બેધારી તલવાર જેવું મૂનલાઈટિંગ
Chitralekha Gujarati|October 17, 2022
નવથી પાંચની નોકરી ઉપરાંત રાત પડ્યે ચાંદો ઊગે ત્યારે કસદાર કમાણી કરાવી આપતી બીજી નોકરી કે બિઝનેસવાળી ઈતર પ્રવૃત્તિને મૂનલાઈટિંગ કરવું એમ કહે છે. સૉફ્ટવેર કે આઈટી કંપનીના ફુલ-ટાઈમ નોકરી કરતા આવા ડબલ સવારીવાળા સેંકડો કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે ત્યારે ફૂલીફાલી રહેલા કલ્ચર પર એક નજર.
કેતન મિસ્ત્રી (મુંબઈ)
બેધારી તલવાર જેવું મૂનલાઈટિંગ

મુંબઈના ૨૪ વર્ષી આઈટી એન્જિનિયર જતીનને સૉફ્ટવેર ડેવલપમેન્ટની એક મોટી કંપનીમાં ટેસ્ટર તરીકે નોકરી મળી. આશરે એંસી હજાર રૂપિયા પગાર, છ મહિના પ્રોબેશન પિરિયડ. માંડ એકાદ મહિનો કામ કર્યું હશે ત્યાં કોવિડ ત્રાટકતાં કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આદેશ દીધા. દેશના સેંકડો, હજારો કર્મચારીઓ માટે રાહત અને બરકત લઈને આવેલા વર્ક ફ્રૉમ હોમ કલ્ચર વિશે ચિત્રલેખા સાથે પેટછૂટી વાત કરતાં જતીન કહે છે: ‘નોકરીમાં જોડાયો ત્યારે હું આઠ-નવ કલાક કામ કરતો હતો, ભાગ્યે જ બીજી કોઈ ઍક્ટિવિટી માટે સમય મળતો, પણ અચાનક વર્ક ફ્રૉમ હોમ આવતાં એકસાથે અનેક ફેરફાર આવ્યાઃ પહેલો અને સૌથી મહત્ત્વનો, હું ક્યાં છું, શું કરું છું એની કંપનીને કોઈ ગતાગમ નહોતી. બીજો, મારી પાસે ઘણો ફાજલ સમય બચવા માંડ્યો, કેમ કે મુંબઈ જેવા વસતિથી ફાટફાટ થતા શહેરમાં કામ પર જવા અને પાછા આવવામાં રોજના ત્રણ-ચાર કલાક જતા એ બચી ગયા એટલે મેં બીજી કંપનીના પ્રોજેક્ટ લેવા માંડ્યા.'

એક તબક્કે જતીન પોતાની ફુલ-ટાઈમ નોકરી ઉપરાંત સાત જેટલી કંપનીનાં કામ કરતો હતો. થોડા મહિનામાં જતીનનાં નસીબ ખૂટ્યાં ને એ ઝડપાયો. તાત્કાલિક એને કાઢી મૂકવામાં આવ્યો. એટલું વળી સારું કે એ પ્રોબેશન પર હતો એટલે કંપનીએ ઝાઝી માથાકૂટ કરી નહીં. એ કહે છેઃ ‘પાર્ટ-ટાઈમ નોકરી કરવામાં વધારે પૈસા મળતા હતા એ સાચું, પણ મારો હેતુ માત્ર પૈસા કમાવાનો નહોતો, અનુભવ મેળવવાનો, મારું કૌશલ બતાવવાનો, મારા જ્ઞાનનો વપરાશ કરવાનો હતો.’

એ ઉમેરે છે કે પહેલાં હું મારી નોકરીના ભાગ રૂપે જેટલું કામ સોંપવામાં આવે એ કરીને ઘરભેગો થઈ જતો, પણ સાઈડમાં બીજાં કામ, નોકરી કરવાથી મારે માટે એક નવી દિશા ખૂલી, મારી ક્ષિતિજ વિસ્તરી.

આજકાલ મૂનલાઈટિંગનો ટૉપિક બડો હૉટ બન્યો છે. મૂનલાઈટિંગ એટલે ફુલ-ટાઈમ નોકરી કરતાં કરતાં છૂપી રીતે સાઈડમાં બીજું કામ કે બીજી નોકરી કરવી. અમેરિકાથી આયાત થયેલા આ શબ્દને મૂનલાઈટિંગ એટલા માટે કહે છે, કેમ કે સામાન્ય રીતે સવારના નવથી સાંજના પાંચની ફુલ-ટાઈમ નોકરીમાંથી છૂટીને બીજું કામ કે પાર્ટ-ટાઈમ નોકરી રાતે, ચાંદો ઊગે ત્યારે જ થાય. આવી શીતળ ચાંદનીમાં થતાં કામ અનેક કંપનીને દઝાડી રહ્યાં છે!

વર્ક ફ્રૉમ હોમને લીધે એક કરતાં વધુ નોકરી કરવી સરળ બની ગઈ.

This story is from the October 17, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the October 17, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 mins  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 mins  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 mins  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 mins  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 mins  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 mins  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 mins  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 mins  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 mins  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 mins  |
April 29, 2024