ગુજરાતમાં તોળાતો આતંકી ખતરોઃ પાક.ના નાપાક ઇરાદા પર એટીએસની ટીમે પાણી ફેરવી દીધું
ABHIYAAN|August 19, 2023
ગુજરાત એટીએસનું હ્યુમન સોર્સીસ તેમ જ આઇબીએ આપેલા ઇનપુટ એટલા જબરજસ્ત હતા કે આતંકી હુમલો થાય તે પહેલાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો છે
મૌલિક પટેલ
ગુજરાતમાં તોળાતો આતંકી ખતરોઃ પાક.ના નાપાક ઇરાદા પર એટીએસની ટીમે પાણી ફેરવી દીધું

પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને હુકમ છૂટતાની સાથે જ લોકો મુંબઈના ૨૬/૧૧ના હુમલાને ભૂલી જાય તેવો મોટો હુમલો ગુજરાતમાં કરવાના ઇરાદા સાથે આવેલા આતંકવાદીઓને ગુજરાત ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)ની ટીમે ઝડપી લીધા છે. ગુજરાતમાં અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિસન (આઇએસકેઆઇપી) આતંકવાદીઓએ પગપેસારો કર્યો છે જે આવનારા દિવસોમાં દેશનો સૌથી મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા, પરંતુ એટીએસની ટીમે પાકિસ્તાનના આકાઓના નાપાક ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. એટીએસની ટીમે છેલ્લા ચાર મહિનામાં અલકાયદા અને આઇએસકેઆઇપીના આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે જે ગુજરાતને લોહીનાં આંસુ રોવડાવવા માટે આવ્યા હતા.

આતંકવાદ અને ડ્રગ્સ એક સિક્કાની બે બાજુઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો ૧૯૯૦ના દાયકામાં અન્ડર વર્લ્ડ દ્વારા RDX અને ગોલ્ડ સ્મગલિંગ માટે જાણીતો બન્યો હતો. પોરબંદરના ગોસાબારા દરિયાકાંઠેથી આવેલા RDXના કારણે મુંબઈમાં બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જોકે હવે આતંકીઓએ વધુ એક વખત ગુજરાતના દરિયાકાંઠાને પોતાના ટાર્ગેટ પર રાખ્યો છે. એટીએસએની ટીમે હજારો કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સના કાળા કારોબાર સાથે આતંકવાદીઓના બદઇરાદા જોડાયા હતા. ડ્રગ્સમાં એકત્રિત થયેલાં નાણાંમાંથી આતંકવાદીઓ ગુજરાતમાં સૌથી મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા.

ગુજરાત એટીએસનું હ્યુમન સોર્સીસ તેમ જ આઇબીએ આપેલા ઇનપુટ એટલા જબરજસ્ત હતા કે આતંકી હુમલો થાય તે પહેલાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો છે. એટીએસની ટીમે થોડા દિવસ પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓને રાજકોટથી ઝડપી પાડ્યા છે. આતંકવાદીઓ પાસેથી ઑટો જનરેટ ગન તેમ જ દસ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. ચાલુ વર્ષમાં એટીએસની ટીમે અમદાવાદમાંથી બાંગ્લાદેશના ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા જે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ મોડ્યૂલથી જોડાયેલા હતા. જ્યારે પોરબંદરમાં ISKPનો મોડ્યૂલ મળ્યો હતો, જેમાં સુરતની મહિલા આતંકી સાથે ત્રણ આતંકીઓ ઝડપાયા હતા. જ્યારે રાજકોટમાં અલકાયદાની આઇડિયોલૉજીથી જોડાયેલા ૩ આતંકીઓ પકડાયા છે.

This story is from the August 19, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 19, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇબી-૫ સ્ટેપ બાય સ્ટેપ

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/07/2024
‘ખિલાડી' બન્યો સરફિરો!
ABHIYAAN

‘ખિલાડી' બન્યો સરફિરો!

બોલિવૂડમાં વર્ષ દરમિયાન સૌથી વધુ ફિલ્મો કરવા માટે જાણીતા ફિટ ઍન્ડ ફાઇન ઍક્ટર અક્ષય કુમારની લાઇફ જર્ની કેવી રહી છે? આ અઠવાડિયે તેની તમિળ રિઍક ‘સરફિરા' રિલીઝ થઈ રહી છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 20/07/2024
પરાક્રમની ક્ષણ કરતાં માણસને સમજવાની ક્ષણ મોટી હોય છે!
ABHIYAAN

પરાક્રમની ક્ષણ કરતાં માણસને સમજવાની ક્ષણ મોટી હોય છે!

સોશિયલ મીડિયામાં સતત આપણે બતાવવા મથતા હોઈએ છીએ, જાણે આપણે હંમેશ કશુંક પરાક્રમ કરતાં હોઈએ, પણ ડોપામાઇનના ડંકા વાગે એવાં પરાક્રમો વચ્ચે સમજણથી જીવાતું રોજિંદું જીવન પણ વધુ મોટું હોય છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/07/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

જ્યારે અંતર-મન ઝીલે છે, વર્ષાનાં સ્પંદનો

time-read
6 mins  |
Abhiyaan Magazine 20/07/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

વર્ષાના સૌંદર્યનો મુકામ લવાસા

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/07/2024
અને નવા યુગના નવા દેવતાઓ
ABHIYAAN

અને નવા યુગના નવા દેવતાઓ

‘અમેરિકન ગોડ્સ' લોકભોગ્ય નવલકથા હોવાની સાથે આધુનિક સમયની જરૂરિયાત જેવા ગંભીર આધ્યાત્મિક પ્રશ્નોને પણ સાંકળી લે છે. એનું વિષયવસ્તુ વિચારવા પ્રેરે છે કે મૉડર્ન યુગમાં મનુષ્યજાતિ કેવી રીતે પ્રાકૃતિક કે અલૌકિક તત્ત્વો સાથે સેતુ બાંધી આપતા જૂના દેવતાઓ, પરંપરાઓ અને કથાઓથી દૂર જઈ, એમાંથી શ્રદ્ધા ગુમાવી રહી છે અને કેવી રીતે કૃત્રિમ વસ્તુઓ તથા અવાસ્તવિક વિષયોને મનુષ્યજાતિ પોતાનું સર્વસ્વ અર્પણ કરી એને ઈશ્વર જેટલા બળવાન બનાવી રહી છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/07/2024
હવે થશે ‘કેરી'ની ટક્કરઃ કેસર VS સોનપરી
ABHIYAAN

હવે થશે ‘કેરી'ની ટક્કરઃ કેસર VS સોનપરી

સ્વાદશોખીનોની મનપસંદ બની ગયેલી કેસર કેરીને ટક્કર મારવા નજીકના ભવિષ્યમાં જ બજારમાં સોનપરી જેવું રૂપકડું નામ ધરાવતી કેરી આવશે. સોનપરી કેસર કરતાં પણ વધુ ગુણ ધરાવતી હોવાના દાવા તો કરાઈ રહ્યા છે, પરંતુ સાચી હકીકત તો તેનો સ્વાદ ચાખ્યા પછી, શોખીનોના મનમાં તે કેવું રાજ કરે છે, તેના પરથી ખબર પડશે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/07/2024
સાંપ્રત.
ABHIYAAN

સાંપ્રત.

મહારાજ ફિલ્મ અને મહારાજ લાયબલ કેસઃ સત્ય અને તથ્ય

time-read
7 mins  |
Abhiyaan Magazine 20/07/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

હાથરસ દુર્ઘટનાનો દુર્ઘટનાનો હૃદયદ્રાવક પદાર્થપાઠ : જાગો ભારત!

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/07/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

બ્રિટનમાં સ્ટાર્મરનો વિજય ભારત માટે નવી આશા

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/07/2024