હવન કરો, પૈસોં કી બારિશ કરો: રૂપિયાનો વરસાદ કરવાની ખાતરી આપીને મુંબઈના વેપારીને ખોટના ખાબોચિયામાં ધકેલી દીધો.
હજી ગયા મહિનાની જ વાત. મુંબઈની પાદરે આવેલા ડોંબિવલી નજીકના એક જાણીતા બિલ્ડર. કન્સ્ટ્રક્શનના નાના-મોટા પ્રોજેક્ટ્સ કરે. પૈસેટકે સુખી ને સુખી પરિવાર. બેએક મહિના પહેલાં સુનીલ પાટીલ નામના આ મધ્યવયસ્ક બિલ્ડરને કોઈ ભક્ત ભેટી ગયા. એના કહેવા મુજબ, એ કોઈ એવા બાબાને ઓળખે છે, જેમની પાસે દૈવી શક્તિ છે. એમની એ દૈવી શક્તિથી ઘણા લોકો લખલૂંટ ધનસંપત્તિ કમાયા છે, તમે પણ કમાઈ લો. બાબાજી તમારી ઑફિસ-ઘરમાં કરોડો રૂપિયાનો વરસાદ વરસાવી શકે. રીતસરનો વરસાદ. એ માટે બાબાજી અનુષ્ઠાન કરશે.
પછી એ ભક્ત ઉમેરે છેઃ ‘અનુષ્ઠાનનો ખર્ચ વધારે નહીં થાય, માત્ર છપ્પન લાખ રૂપિયા. અનુષ્ઠાન બાદ તરત પૈસાનો વરસાદ થશે. તમારે તો ખોબલે ખોબલે એ કરોડો રૂપિયા ઉલેચી જ લેવાના.’
સુનીલભાઈ તો રાજીના રેડ. શુભ દિવસ નક્કી થયો. પ્રાતઃ કાળે પૂજા-હવન શરૂ થયાં. પૂર્ણાહુતિ બાદ બાબાજીએ કહ્યું: ‘હવે અમે આ મકાનની પ્રદક્ષિણા ફરીશું. ત્યાર બાદ પૈસાનો વરસાદ વરસવા માંડશે. તમે અહીંથી ક્યાંય જતા નહીં.’
જો કે લાંબી પ્રતીક્ષા બાદ કોઈ જ ન આવ્યું ત્યારે બિલ્ડરભાઈના મગજમાં વિચારોની પરિક્રમા શરૂ થઈ. એમને જ્ઞાન લાધ્યું કે પોતાને રીતસરનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. પરિક્રમાના બહાને પેલા પાખંડી બાવાઓ રોકડા લઈને થઈ ગયા છે. એમણે તત્કાળ પોલીસફરિયાદ નોંધાવી. પાંચેક ઠગમાંથી બે પકડાયા. બીજાની શોધ ચાલુ છે. બધા પર કાળો જાદુ, નરલિ, અમાનુષી, અઘોરી કૃત્ય, વગેરે આરોપ લગાવવામાં આવ્યા છે.
આજકાલ રોજ સવારે છાપું ઉઘાડો ને કમ સે કમ એક ઠગાઈના સમાચાર વાંચવા મળે છે, જે માટે જાતજાતના કસબ વાપરવામાં આવે છેઃ તમારી વીમા પૉલિસી પાકી ગઈ છે, ઓટીપી-પાસવર્ડ આપો એટલે પૈસા તમારા ખાતામાં જમા કરી દઈએ... તમને ઈન્કમ ટૅક્સ રિફંડ આપવા માગીએ છીએ, ઓટીપી-પાસવર્ડ મોકલો... ફલાણી કંપનીની સુવર્ણજયંતી છે એટલે એ સાવ ફોગટમાં પોતાની પ્રોડક્ટ્સ આપવા માગે છે, લિન્ક પર ક્લિક કરો... વગેરે. આવા સાઈબર ક્રાઈમમાં ઠગલોકો સામેવાળાના મોબાઈલ ફોન પર આવેલા ઓટીપી-પાસવર્ડ મેળવીને એમને ખંખેરી લે છે.
This story is from the August 15, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 15, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?