ગયા મહિને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ઝારખંડનાં ભૂતપૂર્વ ગવર્નર દ્રૌપદી મુર્મુનું નામ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યું. બીજા જ દિવસથી ૬૪ વર્ષનાં દ્રૌપદીજીના ઓરિસ્સાના રાયરંગપુરના ઘરે સુરક્ષાજવાનોની સંખ્યા વધારી દેવામાં આવી.
જો કે અભિનંદન આપવા આવી રહેલા સમર્થકો-મિત્રો-શુભેચ્છકોનાં ટોળાંઓથી દ્રોપદીજીને દૂર રાખવામાં સુરક્ષાજવાનોને સફળતા નહોતી મળી રહી. ગાર્ડ સમજાવતા હતા કે તમે હવે રાષ્ટ્રપતિ થવાનાં છો એટલે આમ ગમે એટલા લોકોને મળવું સુરક્ષિત નથી. તમારે મર્યાદિત લોકોને જ મળવું જોઈએ.
- પણ દ્રોપદીજીનો જવાબ હતોઃ ‘આ બધા મારા લોકો છે. આ પદ માટે હું એમની જ ઋણી છું.’ અલબત્ત, આ પહેલી વાર નહોતું કે દ્રૌપદી મુર્મુએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હોય.
દ્રૌપદીજી દેશનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને બીજાં મહિલા બન્યાં છે. ૬૪ વર્ષની ઉંમરે રાષ્ટ્રપ્રમુખપદ ગ્રહણ કરનારાં અત્યાર સુધીનાં એ સૌથી ઓછી ઉંમરનાં વ્યક્તિ છે. આવી અપૂર્વ સિદ્ધિ સાથે રાષ્ટ્રપતિપદ શોભાવનારાં આ સન્નારીનું જીવન સંઘર્ષથી સિદ્ધિનું જીવંત ઉદાહરણ છે.
ઓરિસ્સાના આદિવાસી જિલ્લા મયુરભંજના ઉપરબેડા ગામમાં સાંથાલપરિવારના વડીલો સરપંચ રહી ચૂકેલા. સાંથાલ વડીલ બિરંચિ નારાયણ ટુરૂના ઘરે ૧૯૫૮માં જન્મેલી દીકરીએ સ્કૂલ પૂરી થતાં જ કૉલેજ જવાની જીદ લીધી. ઝૂંપડા જેવું ઘર, પારાવાર ગરીબી અને અભાવમાં જીવતા પરિવારે એ સમયે તો કૉલેજશિક્ષણની કલ્પના પણ નહોતી કરી. જો કે દીકરીને ભણાવવા પિતા એક ધારાસભ્ય પાસે પહોંચ્યા અને શરૂ થઈ એક અભૂતપૂર્વ સફર. સિત્તેરના દાયકામાં ભુવનેશ્વર જઈને ભણનારી પોતાના ગામની પહેલી યુવતી બિરંચિ નારાયણની એ દીકરી બની, દ્રૌપદી મુર્મુ.
વધામણાં: રાષ્ટ્રપ્રમુખ તરીકે દ્રૌપદી મુર્મુએ શપથ લીધા પછી એમના ઓડિશા (ઓરિસ્સા)ના ગામમાં જામ્યો જલ્લોષનો માહોલ.
This story is from the August 08, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 08, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જળ મૃગજળ બને એ પહેલાં જાગો, જન જાગો...
બગીચા નગરી તરીકે જાણીતું બેંગલુરુ હવે ઈમારતોનો વગડો બની ગયું છે. શહેરમાંથી હરિયાળી ગાયબ થઈ ગઈ છે અને સાથે સાથે પાણીના સ્રોત પણ ઓઝલ થઈ રહ્યા છે. આવી હાલત દેશના બીજા વિસ્તારોની પણ છે. સમય ચેતી જઈને પાણીનો દુર્વ્યય અટકાવવાનો છે, અન્યથા થશે એવું કે કાલે ઊઠીને આપણી પાસે પીવા માટે પણ પાણી નહીં રહે.
જલસાઘર
સંઘર્ષથી સફળતાના હાઈવે પર...
છોટા પૅક... બડા ધમાકા
સેબીએ હમણાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ૨૫૦ રૂપિયા જેટલી નાની રકમના એસઆઈપી ઑફર કરવા અનુરોધ કર્યો છે. આમ તો ફંડ્સ માટે આ કામ મોંઘું પડવાની સમસ્યા છે, પરંતુ એનો ઉપાય પણ કરી શકાય છે.
ઉતારવું તો પડશે જ...
વજન ઓછું કરવાના આઇડિયામાં પંક્ચર પડવાનાં કારણ ઓછાં ક્યાં છે?
ઘરની અંદરથી નીં5ળતો બહારનો સંબંધ
સ્ત્રી અને પુરુષ લગ્નબાહ્ય સંબંધને એકમાત્ર વિકલ્પ ગણાવી વિવાહજીવનની મર્યાદા ઓળંગે ત્યારે..
વૃદ્ધાવસ્થાઃ શું છે હેલ્થી એજિંગ?
વધતી ઉંમર સાથે તંદુરસ્તી ગુમાવવી કે જાળવી રાખવી એ માણસના પોતાના હાથમાં છે.
બાર મહિનાના ઘઉં ભરી રાખતાં હો તો...
અનાજમાં જીવડાં ન થાય એ માટે આટલી તકેદારી તો લેવી જ રહી.
નણંદ-ભાભી જ નહીં, બારામતી બનશે સાહેબ અને દાદાના જંગનું સાક્ષી
પાંચ દાયકા કરતાં વધુ સમયથી પુણે જિલ્લાનો મતવિસ્તાર શરદ પવારનો ગઢ બનીને રહ્યો છે. હવે પહેલી વાર એમના સામ્રાજ્ય સામે પડકાર ઊભો થયો છે... અને એ પડકાર એમના ઘરમાંથી જ, સગા ભત્રીજા તરફથી જ છે. દીકરી સામે ભત્રીજાવહુનો આ જંગ જામવાનો છે એ બારામતીનો લઈએ પરિચય.
મહેનતનો રંગ લાલ
આજે પણ એવાં કેટલાંક કામ છે જે કરતાં સ્ત્રી અચકાય છે. અલબત્ત, હવે મહિલાઓમાં સમાજની પરવા કર્યા વિના આજીવિકા માટે આવા વ્યવસાય અપનાવવા હિંમત ખૂલી રહી છે. આવું જ એક ઉદાહરણ રાજકોટમાં છે, પતિના અવસાન બાદ એક સ્ત્રી ખુમારી સાથે પાનની દુકાન સંભાળી રહી છે.
ગુજરાત ભાજપની ગડમથલરૂપાલા વિવાદમાં મોદી ભણી છે મીટ...
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જામેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના જંગ વચ્ચે પક્ષના બીજા કેટલાક ઉમેદવારો સામે પણ ઠેર ઠેર પ્રસરેલા અસંતોષ પછી ગુજરાત ભાજપ શા માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે નરેન્દ્ર મોદીની?