કચ્છનું રણ અને દરિયો અન્ય જગ્યાથી અલગ છે. રણ મીઠાનું છે અને દરિયો ખૂબ વધુ ખારાશવાળા પાણીનો છે. આવી સ્થિતિમાં અહીંની વનસ્પતિ અને પ્રાણીઓ બીજાથી અલગ હોય તે સ્વાભાવિક છે. કચ્છ લગભગ ૪૦૮ કિ.મી.નો દરિયાકિનારો ધરાવે છે. અહીં સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોવાના કારણે દરિયાના પાણીની ખારાશ ઘણી વધુ છે. દરિયા કિનારાનાં ગામોની મોટી વસતિ દરિયા આધારિત જીવન વિતાવે છે. મોટો સમુદાય માછીમારી કરે છે, અનેક લોકો દરિયાખેડુ છે તો ચેરિયા જેવી દરિયાઈ વનસ્પતિ ઉપર નભતા ખારાઈ ઊંટને પાળનારા લોકો પણ અહીં વસે છે. આ લોકોની જીવનપ્રણાલી ખંડિત ન થાય અને દરિયામાં વસતા કે પાંગરતા જીવોનું સંરક્ષણ થાય તેવાં પગલાં લેવા જરૂરી છે. કચ્છનું ચેરનું જંગલ ભારતમાં બીજા ક્રમે આવે છે. ચેર જેમ માલધારીઓનાં પશુઓ માટે ચારો છે તેમ તે સમુદ્રી જીવો માટે વંશવેલો વધારવાની મહત્ત્વની જગ્યા પણ છે. અત્યારે ચે૨નાં વૃક્ષો વધી રહ્યા હોવા છતાં પ્રદૂષણ, માનવીય ખલેલ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે આ જીવો માટે મુશ્કેલી વધી રહી છે.
This story is from the August 12, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 12, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન