તો એ પહેલાં કોઈના જન્મદિવસ કે હાઉસ વૉર્મિંગ પાર્ટી જેવા સરખામણીએ નાના પ્રસંગમાં માહી એવાં જ કપડાં પહેરીને આવી જતી. આનાથી બે ગરબડ થતી. એક તો અવનિનું શૉપિંગ એક્સક્લુઝિવ રહેતું નહીં અને એણે માહીની કૉપી કરી હોય એવી છાપ પડતી.
This story is from the October 17, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 17, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.