ગરબો રમણે ચડ્યો રે લોલ..
Chitralekha Gujarati|October 03, 2022
આપણાં ગામની શેરીમાંથી ગરબા હવે ગ્લોબલ બન્યા છે. હવે એને વિધિવત્ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘સાંસ્કૃતિક વિરાસત’ તરીકેની ઓળખ મળવાની પણ વાત છે. નોરતાં આવું આવું થઈ રહ્યાં છે અને આ વખતે તો કોવિડનાં નિયંત્રણ પણ નથી એટલે લોકોનો ઉન્માદ ચાર વેંત ઊંચો છે ત્યારે ચાલો, જઈએ આ ગરબા અને રાસનાં મૂળ સુધી.. કઈ રીતે આ નૃત્યપ્રકાર આપણી સંસ્કૃતિ સાથે વણાઈ ગયા? અને આધુનિકતાની આંધી વચ્ચે પણ કઈ રીતે ગરબાએ પરંપરાની જ્યોત પ્રજ્વલિત રાખી છે?
જ્વલંત છાયા (રાજકોટ)
ગરબો રમણે ચડ્યો રે લોલ..

રાસડા સૌરાષ્ટ્રની ગ્રામ્ય નારીઓ માટે અજવાળી રાતનો અણમૂલો આનંદ બની ગયા છે. કૃષ્ણનાં ગીતો ગવાતાં ગવાતાં આ રાસડામાં નારીહૃદયનાં ભાવ અને મનોમંથન ઊતર્યાં. સુખ-દુઃખની સરિતા ઠલવાણી. ઊર્મિઓના સંઘર્ષ ઊતર્યા અને એમ કરતાં કરતાં સમગ્ર લોકજીવન આ રાસડે ઝિલાઈ રહ્યું. નારીહૃદયના આવેગોને મુક્તપણે, મોકળે કંઠે વ્યક્ત કરવાનું એક જ સાધન-આ રાસડા.

રાસ વિશેની આ વાત અથવા તો દીર્ઘ વ્યાખ્યા લોકસાહિત્યના મરમી જયમલ્લ પરમારે આપી છે. ગરબા કે રાસ આમ અલગ, પરંતુ સામાન્ય લોકોને એનો ભેદ ખબર નથી. ગરબાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળવાની શક્યતા ઊભી થઈ એટલે આ ચર્ચા સ્વાભાવિક રીતે નીકળે. થોડા દિવસ પહેલાં ભારત સરકારે ગુજરાતની એક ઓળખ સમા પરંપરાગત ગરબાનો ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવા યુનેસ્કોને ભલામણ પાઠવી છે. યુનેસ્કો એને સ્વીકૃતિ આપે તો એ બહુ મોટી વાત હશે, પણ એવું ન થયું હોય તોય ગરબા તથા રાસ ભારતની, ખાસ તો ગુજરાતની આગવી ઓળખ છે અને રહેશે.

રાસનાં મૂળ જાય છે નટરાજનાં નૃત્ય કે શિવજીનાં તાંડવ અને કૃષ્ણના રાસ સુધી. રાસ અને ગરબામાં પહેલું શું એના માટે કોઈ આધારભૂત એકવાક્યતા નથી. વિદ્વાનો એમ માને છે કે રાસનો સીધો સંબંધ કૃષ્ણ સાથે છે. હરિવંશ અને ભાસમાં પણ એનો ઉલ્લેખ છે માટે એ આપણું પ્રાચીન સ્વરૂપ નૃત્ય માટે સંસ્કૃતમાં શબ્દ છે લાસ્ય. પાણિનીએ રસયોઃઅભેદ સૂત્ર આપ્યું એથી લાસ્ય પરથી લાસ અને પછી શબ્દ ઊતરી આવ્યો રાસ. શ્રીધર સ્વામીએ રાસની વ્યાખ્યા આપતાં લખ્યું છે કે જેમાં અનેક નટ અને નર્તકીઓ સાથે મળીને વર્તુળાકાર ઘૂમે અને એકબીજા સાથે પોતાના હાથ જોડીને નૃત્ય કરે એવી વિશેષ પ્રકારની ક્રીડા એટલે રાસ. અધ્યાત્મ ભાગવત કહે છે કે રાસ એટલે દિવ્ય રસ. હરિવંશના છાલિકયક્રીડા નામના અધ્યાયમાં સુંદર વર્ણન મળી આવે છેઃ શ્રી કૃષ્ણએ બંસી લીધી, અર્જુને મૃદંગ લીધું, ગોપજનોએ બીજાં વાઘો લીધાં, નારદે વીણા બજાવી. સમૂહગીત નૃત્યનો હલ્લીસક તરીકે ઉલ્લેખ હરિવંશમાં થયો છે.

This story is from the October 03, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the October 03, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
શ્રી દાક્ષિણ્યના પાઠ ઘર અને સ્કૂલથી જ શીખવીએ...
Chitralekha Gujarati

શ્રી દાક્ષિણ્યના પાઠ ઘર અને સ્કૂલથી જ શીખવીએ...

