દેશી ગાયોની લે-વેચમાં સોશિયલ મીડિયાની મદદ
ABHIYAAN|January 13, 2023
અનેક લોકો દેશી ગાય પાળવા માગતાં હોય છે, પરંતુ તેમને શુદ્ધ ગોવંશ મળતો નથી. આવી સ્થિતિમાં ‘કચ્છ કાંકરેજ ગો બ્યુરો'ના નામે ચાલતું વૉટ્સઍપ ગ્રૂપ દેશી ગોવંશની લે-વેચમાં મદદરૂપ થઈ રહ્યું છે.
સુચિતા બોઘાણી કનર
દેશી ગાયોની લે-વેચમાં સોશિયલ મીડિયાની મદદ

ગુજરાતનાં લોકો જીવદયા પ્રેમી હોવા છતાં અત્યાર સુધી ગોપાલન અને તેના સંવર્ધન વિશે બહુ જાગૃત ન હતાં, પરંતુ દેશી ગાય આધારિત ખેતી તથા પંચગવ્ય આધારિત જીવનશૈલી અંગે પ્રચાર અને પ્રસાર થવા લાગતાં ખેતી માટે અને ઘરમાં પણ ગીરની કે કાંકરેજ ગાયોને પાળવાનું ચલણ વધવા લાગ્યું છે. જોકે રખડતી ગાયો અને માલધારીઓ દ્વારા એકસાથે એકથી વધુ પ્રજાતિના ગોવંશનું પાલન કરાતું હોવાથી શુદ્ધ દેશી નસ્લની ગાયો મળવી મુશ્કેલ બની છે. તેઓને દલાલોના સહારે રહેવું પડતું હતું. આમ છતાં શુદ્ધ નસ્લની ગાય મળશે જ તેની ખાતરી રહેતી નહીં. આવી સ્થિતિમાં કચ્છમાં એક વૉટ્સઍપ ગ્રૂપ શરૂ થયું છે. જેના માધ્યમથી લોકો શુદ્ધ ગોવંશની વગર દલાલીએ ખરીદ કે વેચાણ કરી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો કે ગોપાલન કરવા ઇચ્છતા લોકોમાં ગ્રૂપની લોકપ્રિયતા વધી રહી છે.

‘કચ્છ કાંકરેજ ગો બ્યુરો’ નામના વૉટ્સઍપ ગ્રૂપના સંચાલક રામજીભાઈ વેલાણી આ અંગે વાત કરતાં જણાવે છે કે, “લોકોને શુદ્ધ દેશીકાંકરેજ ગાય મળવી મુશ્કેલ બની હોવાના કારણે વૉટ્સઍપના માધ્યમથી ગાયોના ખરીદ વેચાણનો વિચાર આર.એસ.એસ.ની ગોસેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક, અંજાર તાલુકાના નાની નાગલપરના મેઘજીભાઈ હિરાણીને આવ્યો હતો. મેં તેમના વિચારને મૂર્તસ્વરૂપ આપ્યું અને ૨૦૧૯માં ‘કચ્છ કાંકરેજ ગો બ્યુરો' નામથી વૉટ્સઍપ ગ્રૂપ શરૂ કર્યું. આ ગ્રૂપમાં કાંકરેજ નસ્લની ગાય કે ગોવંશ વેચવા અથવા ખરીદવા ઇચ્છનારાને જોડ્યા. લોકોને આ ગ્રૂપ એટલું ગમ્યું કે આજે તેનાં પાંચ ગ્રૂપ ચાલે છે અને ૩૫૦૦થી વધુ લોકો તેમાં જોડાયા છે. અમે કોઈને સામેથી જોડતા નથી, પરંતુ તેની લિંક શેઅર કરીએ છીએ. જેને તેમાં રસ હોય તે સામેથી જોડાય છે. આ ગ્રૂપમાં માત્ર ગોવંશની લે-વેચ માટેના મેસેજ જ મૂકવામાં આવે છે. તેમાં ગાયના ફોટા સાથે, તેની પૂરી વિગત સાથે માહિતી મૂકવામાં આવે છે. જેને તેની ખરીદીમાં રસ હોય તે વ્યક્તિ સામેની વ્યક્તિનો સીધો સંપર્ક કરીને જાત માહિતી મેળવીને, તપાસીને ખરીદી કરી શકે છે. આમ તેમાં છેતરાવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે. ઉપરાંત ખરીદ-વેચાણ વખતે દલાલ તેમાં વચ્ચે રહેતા ન હોવાથી બંને પક્ષે આર્થિક ફાયદો પણ થાય છે. કચ્છનું ગ્રૂપ લોકોને ઉપયોગી થવા લાગતાં ગીરની ગાયો માટે પણ આવું જ ગ્રૂપ ‘સૌરાષ્ટ્ર ગીર ગાય બ્યુરો’ શરૂ કરાયું છે.’’

Esta historia es de la edición January 13, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición January 13, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 minutos  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 minutos  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 minutos  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 minutos  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 minutos  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 minutos  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 minutos  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 minutos  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 minutos  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 minutos  |
May 25, 2024