‘એ કસો એક ગાય? ભલા માણસ એક ગાયની કિંમત નાખી દેતાંય ઓછામાં ઓછી ત્રીસ હજાર હશે. ટોટલ ખર્ચ લગભગ ત્રીસ લાખ થાય... તમે દીકરીનાં લગ્નમાં પણ એટલો ખર્ચ નહીં કરો!’
જવાબમાં સંકલ્પભાઈએ મોતીવાલાને કહ્યું: ‘એટલે તો તમારી પાસે આવ્યો છું.’
સંકલ્પભાઈનાં માતાજીએ ત્રણ વરસ અગાઉ મરતી વેળાએ સંકલ્પભાઈનો હાથ ઝાલી કહ્યું હતું: ‘છોડીનાં લગ્ન કરે ત્યારે એકસો એક ગાયનું દાન કરજે, દીકરા...’ સંકલ્પભાઈ હા-ના કરે કે કંઈક દલીલ કરે એ પહેલાં માતાજી ગુજરી ગયાં.
વાત ત્યારે તો વિસારે પડી, પણ હમણાં સંકલ્પભાઈ દીકરીનાં લગ્ન માટે તૈયારી કરવા માંડ્યા ત્યારે ફરી ઊછળી. સંકલ્પભાઈને એકસો એક ગાયનો ખર્ચ વહેવારુ નહોતો લાગતો, પણ પરિવારના લોકો માનતા નહોતા. સંકલ્પભાઈની પત્નીને લાગતું હતું કે માજીને આપેલું વચન નહીં પાળીએ તો દીકરીના લગ્નજીવન પર એની અશુભ અસર પડશે. મૂંઝાઈને સંકલ્પભાઈ અમારી કન્સલ્ટન્સીની મદદ માગવા આવ્યા હતા. લગ્નને હજી બે મહિનાની વાર હતી. ઉકેલ મળશે?
આ વાતના એક મહિના પછી મોતીવાલા હૉસ્પિટલમાં પંદર દિવસ માટે કમ્પ્લીટ બેડ રેસ્ટ પર હતા. એમના ડાબા હાથની કોણી અને જમણા પગના ઘૂંટણ પર ફ્રેક્ચર થયું હતું. એમને લાત એક ગાયે મારી હતી, પણ મોતીવાલા તો ભણેલા-ગણેલા બળદોને કારણે મારા આ હાલ થયા છે. એમ કહી દવે અને મારું મોં સુદ્ધાં જોવા નહોતા માગતા. નોકરી હાથમાંથી ગઈ એવી માનસિક તૈયારી અમે કરવા માંડી હતી, પણ સંકલ્પભાઈએ કહ્યું: ‘હું કંઈક કરું આ બાબત.’
જે આશ્વાસન અમારા ક્લાયન્ટને હંમેશાં આપતા એ ધરપત એક ક્લાયન્ટ અમને આપી રહ્યો હતો!
આવું કેમ થયું એ સમજવા છેલ્લા ત્રીસ દિવસમાં શું થઈ ગયું એ જાણો...
અમે સોથી વધુ ગાય હોય એવી ગૌશાળા શોધવા માંડી. તપાસ કરતાં મુંબઈ નજીકના વિરારમાં ગૌશાળા જડી. મારો સહાયક દવે અને હું કામે લાગી ગયા. એ ગૌશાળાના સંચાલક ઉત્તર પ્રદેશના એક ભૈયાજી હતા. નંદકુમાર નામનો આ ગૌશાળાનો સંચાલક ઓછું ભણેલો હતો. એ પત્તાં રમવાનો અને ભજન ગાવાનો શોખી સાંજે એના સાથીઓ સાથે એ ભજન ગાતો અને પછી પત્તાં રમતો.
This story is from the August 15, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 15, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જલસાઘર
સંઘર્ષથી સફળતાના હાઈવે પર...
છોટા પૅક... બડા ધમાકા
સેબીએ હમણાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ૨૫૦ રૂપિયા જેટલી નાની રકમના એસઆઈપી ઑફર કરવા અનુરોધ કર્યો છે. આમ તો ફંડ્સ માટે આ કામ મોંઘું પડવાની સમસ્યા છે, પરંતુ એનો ઉપાય પણ કરી શકાય છે.
ઉતારવું તો પડશે જ...
વજન ઓછું કરવાના આઇડિયામાં પંક્ચર પડવાનાં કારણ ઓછાં ક્યાં છે?
ઘરની અંદરથી નીં5ળતો બહારનો સંબંધ
સ્ત્રી અને પુરુષ લગ્નબાહ્ય સંબંધને એકમાત્ર વિકલ્પ ગણાવી વિવાહજીવનની મર્યાદા ઓળંગે ત્યારે..
વૃદ્ધાવસ્થાઃ શું છે હેલ્થી એજિંગ?
વધતી ઉંમર સાથે તંદુરસ્તી ગુમાવવી કે જાળવી રાખવી એ માણસના પોતાના હાથમાં છે.
બાર મહિનાના ઘઉં ભરી રાખતાં હો તો...
અનાજમાં જીવડાં ન થાય એ માટે આટલી તકેદારી તો લેવી જ રહી.
નણંદ-ભાભી જ નહીં, બારામતી બનશે સાહેબ અને દાદાના જંગનું સાક્ષી
પાંચ દાયકા કરતાં વધુ સમયથી પુણે જિલ્લાનો મતવિસ્તાર શરદ પવારનો ગઢ બનીને રહ્યો છે. હવે પહેલી વાર એમના સામ્રાજ્ય સામે પડકાર ઊભો થયો છે... અને એ પડકાર એમના ઘરમાંથી જ, સગા ભત્રીજા તરફથી જ છે. દીકરી સામે ભત્રીજાવહુનો આ જંગ જામવાનો છે એ બારામતીનો લઈએ પરિચય.
મહેનતનો રંગ લાલ
આજે પણ એવાં કેટલાંક કામ છે જે કરતાં સ્ત્રી અચકાય છે. અલબત્ત, હવે મહિલાઓમાં સમાજની પરવા કર્યા વિના આજીવિકા માટે આવા વ્યવસાય અપનાવવા હિંમત ખૂલી રહી છે. આવું જ એક ઉદાહરણ રાજકોટમાં છે, પતિના અવસાન બાદ એક સ્ત્રી ખુમારી સાથે પાનની દુકાન સંભાળી રહી છે.
ગુજરાત ભાજપની ગડમથલરૂપાલા વિવાદમાં મોદી ભણી છે મીટ...
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જામેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના જંગ વચ્ચે પક્ષના બીજા કેટલાક ઉમેદવારો સામે પણ ઠેર ઠેર પ્રસરેલા અસંતોષ પછી ગુજરાત ભાજપ શા માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે નરેન્દ્ર મોદીની?
અહીં ચૈત્ર નવરાત્રિમાં જામે છે ગરબાની રમઝટ
વલસાડનું મા વિશ્વંભરીધામ.