પ્રેસ એની બટન, બટ વોટ
ABHIYAAN|December 03, 2022
બંદૂકની અણી પર બૂથ કે પ્ચરિંગ ’ને બોગસ વોટિંગ વગર એક ચૂંટણી ના જાય એવો સમય હતો
ગૌરાંગ અમીન
પ્રેસ એની બટન, બટ વોટ

એક મત આપે તેના ઘણા ઓપિનિયનની વેલ્યૂ કરી શકાય

એક મત ના આપીને પાંચ વર્ષ ઘણી પ્રાઇસ ચૂકવી શકાય

ચૂંટણી આવી ગઈ. મતદાન કરવાનો દિવસ આવી ગયો એવું નથી કહેવાતું. આપણી સરકાર બનાવાનો દિવસ આવી ગયો એવું નથી કહેવાતું. કેમ? કારણ માટે ચિંતન કરવાથી મન ’ને મગજ છેલ્લા અમુક અંતરાલમાં વ્યક્તિગત રીતે જે ગમ્યું કે ના ગમ્યું તે મુજબ નિર્ણય આપશે. આપણી કે દૃષ્ટિ અંગ્રેજ સરકાર પછી અખબારી લેખન ’ને રાજકીય પ્રચાર દ્વારા આવી કેળવવામાં આવી છે. એ પણ ખરું કે આઝાદી પછી આ કે તે નેતા એક કે બીજી રીતે બહુમત પ્રજાને સંતોષ આપી શક્યા ન હતા. સરવાળે પ્રજાનો જે ભાગ કોઈ રાજકીય પક્ષ સાથે કે સરકાર સાથે જોડાતો ન હતો તેની ચૂંટણી અંગેની માનસિકતા થોડી કે વધારે નકારાત્મક થતી ગઈ. એક કે બીજા રાજકીય પક્ષ સાથે નવેસરથી કોઈક રીતે જોડાનાર ઉમેરાતા રહ્યા ’ને સરકારી નોકરી કે કોઈ બીજી રીતે સરકાર તરફથી સુખ કે લાભ મેળવનારા ઉમેરાતા રહ્યા. છતાં એક મોટો વર્ગ સતત જીવંત રહ્યો જે પ્રત્યેક રાજકીય પક્ષ ’ને સરકાર તરફ નારાજ કે ઉદાસીન થતો હોય.

૧૯૬૨થી શરૂ કરી અત્યાર સુધી ગુજરાતમાં ૧૪ વાર વિધાનસભાની ચૂંટણી થઈ. ૧૯૬૨માં ૬૫.૯૫%, ૧૯૬૭માં ૭૪.૮૦%, ૧૯૭૨માં ૫૮.૧૦%, ૧૯૭૫માં ૬૦.૦૯%, ૧૯૮૦માં ૪૮.૩૭ %, ૧૯૮૫માં ૫૧.૫૯ %, ૧૯૯૦માં ૫૨.૨૦%, ૧૯૯૫માં ૬૪.૩૯ %, ૧૯૯૮માં ૫૯.૩૦ %, ૨૦૦૨માં ૬૧.૫૩ %, ૨૦૦૭માં ૫૯.૭૭ %, ૨૦૧૨માં ૭૨.૦૨ %, ૨૦૧૭માં ૬૯.૦૧% મતદાન થયું. સૌથી ઓછું મતદાન પહેલી ચૂંટણીમાં ’ને સૌથી વધુ મતદાન ૨૦૧૨માં થયું. આપણે ત્યાં અમુક અનિશ્ચિત સમયના અંતરે મતદાન ફરજિયાત કરવાની માગણી થયા કરે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં પ્રથમ વાર નોટા અર્થાત્ ‘નન ઓફ ધ એબોવ’ વિકલ્પ આપવામાં આવ્યો હતો. ત્યારે પાંચ લાખ અડતાલીસ હજાર ત્રણસો બત્રીસ મતદારોએ એ ચૂંટણી લડતા બધા પક્ષ ’ને અપક્ષને નકાર્યા હતા. એ આંકડામાં અમદાવાદ, વડોદરા, સુરત, બનાસકાંઠા ’ને રાજકોટના મતદારનો ફાળો મોટો હતો.

This story is from the December 03, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the December 03, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વાર્તા રે વાર્તા... વાત વાર્તારસની
ABHIYAAN

વાર્તા રે વાર્તા... વાત વાર્તારસની

વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતાં, ચપટીક બોર લાવતાં, એક છોકરો રિસાણો, કોઠી પાછળ ભીંસાણો, કોઠી પડી આડી... અરર માડી!!

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

વૃદ્ધાવસ્થામાં પણ રહો શારીરિક અને માનસિક રીતે સ્વાવલંબી

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

ઉનાળોની ગરમીમાં બગીચાનું રક્ષણ કેવી રીતે કરવું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ભારતીયોની મનપસંદ યુનિવર્સિટીઓ

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/03/2024
તેજ-તિમિર
ABHIYAAN

તેજ-તિમિર

અને એક એવોર્ડ ‘કીર્તિ હિસ્ટ્રી’ના નામે

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

દેખો મગર પ્યાર સે

time-read
8 mins  |
Abhiyaan Magazine 23/03/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પલાશ વનનો પ્રવાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 23/03/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

ઓસ્કર વિજેતા ક્રિસ્ટોફર નોલન અમદાવાદ ગ્રામ્યમાં વિજ્ઞાનના પેપરમાં બે કોપી કેસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/03/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

પોસ્ટ કરો છો? થોભો, પહેલાં એમને પૂછો!

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/03/2024
કલા-સંસ્કૃતિ
ABHIYAAN

કલા-સંસ્કૃતિ

આંતરરાષ્ટ્રીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘શાશ્વતમ' બની વિજેતા

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024