વર્તમાન સમયમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની સાથે જ ગુનાખોરી ડામવા માટે જરૂરી ક્ષેત્રોમાં કામ કરવા માટેના વિશેષજ્ઞોની માગમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુનાઓની તપાસ કરવા માટે પોલીસ, ડોક્ટર, વકીલ જેવા ઘણા બધા વિશેષજ્ઞોની સાથે ફોરેન્સિક નિષ્ણાતોની ડિમાન્ડમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ફોરેન્સિક સાયન્સ ન્યાય અપાવવા માટેની વિવિધ પ્રણાલીઓનો ઉપયોગ કરે છે. આ શોધખોળ અને તપાસમાં ગુનાનો કોયડો ઉકેલવા માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, મનોવિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, ડિજિટલ અને સાયબર ફોરેન્સિકનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(પ્રયોગશાળા) માં વિવિધ વિભાગો હોય છે. ફોરેન્સિક વિશેષજ્ઞ અપરાધ સ્થળેથી પ્રાપ્ત પુરાવાઓની તપાસ બાદ કોઈ નિર્ણય પર પહોંચે છે. જેમાં નકલી ચેક, ડોક્યુમેન્ટ અથવા ઓનલાઇન બેન્કિંગમાં ફ્રોડ, સાયબર હેકિંગ જેવા ઘણા બધા ગુનાઓની તપાસ કરે છે. ગુનેગારો પાસેથી સાચી માહિતી મેળવવાની હોય કે પછી બ્રેઇન મેપિંગ કરવાનું હોય ફોરેન્સિક નિષ્ણાતો આ બધું કામ કરે છે. આ માહિતીના આધારે પોલીસ તપાસ આગળ વધારતી હોય છે.
This story is from the August 19, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 19, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
યુએસએ વિઝા વિન્ડો (3)
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ
પ્રકૃતિ
હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ
ફેમિલી ઝોન ફેશન
ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.
પ્રવાસન
રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.
મોસમ
મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર