વિજ્ઞાનીઓએ નોંધ્યું છે કે, કેટલાંક વર્ષોથી પૃથ્વી પર માણસોની વસતિમાં અનિયંત્રિત વધારો જોવા મળ્યો છે. આમ તો પૃથ્વી પર ૮.૭ મિલિયન જેટલી પ્રજાતિઓ શ્વસે છે, પણ એક માણસ જ એવી પ્રજાતિ છે કે જેણે પૃથ્વીનો ૮૦% વિસ્તાર રોકી રાખ્યો છે. તદુપરાંત આ ધરા પરના સૌથી વધારે કુદરતી સંસાધનો અને સ્રોતોનો ઉપભોગ પણ આ પ્રજાતિ દ્વારા જ થઈ રહ્યો છે. કુદરતી ન્યાય પ્રમાણે આ પૃથ્વી પર જીવતાં પ્રત્યેક જીવનો આ તમામ સ્રોતોમાં હિસ્સો છે જ પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ‘બળિયાના બે ભાગ’ કહેવત અનુસાર માણસે બમણા જ નહીં, પણ આ વસુંધરાના અનેકગણા ભાગ પચાવી પાડ્યા છે. જે પ્રકૃતિની નજરમાં એના હકના પણ નથી!
માણસ પોતે અતિબુદ્ધિ પ્રજાતિ હોવાના કારણે તે અન્ય પ્રજાતિઓથી વિપરીત કુદરતના કોઈ નિયમની પરવા કરતો નથી જ્યારે સામે છેડે તમામ પ્રાણીઓ જૈવિક ચક્ર અને અનુકૂલનના સિદ્ધાંતોને અનુસરે છે, પરંતુ માણસ આ વ્યવસ્થાને કવિક્ષિત કરતો રહે છે. જેના ગંભીર ફેરફારો તેના સંસર્ગમાં આવેલા અન્ય પ્રજાતિઓનાં જીવનમાં તથા તેમનાં વલણમાં અને વર્તનમાં જોવા મળ્યા છે. એટલું જ નહીં, કેટલીક પ્રજાતિઓમાં તો કાયમી શારીરિક અને માનસિક ફેરફારો પણ નોંધાયા છે!
વર્ષ ૨૦૧૯માં કોવિડની મહામારી ફેલાઈ અને સૌને પાંજરે પૂરતો માણસ પહેલીવાર ખુદ પાંજરે પુરાયો. આ એ સમય હતો જ્યારે જાહેર રસ્તા અને જાહેર સ્થળો નિર્જન બન્યાં. આ સમય દરમિયાન કેટલાક સુખદ ફેરફારો જોવા મળ્યા. જેમ કે વાતાવરણમાંથી પ્રદૂષણ ઓછું થવા લાગ્યું. નદીઓ ફરીથી ચોખ્ખી થઈ. દૂરનાં સ્થળો વધુ સ્પષ્ટ નજરે પડવા લાગ્યાં, પરંતુ આ સમય દરમિયાન વિચિત્ર ઘટનાઓ પણ બનવા લાગી. જંગલી પ્રાણીઓ શહેર તરફ આવવા લાગ્યાં અને તે ખાલી પડેલાં મકાનોમાં રહેવા લાગ્યાં અને કચરામાંથી ખોરાક મેળવવા લાગ્યાં!
થોડા સમય પહેલાં આવો જ એક વિચિત્ર કિસ્સો અમેરિકામાં નોંધાયો. અમેરિકા દેશના કેલિફોર્નિયા રાજ્યમાં એક હાઉસ અવાવરું પડેલું હતું. એમાં એક જંગલી રીંછે ધામા નાખ્યા હતા! મૂળે આ રીંછ આફ્રિકન બ્લૅક બેર હતું. તે આખો દિવસ બસ ઘરમાં પડી રહેતું હતું અને રાત પડતાં જ બહાર નીકળીને આસપાસના રહેવાસીઓનો કચરો ફેંદતું અને તેમાંથી ખાવા જોગ વસ્તુઓ મેળવી લેતું હતું. તેના વર્તનથી પ્રાણીવિદોને નવાઈ લાગી. એમને વધુ નવાઈ તો ત્યારે લાગી જ્યારે એમણે જોયું કે તે રીંછ તો હાઉસ છોડવા માગતું જ નહોતું!
This story is from the August 12, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 12, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?