
ભારતને મુક્ત અર્થતંત્ર અને વૈશ્વિકરણની સોગાદ આપનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ૨૭ ડિસેમ્બરે આખરી શ્વાસ લીધા. ૧૯૯૧માં તત્કાલીન વડાપ્રધાન દિવંગત પી.વી. નરસિંહ રાવની સરકારમાં નાણાપ્રધાન તરીકેના તેમના સૌ પ્રથમ અંદાજપત્રમાં તેમણે ભારતમાં આર્થિક ક્રાંતિનો ઉદ્ઘોષ કર્યો હતો. એ સમયે સૌના આશ્ચર્ય વચ્ચે તેમણે રાષ્ટ્રને એક સાહસિક બજેટ સોંપતાં કહ્યું હતું કે, જેનો સમય આવી ગયો હોય એવા વિચારને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. તેમનો સંકેત ભારતીય અર્થતંત્રમાં આવનારા આગામી સુધારાઓ પ્રત્યે હતો. એ સમયે ભારતનું અર્થતંત્ર અત્યંત નાજુક સ્થિતિમાં હતું. ભારત પાસે માત્ર ૫.૮૦ અબજ ડૉલરની વિદેશી મુદ્રાનું ભંડોળ હતું અને દેશ પર લગભગ ૭૦ અબજ ડૉલરનું વિદેશી દેવું હતું.
મનમોહન સિંહે જ્યારે નાણા મંત્રાલય સંભાળ્યું ત્યારે ભારત રાજકીય અસ્થિરતાના દૌરમાંથી પસાર થઈ રહ્યો હતો. ૧૯૯૧ પહેલાંનાં ત્રણ વર્ષમાં ત્રણ વડાપ્રધાનો બદલાઈ ચૂક્યા હતા. અર્થતંત્ર ડામાડોળ હતું. નરસિંહરાવે તેમને નાણા મંત્રાલય સોંપ્યું અને આર્થિક સુધારા માટે સંપૂર્ણ છૂટ આપી. એથી મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી. આ પરિવર્તનશીલ પગલાંએ ભારતીય અર્થતંત્રમાં નવી ચેતના જગાવવાનું કામ કર્યું. અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. લાઇસન્સરાજ ખતમ થતાં જ ખાનગી ક્ષેત્રએ ઝડપી વિકાસની શરૂઆત કરી અને જોતજોતામાં ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ વધવા લાગ્યું.
This story is from the Abhiyaan Magazine 11/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 11/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

હેલ્થ સ્પેશિયલ
લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?

કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે

હેલ્થ સ્પેશિયલ
પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

હેલ્થ સ્પેશિયલ
એવું માનવામાં આવે છે કે શરીરનું સૌથી ઓછું ઉષ્ણતામાન સવારે ચાર વાગ્યા આસપાસ રહે છે. એ જ રીતે સવારે વર્કઆઉટના સ્થાને યોગ પર ભાર મૂકવામાં આવતો. સવારે પૂજાપાઠમાં યોગનું મહત્ત્વ રહેતું હતું

રાજકાજ
દિલ્હીની ચૂંટણીનાં પરિણામોની સાઇડ ઇફેક્ટ્સ

વિશ્લેષણ
આમ આદમીના રાજકારણની શતરંજમાં કેજરીવાલ મહાત કે સમાપ્ત!

વિઝા વિમર્શ.
અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

મનોરંજન
ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

વામા-વિશ્વ બ્યુટી
હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