
ગેસ પદાર્થની એક મૂળભૂત અવસ્થા છે, આધુનિક વિજ્ઞાન પ્રમાણે બાકીની ત્રણ અવસ્થા ઘન, પ્રવાહી અને પ્લાઝમા છે. અંગ્રેજી શબ્દ ગેસનો જન્મ થયો હતો ૧૯૫૦માં. મૂળ શબ્દ ગ્રીક ભાષાનો ખેઓસ છે, જેને અંગ્રેજીમાં કેઓસ કહે છે. ગ્રીક ખડચ ભાષામાં ગ બોલાય. સ્વિસ ચિંતક અને ચિકિત્સક તેમ જ ભૂત વગેરેમાં રસ લેનાર પાર્સેલસ માનતા કે સ્પિરિટ જે તત્ત્વથી બનેલા હોય છે તે અતિ સૂક્ષ્મ થયેલું પાણી હોય છે, તે માટે તે ગેસ શબ્દ વાપરતા. તેમની અસર હેઠળ સંશોધન કરતાં ફ્લેમિશ અલકૅમિસ્ટ વાન હેલમોન્ટે વાયુ માટે ગેસ શબ્દ પ્રયોજ્યો હતો. તેઓ વાયવીય અર્થાત્ ન્યુમેટિક કૅમેસ્ટ્રીના પિતા છે. સત્તરમી સદીની શરૂઆતમાં તેઓ એમના રોજના દિવસ જેવો એક દિવસ જીવતા હતા. તેઓ ખૂબ ઝેરી ગણાતા વુલફ્સબેન ફૂલ પર સંશોધન કરતા હતા. એમને ઘરના કામ માટે કશે જવાનું થયું એટલે એ કામનું સ્થળ છોડી ત્યાં ગયા. એ દિવસે સાંજે એમને થયું કે તેઓ કશું જુદો અનુભવ કરી રહ્યા છે. તેમને થયું કે એમનું સમજવું, કલ્પવું, ધારવું કે તારણ કાઢવું એમના માથામાં નથી ઘટતું, પરંતુ એમના પેટના ભાગમાં ક્યાંક ઘટે છે. કેટલાંય લોકો જે ગટ ફીલિંગ શબ્દપ્રયોગ વાપરે છે તેનો તેમને અનુભવ થયેલો. શું મામલો છે આ ગટ ફીલિંગ કે ઇન્સ્ટ્રિક્ટનો અને ગટનો?
હેલમોન્ટને એ જે અનુભવ થયેલો અને એમણે જે અનુભવને ઓળખી કાઢેલો તે ગટ ફીલિંગ ઘણા ઇન્સાઇટ કે ફોરસાઇટ કહી શકે છે. ઇન્સ્ટ્રશન એટલે કે તર્કની મદદ વિના થતું જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, પ્રમાણ નિરપેક્ષ જ્ઞાન, અન્તર્દષ્ટિ, અંતર્ગાન, સહજ જ્ઞાન. પશ્ચિમી વિશ્વ અને આધુનિક કાળમાં હેલમોન્ટને આ મુદ્દે સલામ મારવાનું એટલે થાય કે એમણે એવું કશું છે એ ઓળખી કાઢ્યું, તેનું લૉકેશન આશરે એમણે પકડ્યું. ગટ ફીલિંગ ૯૯% સંસાર સંબંધિત હોય છે. પોતાની આગવી શક્તિ સાથે એ ઇમોશન પ્રગટે છે, છતાં સૂક્ષ્મ હોય છે એટલે જો મન શાંત અને તટસ્થ ના હોય તો તેની સાથે કનેક્ટ ના થઈ શકાય એવું બને. સાધારણ અક્કલ, માહિતી અને અનુભવ એવું કહે છે કે મગજ માથામાં છે એટલે તમામ વિચાર અને લાગણીનું કેન્દ્ર ત્યાં છે, પરંતુ અહીં આંતરડાંના એરિયાની વાત છે. જેમાં એક રીતે ખોરાક હોય અને બીજી રીતે મળ હોય.
This story is from the Abhiyaan Magazine 08/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 08/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.

વામા-વિશ્વ આરોગ્ય
ઉનાળામાં લૂ સામે કેવી રીતે રક્ષણ મેળવશો?

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?
આ ફિલ્મ માટે જોન અબ્રાહમના ખાસ વખાણ કરવા પડે તેમ છે, કારણ કે તે માત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં, પણ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તેમને ખબર છે કે તેઓ એક ઍક્ટર તરીકે મર્યાદિત છે, એટલે તેઓ પ્રોડ્યુસર તરીકે જુદી અને અસરકારક ફિલ્મો બનાવે છે જે તેમની ક્રિએટિવ ભૂખને સંતોષે.

બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો
ફરજ બજાવવા માટે એમણે વિઝાના અરજદારોની પૂરતી જાતતપાસ કરવાની રહે છે. એમને એવી ખાતરી થાય કે અરજદાર ખરેખર બિઝનેસમેન અથવા તો ટૂરિસ્ટ છે તો જ એમને વિઝા આપી શકે છે

વામ-વિશ્વ ટ્રાવેલ
રોડ ટ્રિપ દરમિયાન શું ધ્યાન રાખવું?

નીરખને ગગનમાં...
ઊર્જાનો અખૂટ ભંડાર થોરિયમ

ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?
નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા શીખવાની ફોર્મ્યુલાનો તામિલનાડુની સરકારે એવું કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા રાજ્યના લોકો પર હિન્દીને લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. આમ છતાં રાજકીય કારણોસર ભાષા વિવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે, ત્યારે ચીને આ સમસ્યા કેવી રીતે ઉકેલી અને વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકત્વ માટે એક સમાન સંપર્ક ભાષાની કેટલી અને કેવી આવશ્યકતા, અનિવાર્યતા હોય છે, તેની વિસ્તૃત સમજ અહીં અપાઈ છે.

વિશ્લેષણ
વિરોધનું રાજકારણ હિન્દીને સર્વસ્વીકૃત બનતા અટકાવી નહિ શકે

રાજકાજ
નોકરીના બદલામાં જમીન કૌભાંડઃ લાલુપ્રસાદ સામે ઇડીનો ગાળિયો કસાયો