છોટી સી ઉમર મેં હૈ લગ ગયા રોગ
ABHIYAAN|October 01, 2022
ભારતમાં દિનપ્રતિદિન યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ લગાવવાની ઉંમરે યુવા હૈયાં હાર્ટ-ઍટેકના જોખમમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને કોરોના કાળ પછી આ પ્રકારની ઘટનાઓમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ૪૦ વર્ષથી નીચેના યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ૨૯ સપ્ટેમ્બરે જ્યારે ‘વર્લ્ડ હાર્ટ ડે’ આવી રહ્યો છે ત્યારે યુવાનોમાં વધતી આ પ્રકારની સમસ્યાઓનાં કારણો પર નજર ફેરવીએ.
આર્જવ પારેખ
છોટી સી ઉમર મેં હૈ લગ ગયા રોગ

સોશિયલ મીડિયામાં છેલ્લા એક અઠવાડિયામાં જ એવા ત્રણ કિસ્સાઓ વાયરલ થયા છે જે ચિંતા ઊપજાવે તેવા છે. કાશ્મીરમાં એક કાર્યક્રમમાં પાર્વતીનો રોલ કરનાર આર્ટિસ્ટ સ્ટેજ પર જ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. બરેલીમાં એક બર્થ-ડે પાર્ટીમાં ડાન્સ કરતાં કરતાં એક યુવાન ઓચિંતા સંતુલન ગુમાવીને પડી ગયો અને તેનું મૃત્યુ થયું હતું. એ જ રીતે મૈનપુરીમાં ગણેશોત્સવમાં હનુમાનનો રોલ નિભાવનાર યુવકનું પણ આ જ રીતે મૃત્યુ થયું હતું. આ ત્રણેય કિસ્સાઓમાં મૃત્યુનું કારણ સડન કાર્ડિયાક ડેથ હતું. વધુમાં આ ત્રણેય લોકોની ઉંમર પણ ખૂબ નાની હતી. તે જ પ્રમાણે વધુ પ્રચલિત કિસ્સાઓ જોઈએ તો ભાજપના નેતા અને ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટ, પ્રખ્યાત ગાયક કેકે તથા ઍક્ટર સિદ્ધાર્થ શુક્લાનું નિધન પણ હૃદયરોગના હુમલાને કારણે જ થયું હતું. ત્રણેયની ઉંમર પણ પ્રમાણમાં નાની જ હતી.

એક રિપોર્ટ પ્રમાણે છેલ્લાં વીસ વર્ષમાં ૪૦ વર્ષથી નીચેની ઉંમરના યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ ૨૫ ટકા જેટલું વધ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ, યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન દ્વારા ગ્લોબલ બર્ડન ડિસીઝ સ્ટડી નામે એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ અને બ્લડ ક્લોટ થવાના કેસો પ્રતિ લાખની વસતિએ ૨૭૨ છે જ્યારે વિશ્વની એવરેજ ૨૩૫ કેસોની છે. ભારતમાં ૨૫થી ૭૦ની ઉંમરવાળા વર્ગમાં ૨૪.૮ ટકા મૃત્યુ હૃદય સંબંધિત બીમારીઓને કારણે જ થાય છે. ભારતમાં હાલના આંકડાઓ અનુસાર ૪૦%થી વધુ હૃદયરોગીઓની ઉંમર ૪૦થી નીચેની છે. ભારતમાં દર ૩૩ સેકન્ડે એક મોત હાર્ટ-ઍટેકથી થાય છે. યુવાનોમાં હૃદયરોગના હુમલા વધવાનાં અનેક કારણો છે.

This story is from the October 01, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the October 01, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વાર્તા રે વાર્તા... વાત વાર્તારસની
ABHIYAAN

વાર્તા રે વાર્તા... વાત વાર્તારસની

વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતાં, ચપટીક બોર લાવતાં, એક છોકરો રિસાણો, કોઠી પાછળ ભીંસાણો, કોઠી પડી આડી... અરર માડી!!

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

વૃદ્ધાવસ્થામાં પણ રહો શારીરિક અને માનસિક રીતે સ્વાવલંબી

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

ઉનાળોની ગરમીમાં બગીચાનું રક્ષણ કેવી રીતે કરવું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ભારતીયોની મનપસંદ યુનિવર્સિટીઓ

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/03/2024
તેજ-તિમિર
ABHIYAAN

તેજ-તિમિર

અને એક એવોર્ડ ‘કીર્તિ હિસ્ટ્રી’ના નામે

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/03/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

દેખો મગર પ્યાર સે

time-read
8 mins  |
Abhiyaan Magazine 23/03/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પલાશ વનનો પ્રવાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 23/03/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

ઓસ્કર વિજેતા ક્રિસ્ટોફર નોલન અમદાવાદ ગ્રામ્યમાં વિજ્ઞાનના પેપરમાં બે કોપી કેસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/03/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

પોસ્ટ કરો છો? થોભો, પહેલાં એમને પૂછો!

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/03/2024
કલા-સંસ્કૃતિ
ABHIYAAN

કલા-સંસ્કૃતિ

આંતરરાષ્ટ્રીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘શાશ્વતમ' બની વિજેતા

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/03/2024