પ્રેમ, કરુણા અને અનુકંપાનો અબોલ સંદેશ
ABHIYAAN|April 01, 2023
ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ'માં પુત્ર જેવા મદનિયાને વહાલ કરતો બમ્મન
પ્રિયંકા જોષી
પ્રેમ, કરુણા અને અનુકંપાનો અબોલ સંદેશ

પૃથ્વી પર જ્યારે જીવનની શરૂઆત થઈ ત્યારે કરોડો જીવ એકસાથે આ ધરતી પર શ્વાસ લેતાં થયો, એ રીતે આ ધરતી ધબકતી થઈ. આ સૂર્યના સાત ગ્રહોમાંથી માત્ર પૃથ્વીના ખોળે સંતાનોએ જન્મ લીધો. આ ઘટનાની પાછળ ગમે તેટલાં વૈજ્ઞાનિક વજૂદ અને કારણો હોય, છતાં એ નિત્ય વિસ્મયકારક જ લાગી છે. ઉત્ક્રાંતિના ક્રમે જીવો વિકસતા ગયા. માનવ આ ઉત્ક્રાંતિના ક્રમનું નવીનતમ સર્જન છે. પછી એવું શું બન્યું કે તે પોતાને અન્ય પ્રાણીઓથી, પોતાના સહોદરોથી જ પોતાને વધારે શક્તિશાળી, વધારે બુદ્ધિશાળી જ નહીં, પણ ખુદને તેમનો અને આ સૃષ્ટિનો અધિપતિ સમજવા લાગ્યો?

ભારત તરફથી નોમિનેટ થયેલી ફિલ્મો પૈકી ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ -‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ અને ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ -‘ઑલ ધેટ બ્રિલ્સ' આ બાબતે સૌનું ધ્યાન ખેંચે છે. એકમાં પ્રાણીજગત વચ્ચે વસતાં માનવોની વાત છે અને બીજામાં માનવજગત વચ્ચે વસતાં પશુપક્ષીઓની વાત.

એક સપરમાં દિવસે ડિરેક્ટર કાર્તિકી ગોનસાલ્વિસ ઊટીથી બેંગ્લોર જઈ રહી હતી. મુદુમલાઈ ટાઇગર રિઝર્વ પાર્કમાંથી પસાર થતાં રસ્તાથી થોડે દૂર તેને એક હાથીનું બચ્ચું દેખાયું. તેની સાથે બમ્મન હતો. કાર્તિકીનો ઉત્સાહ જોઈને તેણે તેને પાછળ આવવા ઇશારો કર્યો. માત્ર ત્રણ મહિનાના એ બાળ હાથીનું નામ હતું ‘રઘુ’. કાર્તિકી ઉત્સુકતાથી તેમની પાછળ ગઈ. બાળપણથી જ અવારનવાર જંગલમાં ફરવા જતી કાર્તિકી માટે પણ આટલા નાના મદનિયા સાથે વખત વિતાવવાનો અનુભવ તદ્દન નવો હતો. તેણે મન ભરીને ત્યાં કલાકો ગાળ્યા. ઘણા ફોટો અને વીડિયો લીધા. કાર્તિકીના શબ્દોમાં જ - ‘એ સમયથી હું રઘુના પ્રેમમાં પડી ગઈ.’ રઘુને નદીમાં સ્નાન કરાવતાં બમ્મનને જોઈને તેણે એ બંને વચ્ચે એક અદશ્ય જોડાણ અનુભવ્યું. જાણે એ તેનો દીકરો હતો, તેનું જ સંતાન. આ ધન્ય ક્ષણે આ સંવેદનશીલ ફિલ્મની ભૂમિકા રચાઈ.

આ ફિલ્મને બનતાં લગભગ પાંચેક વર્ષ લાગ્યાં. દોઢ વર્ષ સુધી કાર્તિકી નિયમિત રીતે રઘુ, બન્મનની મુલાકાત લેતી રહી. શરૂઆતમાં મોબાઇલ કૅમેરા અને સાદા ડીએસએલઆરથી વીડિયો લીધા. જ્યારે રઘુ, બમ્મન અને બેલ્લી તેની સાથે સહજ થયાં ત્યારે તેણે પ્રોફેશનલ ટીમ બોલાવીને શૂટિંગ ચાલુ કર્યું.

This story is from the April 01, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 01, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર

time-read
6 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
ABHIYAAN

કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં

કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
ABHIYAAN

અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો

અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

એઆઈ ખરેખર આવી જશે ત્યારે?

time-read
7 mins  |
Abhiyaan Magazine 20/04/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

લોકશાહી પર કેન્દ્રિત કોંગ્રેસનો અભ્યાસપૂર્વકનો અસાધારણ મેનિફેસ્ટો

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અરવિંદ કેજરીવાલની ધરપકડ કાનૂની રીતે યોગ્ય

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રૂપાલા વિરોધી ઝુંબેશનો અંત કેવો હશે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024