ઈરાનના વાયવ્ય પ્રદેશના સાકેઝ શહેરનું કુર્દશ સુન્ની મુસ્લિમ કુટુંબ પાટનગર તહેરાન આવ્યું હતું. સાથે બાવીસ વરસની સૌથી મોટી દીકરી મહસા અમિની હતી. મહસા ભણવામાં ઘણી હોશિયાર એટલે ઉત્તર-પશ્ચિમી ઈરાનમાં આવેલી પ્રતિષ્ઠિત ઉર્મીઆ યુનિવર્સિટીમાં મહસાને ઍડમિશન મળ્યું હતું. તહેરાનમાં મહસાનાં માસી રહે છે. પાંચ દિવસ માટે તેઓ તહેરાન જોવા અને થોડીઘણી ખરીદી કરવા આવ્યાં હતાં. મહસાના અને માસીના બંને ઘરનાં લોકો પ્રેમાળ અને કુટુંબપ્રિય હતાં અને છે. ગઈ તેરમી સપ્ટેમ્બરના રોજ તેઓ મેટ્રોમાં સવાર થઈ તહેરાનના સેન્ટ્રલ વિસ્તારમાં ગયા અને ત્યાંના જાણીતા તાલેઘાની પાર્કમાં પ્રવેશ્યા. ત્યાં પહોંચીને મહસા એની માસી, માસીની બે દીકરીઓ, નાનો ભાઈ અશ્કન અને એક માસીનો દીકરો મળીને પાંચ જણા સાથે લટાર મારી રહી હતી. તેવામાં કાળાં વસ્ત્રોનો યુનિફોર્મ અને હાથમાં લાકડી ધારણ કરેલા પાંચથી સાત જણ આવી પહોંચ્યા.
મહસા અને એની માસી, માસીનો દીકરો ભાઈઓ સાથે પાર્કમાં ટહેલતાં હતાં તેવામાં હિજાબનો છેડો માથા પરથી થોડો ખસી ગયો હશે. પેલા કાળા વસ્ત્રોધારી લોકો ઈરાનમાં નવી નિમાયેલી ઇસ્લામિક શિષ્ટાચાર અથવા મર્યાદાપાલન (મૉરેલિટી) પોલીસના માણસો હતા. તેઓએ બીજી બે સ્ત્રીઓને વૉર્નિંગ આપી, પરંતુ મહસાને ઇસ્લામિક સભ્યતાના પાઠ ભણાવવા માટે પોલીસ વૅનમાં બેસાડીને સેન્ટર પર લઈ જવા માંડી. માસીએ પોલીસને સમજાવાની ઘણી કોશિશ કરી કે મહસા દૂરના નાનકડા શહેરમાંથી આવે છે. કદાચ એનાથી ભૂલ થઈ હશે તો પણ હવેથી ભૂલ નહીં કરે, મહસાને નવા કાનૂનની જાણ ન હતી વગેરે, પણ પોલીસ એને એવા પુનઃશિક્ષણ કેન્દ્ર પર લઈ ગઈ જ્યાં ઇસ્લામિક સભ્યતાના નવા પાઠ શિખવવામાં આવે છે. મહસાના ભાઈ અશ્કનનું કહેવું છે કે વૅનમાં બેસાડી ત્યારથી જ પોલીસે મહસા સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. મહસાના માસીના દીકરા ઇરફાન મુર્તઝા પણ કહે છે કે પોલીસે મહસાને પકડી ત્યારથી મારવાનું શરૂ કરી દીધું હતું.
Bu hikaye ABHIYAAN dergisinin October 22, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 22, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?