આદર્શ પતિની પારાયણ
ABHIYAAN|November 26, 2022
પતિને કોઈ નિર્ણાયક બાબતે જ્યાં રોકવાનો, ટોકવાનો હોય ત્યારે આવી ચકોર પત્ની જીભને આરામ આપે છે અને આંખોને એકદમ એલર્ટ અને એક્ટિવ કરી દે છે
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
આદર્શ પતિની પારાયણ

ગુજરાતી ભાષાના એક ખાંખાંખોળિયાએ જેને સાહિત્યિક ભાષામાં સંશોધક કહે છે એણે એવું રિસર્ચ કર્યું છે કે, ગુજરાતી ભાષામાં એક અને માત્ર એક જ શબ્દ એવો છે જે પોતાને જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક અને સમૂહવાચકના પર્યાય તરીકે ઓળખવાની જાહોજલાલી ભોગવે છે અને એ શબ્દ છે : પતિ. પતિનો એટલે કે એ શબ્દનો તલસ્પર્શીય અભ્યાસ કરતાં એ સંશોધકે એવું પણ કહ્યું છે કે ખુદના જ ઘરમાં એક ચોક્કસ વ્યક્તિ તરીકે ભલે એનું સ્થાન અસ્થાયી હોય, પણ વ્યક્તિ સિવાયનાં ચાર ચાર સ્વરૂપે એ સ્થાનમાન (સ્થાન પ્રમાણેનું માન) ભોગવે છે. પતિ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એણે એક વ્યક્તિ તરીકેની પોતાની ઓળખનું બલિદાન આપી દીધું હોવાથી એને સંજ્ઞાવાચકના પ્રતિનિધિ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું.

પતિ, એ કોઈ અર્થ-હીન શબ્દ નથી, પણ મનુષ્યેતર એવી સમગ્ર જાતિનું પ્રતિનિધિત્વ કરતો અર્થસભર શબ્દ છે. તમે એને સંસ્કૃતમાં પતિ કહો, શુદ્ધ ગુજરાતીમાં ધણી કહો, વર કહો, મરાઠીમાં નવરો કહો, ઉર્દૂમાં ખાવિંદ કે શોહર કહો કે પછી અંગ્રેજીમાં હાસ્યમુક્ત થઈ ગયેલો હસબન્ડ કહો - જાતિમાં કોઈ જ ફરક નહીં પડે. નરસિંહ મહેતાએ તો આજથી લગભગ સાડા પાંચસો વર્ષ પહેલાં આજ સંદર્ભે ગાયેલું કે : ‘ઘાટ ઘડિયાં પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે’ મનુષ્યેતર સિવાયની કોઈ પણ જાતિમાં પોતાને બંધબેસતું સ્થાનમાન મેળવી શકે એવું અને એટલું કોઈ પણ પતિમાં જબરદસ્ત પોટેન્શિયલ ભર્યું પડ્યું હોય છે. મનુષ્ય સામાજિક પ્રાણી કહેવાય છે.

પતિ પણ મનુષ્યજાતિની જ એક પ્ર-જાતિ છે, એટલે તેનામાં શિયાળ જેવી લપસણી લુચ્ચાઈ હોય એ સ્વાભાવિક છે. પોપટ જેવી આજ્ઞાંકિતતાનો ગુણ લગ્ન પછી આપોઆપ ડેવલપ થવા માંડે છે. ‘પઢો રે પોપટ રાજા રામના’ એ પક્ષી જાતિના કોઈ પણ પોપટની આગવી ઓળખ છે. આ પંક્તિમાં સહેજ ફેરફાર કરીને પતિ સંદર્ભે એટલું જરૂર કહી શકાય કે, ‘પઢો રે પોપટ રાણી પત્નીના’ અહીં પોપટની મૂળ જાતિ કરતાં પોપટની આ નવી પ્રજાતિનું બહુગાન ગાવામાં આવ્યું છે. કેટલીક પત્નીઓ તો પોતાના ઘરમાં પાળેલા પોપટનું પિંજરું રાખવાનું એવું કહીને પસંદ નથી કરતી કે ઘરમાં બબ્બે પોપટની શી જરૂર છે?

This story is from the November 26, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the November 26, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
દેવ પટેલે કઈ રીતે હનુમાન ભગવાનની પ્રેરણા લઈને ‘મંકી મેન' ફિલ્મ બનાવી?
ABHIYAAN

દેવ પટેલે કઈ રીતે હનુમાન ભગવાનની પ્રેરણા લઈને ‘મંકી મેન' ફિલ્મ બનાવી?

દેવ પટેલની ફિલ્મ ‘મંકી મૅન નો વિવાદ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મ માટે દેવ પટેલને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે પોતે જ ફિલ્મના ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ફેમિલી ઝોન
ABHIYAAN

ફેમિલી ઝોન

ગાર્ડનિંગ સાથે જોડાયેલી માન્યતાઓઃ કેટલી સાચી, કેટલી ખોટી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ફેમિલી ઝોન
ABHIYAAN

ફેમિલી ઝોન

ફૂટકોર્ન શું છે અને કેવી રીતે રાહત મેળવી શકાય?

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ચૈત્રી નોરતાં એટલે આપણી ઊર્જા સાથેનાં મૈત્રી નોરતાં..
ABHIYAAN

ચૈત્રી નોરતાં એટલે આપણી ઊર્જા સાથેનાં મૈત્રી નોરતાં..

આપણામાં ઊર્જા તો હોય, પણ એ ઊર્જા નકારાત્મકરૂપે હોય તો? એ ઊર્જા અસંતોષ, ઈર્ષ્યા, લાલચ, વ્યગ્રતા જેવા રૂપમાં હોય તો? તો એ ઊર્જા આપણને ઊલટી ચાલ લઈ જાય છે. આપણી ઊર્જાને યોગ્ય માર્ગે વાળવાનું તપ આપણે કરવાનું હોય છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 20/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર

time-read
6 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
ABHIYAAN

કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં

કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
ABHIYAAN

અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો

અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024