કોઈ પણ યુવતી આપણા માટે ‘તૈયાર’ છે એવી વિકૃત સમજ બદલવાની પુરુષે જરૂર નથી?

time-read
3 mins  |
April 01, 2024
રંગમંચનું મહત્ત્વ અદકેરુ.
Chitralekha Gujarati

રંગમંચનું મહત્ત્વ અદકેરુ.

ઓટીટી, ડિજિટલના ઘોર કળિયુગમાં પણ...

time-read
4 mins  |
April 01, 2024
પડદા વિનાનો રંગમંચ, ઈન્ટરવલ વિનાનું નાટક...
Chitralekha Gujarati

પડદા વિનાનો રંગમંચ, ઈન્ટરવલ વિનાનું નાટક...

અમદાવાદમાં નાટ્યગૃહોની અછતનો ઉકેલ કેટલાક પ્રયોગશીલ નાટ્યકર્મીઓએ અવનવાં થિયેટરથી આણ્યો છે.

time-read
5 mins  |
April 01, 2024
સુરત છે. રંગભૂમિની પાઘલડીનું સોનેરી ફૂમતું...
Chitralekha Gujarati

સુરત છે. રંગભૂમિની પાઘલડીનું સોનેરી ફૂમતું...

ગુજરાતમાં નાટકની જનની ગણાતા આ શહેરમાં તખતાને જિવાડવા થાય છે દમદાર પ્રવૃત્તિ.

time-read
4 mins  |
April 01, 2024
સૌરાષ્ટ્રમાં આજેય ધમધમે છે નાટકનું ફળિયું
Chitralekha Gujarati

સૌરાષ્ટ્રમાં આજેય ધમધમે છે નાટકનું ફળિયું

તાળીનો ગડગડાટ થોડો ઘટ્યો છે, પણ નથી ઓસર્યો નાટ્યસંસ્કૃતિને જિવાડવાનો જુસ્સો.

time-read
2 mins  |
April 01, 2024
ભાવનગર-જામનગરની તાસીર છે નિરાળી...
Chitralekha Gujarati

ભાવનગર-જામનગરની તાસીર છે નિરાળી...

સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો સુધી નાટકો પહોંચતાં નથી અને મનોરંજનના બીજા વિકલ્પો મળી રહેતાં લોકો એ તરફ વળે એ સાહજિક છે.

time-read
1 min  |
April 01, 2024
જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...
Chitralekha Gujarati

જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...

સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની દીકરીની રમવાની ઉંમરે પોલિયોની બીમારીએ પગ છીનવી લીધા, પરંતુ સંજોગો સામે નિરાશ થઈને બેસી રહેવાને બદલે એણે જીવનમાં આગળ વધવાનો દૃઢ સંકલ્પ કર્યો. આજે એ દિવ્યાંગ મહિલા સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે.

time-read
3 mins  |
April 01, 2024
રંગે રમો, પણ ક્લરની અસરથી બચો...
Chitralekha Gujarati

રંગે રમો, પણ ક્લરની અસરથી બચો...

ધુળેટીના પર્વની મજા શરીર પર ચકામાં બનીને ઊપસી ન આવે એ જો જો.

time-read
3 mins  |
April 01, 2024
પ્રાચીન વાદ્યોના સૂરમાં શ્વાસ પૂરે છે આ પ્રોફેસર
Chitralekha Gujarati

પ્રાચીન વાદ્યોના સૂરમાં શ્વાસ પૂરે છે આ પ્રોફેસર

બારડોલીના અધ્યાપક ડૉ. વિક્રમ ચૌધરીએ ૧૦ વર્ષની મહેનતમાં અનેક લોકોની મુલાકાત, હજારો કિલોમીટરની રઝળપાટ અને કેટલાંય પુસ્તકો ખંખોળ્યા બાદ ‘ભારતીય આદિમ સંગીત વાદ્યો’ એ નામે પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં ૧૦૦ જેટલાં વાજિંત્રોની ઓળખ, ઉત્પત્તિ, નિર્માણકળા તથા વગાડવાની પદ્ધતિ આપી છે.

time-read
4 mins  |
April 01, 2024
આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...
Chitralekha Gujarati

આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...

‘ઐસી હોરી તોહે ખિલાઉં, દૂધ છઠ્ઠી કો યાદ દિલાઉં, સૂન રે સાંવરે...’ વસંત પંચમીથી શરૂ થયેલી વ્રજમંડળની હોળી દોઢ મહિનો ચાલે છે. વ્રજનાં તમામ માં વિવિધ સ્વરૂપે હોળી ખેલાય છે, અનેક મનોરથ થાય છે, પણ બરસાનાની લઠમાર હોળી જોવા તો દુનિયાભરમાંથી ટૂરિસ્ટો ઊમટે છે. આ પ્રસંગે કૃષ્ણના ભક્તોને રાધાજીની ભક્તાણીઓ તરફથી પડતી લાઠી પાછળનો ભાવ સમજવા જેવો છે.

time-read
6 mins  |
April 01, 2024