પ્રવાસ કેવો કરવો: ઓનલાઇન કે ઓફલાઇન?!
ABHIYAAN|April 01, 2023
‘મારી ફ્રેન્ડનું કહેવું છે કે નિર્બળ તનના અને નિર્બળ મનના લોકો એકવાર મહાબળેશ્વર જઈ આવે તો એ લોકોને બળ મળે છે અને તનથી અને મનથી બળવાન બને છે.'
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
પ્રવાસ કેવો કરવો: ઓનલાઇન કે ઓફલાઇન?!

પ્રવાસ કરવાનો સાચો આનંદ તો ત્યારે જ આવે કે જ્યારે આપણે અન્યની આર્થિક સધ્ધરતાને માન આપીને પ્રવાસ કરીએ! ‘પ્રવાસ સંહિતા’માં લખ્યું છે કે જે મનુષ્ય પોતે પ્રવાસ કરે છે એમાં નકરો સ્વાર્થ હોય છે, પણ જે વ્યક્તિ અન્યને નિઃશુલ્ક પ્રવાસ કરાવે એમાં પરમાર્થ અને પરમાર્થ સિવાય બીજું કશું જ નથી.

માણસ પોતાના માટે જ પૈસો ખર્ચે તો ભગવાન એની નોંધ ક્યારેય નહીં લે, પણ માણસ બીજાને માટે પૈસો ખર્ચે તો એનું નામ ભગવાનની ગુડબુકમાં સદાયને માટે લખાઈ જાય. આવું અર્થજ્ઞાન ધરાવતો માણસ જિંદગીમાં ક્યારેય નાના-મોટા પ્રવાસથી વંચિત નથી રહેતો. આપણા પ્રવાસયોગનો આધાર આપણા મિત્રો કે સંબંધીઓના સ્વસ્થ આર્થિક યોગ પર છે. આપણે પ્રવાસસુખ માણવું હોય તો મિત્રોના બૅન્ક બૅલેન્સનું સ્વાસ્થ્ય હંમેશાં સુધરેલું રહે એવી નિરંતર પ્રાર્થના કરવી પડે.

આપણા શ્રેષ્ઠ નિબંધકાર રસિક ઝવેરીનું એક પુસ્તક છેઃ ‘અલગારી રખડપટ્ટી.’ પ્રવાસ અને રખડપટ્ટીમાં આટલો જ ફરક – રખડપટ્ટી હંમેશાં અલગારી જ હોય, કેમ કે એમાં સૂક્ષ્મ કે સ્થૂળ - એવાં કોઈ પણ વળગણ નથી હોતાં. એ માત્ર ’ને માત્ર જાત સાથેનો પ્રવાસ છે!

પ્રવાસમાં કોઈ ને કોઈનો સહવાસ પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે ભળેલો જ હોય. ગુજરાતી સાહિત્યમાં ‘સવાયા ગુજરાતી’ તરીકે ખ્યાતિ પામેલા કાકા સાહેબ કાલેલકરે પ્રવાસને ‘બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. જોકે આપણા રોજિંદા ખોરાક કરતાં આ (બૌદ્ધિક) ખોરાક ક્યારેક મોંઘો પડી જતો હોય છે.

કહેવાય છે કે ગુજરાતીઓને ફરવા જવાનો શોખ ન હોત તો ભારતના જ નહીં, દુનિયાના મોટા ભાગના લોકો ભૂખે મરતા હોત!

હું પણ ગુજરાતી જ છું, પણ આ બાબતે અપવાદ છું. મને હરવા ફરવાનો શોખ ખરો, પણ ઘરમાં! આ રૂમમાંથી પેલા રૂમમાં અને પેલા રૂમમાંથી કિચનમાં. ક્યારેક હવાફેર કરવા માટે બાલ્કનીમાં કે પછી વધારે હિંમત કરીને દસમા માળના ધાબે ફરી આવું.

This story is from the April 01, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 01, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ

time-read
4 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં

time-read
7 mins  |
Abhiyaan Magazine 27/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપનો સંકલ્પ પત્ર; દૂરનાં લક્ષ્યો, નજીકનો એજન્ડા

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

ઈશ્વર હોય તો તે જરૂર માણસના હૃદયમાં જ છે!

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

નિતાંત તરસની વેધક કથાઃ The Goat Life

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024