
આપણાં તારીખિયાંના દરેક મહિનામાં નજર કરતાં વિવિધ ધર્મોના ઉત્સવો તો જોવા મળે જ છે, પરંતુ એ ઉત્સવો સાથે જે-તે ધર્મના ધર્મગુરુઓની જન્મજયંતી પણ જોવા મળે છે, જેની ઉજવણી આપણને ભારતના વિવિધ પ્રદેશોનો પ્રવાસ કરાવે છે.
ભારતીય ઉપખંડમાં ઉછરેલા બૌદ્ધ, હિન્દુ, જૈન અને શીખ ધર્મમાં શીખ ધર્મ પંદરમી સદીમાં પંજાબમાં ઉદ્ભવેલો ધર્મ છે. પંજાબીમાં શીખી તરીકે ઓળખાતા આ ધર્મના મૂળ સ્થાપક ગુરુનાનક દેવ હતા અને એ પછીના નવ ગુરુઓ એટલે ગુરુ અંગદ સાહિબ, ગુરુ અમરદાસજી, ગુરુ રામદાસજી, ગુરુ અર્જુનદેવજી, ગુરુ હરગોવિંદજી, ગુરુ હિરરાય સાહેબ, ગુરુ હરિકૃષ્ણજી, ગુરુ તેગબહાદુરજી અને શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદસિંહજી ગંગાતટે રહેલા ઐતિહાસિક નગર પાટલીપુત્ર એટલે પટનામાં જન્મ્યા હતા અને દર વર્ષે પોષ સુદ સાતમને દિવસે શીખ ધર્મના અનુયાયીઓ ગુરુ ગોવિંદસિંહજીનું અવતાર પર્વ એટલે કે ગુરુ ગોવિંદસિંહજી. પ્રકાશ પર્વ તખ્ત શ્રી પટના સાહિબમાં ઊજવે છે, કારણ કે ગુરુ ગોવિંદસિંહજીના જન્મસ્થળ પર જ આ ગુરુદ્વારા બંધાયેલું છે.
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ બિહારની રાજધાની પટનામાં રહેલ શીખ ધર્મના પાંચ તખ્તમાંનો એક તખ્ત એટલે કે ગાદી છે અને શીખ ધર્મનું આધ્યાત્મિક કેન્દ્ર પણ છે. પંજ તખ્ત એટલે કે પાંચ અગત્યની ગાદીઓ ખરેખર તો ભારતના પાંચ ગુરુદ્વાર છે, જે ‘door of the guru' હોવા ઉપરાંત શીખ ધર્મનું મંદિર છે અને ગુરુબાનીથી સમૃદ્ધ પવિત્ર સ્થળ પણ છે.
શીખ સ્થાપત્યશૈલીથી સમૃદ્ધ આ તખ્ત શ્રી પટના સાહિબ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં મુઘલ સામ્રાજ્યના સમયગાળામાં જન્મેલા ગુરુ ગોવિંદસિંહજી સાથે સંલગ્ન છે, કારણ કે તેમના જીવનનાં પ્રારંભિક વર્ષો અહીં પસાર થયાં અને પછી તેઓ આનંદપુર સાહિબ ગયા.
ઓગણીસમી સદીમાં શીખ સામ્રાજ્યના પ્રથમ મહારાજા રણજિતસિંહ દ્વારા બંધાવવામાં આવેલ આ ગુરુદ્વારાની શીખ સ્થાપત્યશૈલી મુઘલ અને રાજપૂત શૈલીનો સુમેળ ધરાવે છે. સોનાનો ઘુમ્મટ ધરાવતાં આ ગુરુદ્વારાને પાંચ માળ છે. આરસપહાણથી સજાવેલા આ ગુરુદ્વારાનો બહારનો દેખાવ અને તેની રવેશ ખાસ્સી ઇમ્પ્રેસિવ છે.
This story is from the Abhiyaan Magazine 11/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 11/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

વિઝા વિમર્શ.
અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

મનોરંજન
ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

વામા-વિશ્વ બ્યુટી
હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

નીરખને ગગનમાં....
કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.

પ્રવાસન
ગોમતીના કિનારે, જૌનપુર

ચર્નિંગ ઘાટ
ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

સારાન્વેષ
ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા