ખૂબસૂરત યુરોપને દુઃસ્વપ્ન બનાવતી અગ્નિવર્ષા
Chitralekha Gujarati|August 08, 2022
બ્રિટનમાં એક બાજુ રાજકીય અસ્થિરતા તો બીજી બાજુ ગરમી. યુરોપમાં યુક્રેન-રશિયાના યુદ્ધની ગરમી તો બીજી બાજુ આકાશમાંથી વરસતા અગનગોળા જેવી ગરમી. પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. સૌથી વધુ ગરમી ક્યારે ને કેટલી પડેલી એનો ઈતિહાસ ફરીથી લખવો પડશે એ જાણી અહીંના નિષ્ણાતોને પરસેવા છૂટી રહ્યા છે, ખરા અર્થમાં. અમેરિકા-યુરોપનાં આ ગરમ મોજાં આખી દુનિયા માટે આંખ ઉઘાડનારાં છે.
કેતન મિસ્ત્રી (મુંબઈ)
ખૂબસૂરત યુરોપને દુઃસ્વપ્ન બનાવતી અગ્નિવર્ષા

યુરોપ, અમેરિકા જેવા દેશોનો ઉનાળો એટલે આપણા માટે એટલે કે ભારતીય પ્રવાસીઓ માટે બ્રાઈટ, સની ડેઝ. ત્યાં ફરવા જવાની મસ્ત સીઝન. ગરમ કપડાં લઈ જવાની માથાકૂટ નહીં. એયને મોજથી ટી-શર્ટ અથવા હળવા રંગનાં લિનન શર્ટ્સ, થ્રી-ફોર્થ પૅન્ટ્સ, માથા પર કૅપ, આંખો પર અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવતા ગૉગલ્સ પહેરીને ફરો. સ્વિમિંગ કૉસ્ચ્યુમ્સ, બિકિની પહેરીને દરિયામાં, હોટેલના સ્વિમિંગ પૂલમાં મજા કરો. ટુર પર ન જનારાઓ આવી મોજમસ્તી, ખાસ કરીને યુરોપના દેશોમાં મોજમસ્તી કરી રહેલા લોકોના ફોટા છાપાંમાં જુવે, પણ હાલ તો મામલો આખો જુદો છે. આજકાલ યુરોપિયનોને કુદરતી આગ રીતસરની શેકી રહી છે.

યુકેમાં બેડફોર્ડશાયરના એક સ્ટેશનના સિગ્નલ પર ગરમીનો પ્રકોપઃ સિગ્નલ પીગળ્યા તથા પાટા પર એ અસર પડી કે મુસાફરી અમુક કિલોમીટર લાંબી થઈ ગઈ.

કેમ કે હાલ યુરોપના અનેક દેશોમાં કાળઝાળ ગરમી છે, લોકો બટાકાની જેમ બફાઈ રહ્યા છે. અકળાવતા-પિગળાવતા ઉનાળાએ અમેરિકાના અમુક વિસ્તારોથી લઈને બ્રિટન સુધીની પ્રજા ને સત્તાવાળાઓના પરસેવા પાડી મૂક્યા છે. યુરોપના ખાસ કરીને ફ્રાન્સ, ગ્રીસ, પોર્ટુગલ, બ્રિટન, વગેરે દેશોમાં પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો. ગરમી સહન કરી ન શકનારા ૨૦૦૦થી વધુનાં મોત થયાં છે. આપણે ત્યાં તાપમાન ૪૦-૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે એ સામાન્ય ગણાય છે, પરંતુ યુરોપ-અમેરિકામાં આટલી ગરમી ભાગ્યે જ પડે છે એટલે ત્યાંની પ્રજા એ સહન કરવા ટેવાયેલી નથી.

This story is from the August 08, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the August 08, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
Chitralekha Gujarati

નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...

મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.

time-read
3 mins  |
April 22 , 2024
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
Chitralekha Gujarati

મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep

ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.

time-read
3 mins  |
April 22 , 2024
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
Chitralekha Gujarati

ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!

થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.

time-read
3 mins  |
April 22 , 2024
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
Chitralekha Gujarati

પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?

છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.

time-read
3 mins  |
April 22 , 2024
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
Chitralekha Gujarati

બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ

નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.

time-read
2 mins  |
April 22 , 2024
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
Chitralekha Gujarati

જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ

ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.

time-read
4 mins  |
April 22 , 2024
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
Chitralekha Gujarati

સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…

લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.

time-read
7 mins  |
April 22 , 2024
વાત વટે ચડી છે...
Chitralekha Gujarati

વાત વટે ચડી છે...

ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...

time-read
2 mins  |
April 22 , 2024
એક રિચાર્જ ઐસા ભી કર દો...
Chitralekha Gujarati

એક રિચાર્જ ઐસા ભી કર દો...

ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.

time-read
3 mins  |
April 22 , 2024
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
Chitralekha Gujarati

દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં

ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?

time-read
8 mins  |
April 22 , 2024