‘ગિટાર વગાડીને તો ત્રાસ આપે જ છે, પણ સવાર સવારના એટલા મોટા અવાજે શંખ ફૂંકે છે કે એવું લાગે કે હવે યુદ્ધ શરૂ થવાનું છે એનો શંખનાદ છે આ.’
મુંબઈના ઉપનગર ખારની શુભમ સોસાયટીમાં નિનાદ નામનો એક સંગીતપ્રેમી યુવક ભાડૂત ગિટારવાદનનાં રિયાજ એટલા મોટા અવાજે કરતો કે પડોશીઓ હેરાન થઈ ગયા હતા. સ્થાનિક નગરસેવકને એ સારી રીતે ઓળખતો હોવાથી પોલીસફરિયાદથી પણ ખાસ કંઈ નીપજતું નહોતું.
‘શંખ! મતલબ એ યુવક આસ્તિક છે!' દવેએ કહ્યું.
‘આસ્તિક નહીં, અંધશ્રદ્ધાળુ.’ સોસાયટીના એક આગેવાન શાંતિલાલે કહ્યું: ‘ઘરબહાર નીકળતાં છીંક આવે તો પાછો તાળું ખોલી ઘરમાં જાય અને દસ મિનિટ પછી બહાર જવા નીકળે. અરે, એની બાઈક પર રોજ તાજાં લીંબુ-મરચાં બાંધે છે, બોલો!'
યુવાન હોવા છતાં આવામાં કોઈ માનતું હોય એ નવાઈની વાત તો હતી જ. એટલામાં કૅબિનની બહારથી શરણાઈનો બહુ મોટો અવાજ આવ્યો. જાણે કોઈ રણશિંગુ ફૂંકતું હોય.
'કેવો ત્રાસ છે આ!' મોતીવાલા બોલ્યા.
બધા માટે ચા લઈ આવેલા વિઠ્ઠલને શાંતિલાલે પૂછ્યું: ‘અભી તૂતારી કા જોરસે આવાઝ આયા, વો કિસને બજાયા?'
‘હમારી ચાલ કા લડકા પિછલે સાલ ગનપતિ વિસર્જન કરતે વક્ત દરિયામેં ડૂબ ગયા થા. વો તૂતારી બહુત અચ્છી બજાતા થા. મેરે ફોનમેં મૈંને વો રેકૉર્ડ કર લિયા થા.’ વિઠ્ઠલે જવાબ આપ્યો.
આ સાંભળી કોઈ કંઈ ન બોલ્યું.
થોડા દિવસ પછી દવે અને મેં મોતીવાલાને અહેવાલ આપ્યોઃ
શુભમ સોસાયટીમાં હંમેશની જેમ સવારે નવ વાગ્યે નિનાદનો શંખ ગુંજતો હતો ત્યારે સોસાયટીના બે-ત્રણ લોકો એને મળવા ગયા. નિનાદને ખબર હતી કે સોસાયટીના લોકોનું ચાલે તો એને એના ગિટાર સાથે ઘરબહાર કરી મૂકે. એણે તોછડાઈથી પૂછ્યું: ‘બોલો?’
પણ એ લોકોએ એને સોસાયટીની સત્યનારાયણની પૂજામાં આવવા આમંત્રણ આપ્યું અને પૂજા પછી કોઈ ગીત સંભળાવવા વિનંતી કરી t ત્યારે નિનાદને નવાઈ લાગી અને આનંદ પણ થયો.
This story is from the September 26, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 26, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જળ મૃગજળ બને એ પહેલાં જાગો, જન જાગો...
બગીચા નગરી તરીકે જાણીતું બેંગલુરુ હવે ઈમારતોનો વગડો બની ગયું છે. શહેરમાંથી હરિયાળી ગાયબ થઈ ગઈ છે અને સાથે સાથે પાણીના સ્રોત પણ ઓઝલ થઈ રહ્યા છે. આવી હાલત દેશના બીજા વિસ્તારોની પણ છે. સમય ચેતી જઈને પાણીનો દુર્વ્યય અટકાવવાનો છે, અન્યથા થશે એવું કે કાલે ઊઠીને આપણી પાસે પીવા માટે પણ પાણી નહીં રહે.
જલસાઘર
સંઘર્ષથી સફળતાના હાઈવે પર...
છોટા પૅક... બડા ધમાકા
સેબીએ હમણાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ૨૫૦ રૂપિયા જેટલી નાની રકમના એસઆઈપી ઑફર કરવા અનુરોધ કર્યો છે. આમ તો ફંડ્સ માટે આ કામ મોંઘું પડવાની સમસ્યા છે, પરંતુ એનો ઉપાય પણ કરી શકાય છે.
ઉતારવું તો પડશે જ...
વજન ઓછું કરવાના આઇડિયામાં પંક્ચર પડવાનાં કારણ ઓછાં ક્યાં છે?
ઘરની અંદરથી નીં5ળતો બહારનો સંબંધ
સ્ત્રી અને પુરુષ લગ્નબાહ્ય સંબંધને એકમાત્ર વિકલ્પ ગણાવી વિવાહજીવનની મર્યાદા ઓળંગે ત્યારે..
વૃદ્ધાવસ્થાઃ શું છે હેલ્થી એજિંગ?
વધતી ઉંમર સાથે તંદુરસ્તી ગુમાવવી કે જાળવી રાખવી એ માણસના પોતાના હાથમાં છે.
બાર મહિનાના ઘઉં ભરી રાખતાં હો તો...
અનાજમાં જીવડાં ન થાય એ માટે આટલી તકેદારી તો લેવી જ રહી.
નણંદ-ભાભી જ નહીં, બારામતી બનશે સાહેબ અને દાદાના જંગનું સાક્ષી
પાંચ દાયકા કરતાં વધુ સમયથી પુણે જિલ્લાનો મતવિસ્તાર શરદ પવારનો ગઢ બનીને રહ્યો છે. હવે પહેલી વાર એમના સામ્રાજ્ય સામે પડકાર ઊભો થયો છે... અને એ પડકાર એમના ઘરમાંથી જ, સગા ભત્રીજા તરફથી જ છે. દીકરી સામે ભત્રીજાવહુનો આ જંગ જામવાનો છે એ બારામતીનો લઈએ પરિચય.
મહેનતનો રંગ લાલ
આજે પણ એવાં કેટલાંક કામ છે જે કરતાં સ્ત્રી અચકાય છે. અલબત્ત, હવે મહિલાઓમાં સમાજની પરવા કર્યા વિના આજીવિકા માટે આવા વ્યવસાય અપનાવવા હિંમત ખૂલી રહી છે. આવું જ એક ઉદાહરણ રાજકોટમાં છે, પતિના અવસાન બાદ એક સ્ત્રી ખુમારી સાથે પાનની દુકાન સંભાળી રહી છે.
ગુજરાત ભાજપની ગડમથલરૂપાલા વિવાદમાં મોદી ભણી છે મીટ...
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જામેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના જંગ વચ્ચે પક્ષના બીજા કેટલાક ઉમેદવારો સામે પણ ઠેર ઠેર પ્રસરેલા અસંતોષ પછી ગુજરાત ભાજપ શા માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે નરેન્દ્ર મોદીની?