તવાંગ બૌદ્ધ મઠ, અ સ્પિરિચ્યુઅલ વન્ડર ઓફ ઇન્ડિયા
ABHIYAAN|May 27, 2023
આ બૌદ્ધ મઠ લ્હાસાના પોટાલા પૅલેસ પછીનો એશિયાનો બીજા નંબરનો અને ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે
રક્ષા ભટ્ટ
તવાંગ બૌદ્ધ મઠ, અ સ્પિરિચ્યુઅલ વન્ડર ઓફ ઇન્ડિયા

ઉત્તર-પૂર્વીય ભારતમાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાત રાજ્યો છે અને એક બ્રધર સ્ટેઇટ, સિક્કિમ પણ છે. આ બધાં રાજ્યોમાં ઊગતા સૂર્યનો પ્રદેશ ગણાતું અરુણાચલ સૌથી મોટું રાજ્ય છે અને ઉત્તર-પૂર્વીય હિમાલયમાં આવેલો પ્રદેશ પણ છે. ઉનાળામાં જ્યારે પ્રખ્યાત હિમાલયન સ્થળો તરફનો ધસારો વધે છે ત્યારે કેટલાક અસલ જાણકારો અરુણાચલ તરફ નીકળી પડે છે અને એ અરુણાચલમાં તવાંગ નામના બૌદ્ધ મઠને પોતાનું ગંતવ્ય બનાવે છે.

આ બૌદ્ધ મઠ લ્હાસાના પોટાલા પૅલેસ પછીનો એશિયાનો બીજા નંબરનો અને ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે. આ મઠ અરુણાચલની તવાંગ ચુ ઘાટીમાં સ્થિત તવાંગ જિલ્લાના તવાંગ નગરથી માત્ર બે કી.મી. દૂર છે. ભૌગોલિક રીતે તવાંગ મઠ અરુણાચલની ઉત્તર-પશ્ચિમે છે અને ભૂતાન અને ચીનની સરહદથી નજીક છે. બૌદ્ધ ધર્મની આંતરરાષ્ટ્રીય ધરોહર ગણાતો આ મઠ છેલ્લાં ૪૦૦ વર્ષોથી વિશ્વ પ્રવાસીઓ અને બૌદ્ધ ધર્મના અભ્યાસુઓને આકર્ષે છે.

આ મઠ જ્યાં આવેલો છે તે તવાંગ એક કાળમાં તિબેટનો ભાગ હતું, પરંતુ ૧૯૧૪માં થયેલ શિમલા કરાર વખતે બ્રિટિશ ઇન્ડિયા અને તિબેટ વચ્ચે મેકમોહન લાઇન ડિફાઇન થઈ જે મુજબ તિબેટે તવાંગ સહિતનો કેટલોક પ્રદેશ બ્રિટિશ ઇન્ડિયાને આપ્યો અને તવાંગ આપણું થયું.

તે ઉપરાંત એક કથા મુજબ સત્તરમી સદીમાં હિમાલયના વિવિધ બૌદ્ધ પંથો વચ્ચે શરૂ થયેલા વિખવાદ વખતે મીરા લામા લોદ્રે ગ્યાસ્તો નામના તિબેટન સાધુ પોતાના ગેલુપા એટલે કે યલો હેટ પંથનું રક્ષણ કરવા એક કિલ્લો બાંધવાનો નિર્ણય લે છે. પાંચમા દલાઈ લામાના આશીર્વાદ પ્રાપ્ત કરી મીરા લામા પોતાના ઘોડા પર યોગ્ય સ્થળની પસંદગી કરવા નીકળી પડે છે, પરંતુ તે નક્કી નથી કરી શકતા કે પોતાના બૌદ્ધ સાધુઓને સુરક્ષિત રાખવા કિલ્લો ક્યાં બાંધવો આથી તે પોતાના ઘોડાને એક ગુફાની બહાર રાખી, ગુફામાં જઈ દૈવી શક્તિની મદદ માગે છે. જ્યારે તેઓ ગુફાની બહાર નીકળે છે ત્યારે તેમનો ઘોડો ત્યાં જોવા નથી મળતો. શોધી શોધીને થાકતાં તેનો ઘોડો કોઈ ઊંચી પહાડી પર મળી આવે છે. આ ઘટનાને દૈવી ઇશારો માની મીરા લામા એ જ સ્થળ પર બૌદ્ધ મઠ બાંધે છે અને તેનું નામ પાડે છે તવાંગ એટલે ઘોડા દ્વારા પસંદ થયેલું.

This story is from the May 27, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 27, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
અરવિંદ કેજરીવાલનો સૂર્ય અસ્તાચળે..!
ABHIYAAN

અરવિંદ કેજરીવાલનો સૂર્ય અસ્તાચળે..!

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અટકાયત એ કોઈ આકસ્મિક પગલું નથી.

time-read
6 mins  |
Abhiyaan Magazine 06/04/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

ડેટાજીવી દુનિયા અને ડિજિટલ ગુલામીનો યુગ

time-read
4 mins  |
Abhiyaan Magazine 06/04/2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

ચૂંટણીના મેદાનમાં ભાજપ-કોંગ્રેસની સ્થિતિ શું છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપને લોકસભા ચૂંટણીના ઉમેદવારો કેમ બદલવા પડ્યા?

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/04/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

નિષ્ફળતાઓમાંથી પેદા થતી લાયકાત

time-read
3 mins  |
Abhiyaan Magazine 06/04/2024
વાર્તા રે વાર્તા... વાત વાર્તારસની
ABHIYAAN

વાર્તા રે વાર્તા... વાત વાર્તારસની

વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતાં, ચપટીક બોર લાવતાં, એક છોકરો રિસાણો, કોઠી પાછળ ભીંસાણો, કોઠી પડી આડી... અરર માડી!!

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

વૃદ્ધાવસ્થામાં પણ રહો શારીરિક અને માનસિક રીતે સ્વાવલંબી

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

ઉનાળોની ગરમીમાં બગીચાનું રક્ષણ કેવી રીતે કરવું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ભારતીયોની મનપસંદ યુનિવર્સિટીઓ

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/03/2024
તેજ-તિમિર
ABHIYAAN

તેજ-તિમિર

અને એક એવોર્ડ ‘કીર્તિ હિસ્ટ્રી’ના નામે

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/03/2024