બાબુના જીવનનું છત્રીસુખ!
ABHIYAAN|September 24, 2022
ઘી પીવામાં દેવું થઈ ગયું હોય અને ઉઘરાણીવાળા રસ્તામાં ભટકાઈ જાય ત્યારે એ નાજુક પળે પેલી છત્રી જ એને બચાવી લે છે. છત્રીએ તો ભલભલાની લાજ રાખી છે
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત'
બાબુના જીવનનું છત્રીસુખ!

‘તમે પલળીને આયા?’ વરસતા વરસાદમાં ઘરમાં પ્રવેશતાં જ બબિતાએ બાબુનો ઊધડો લીધોઃ ‘છત્રી તો લઈને ગયા’તા...’

‘અરે હા યાર...’ માથા પરથી પાણી ખંખેરતાં બાબુએ કહ્યું: ‘છત્રી તો લઈને જ ગયો’તો, પણ’’

‘સિઝનની આ ત્રીજી છત્રી તમે ખોઈને આયા,’ બાબુને ટુવાલ આપતાં એણે રિમાન્ડ ચાલુ રાખ્યા, ‘ચોમાસું પૂરું થતાં તો કોણ જાણે કેટલી છત્રીઓ આ રીતે ખોવાતી રહેશે...'

‘બહુ જીવ નહીં બાળવાનો,’ બાબુએ ગીતાસાર સમજાવ્યો, ‘જે આજે આપણું છે તે ગઈ કાલે આપણું અને નહોતું આવતી કાલે પણ આપણું નહીં હોય... જે આવે છે એ જવા માટે આવે છે. જનારનો શોક નહીં કરવો.’

‘પણ હવે નવી છત્રી ખરીદવી પડશે ને?’

‘એક રીતે તો ખરીદેલી છત્રી જ સારી', બાબુએ ગુમ થયેલી ત્રણેય છત્રીઓનો ઇતિહાસ તાજો કરીને કહ્યું, ‘આપણી પોતાની તો કહેવાય! અને પોતાની છત્રી આ રીતે ખોવાય તો જરા જીવ બળ્યાનો પણ સાચો અનુભવ થાય! સાચું કહે, આ ત્રણેય છત્રીઓ જે આપણાંથી ખોવાઈ...'

‘આપણાંથી નહીં,’ બબિતાએ ચોખવટ કરી, ‘તમારાથી... ત્રણે છત્રીઓ તમે ખોઈને આયા છો.’

“અરે ભ'ઈ આપણે ક્યાં એકબીજાંથી જુદાં છીએ, હું ખોઈને આયો છું બસ!?’ ટુવાલથી કોરા થતાં બાબુએ કહ્યું, ‘જેના માટે પૈસા ખર્ચ્યા હોય એ ખોવાય તો દુ:ખ થાય... વળી એ ત્રણેય છત્રીઓના મૂળ માલિકોએ એક યા બીજા પ્રકારે આ છત્રીઓ ખોઈ નાખી હશે ત્યારે એમને જે દુ:ખ થયું હશે એને વાજબી કહી શકાય. આપણે તો દુ:ખ કરવાનું હોય જ નહીંને!’

‘પણ તમે ભૂલકણા તો છો જ.’ બબિતાએ પત્નીધર્મ ચાલુ રાખ્યો.

‘એટલે તો હું તને લઈને ક્યાંય બહાર જતો નથી', બાબુએ પતિસહજ ધીમા અવાજે કહ્યું, ‘છત્રી ભૂલી જઈએ તો કોઈકનીય ઉપાડી લવાય, પણ.…'

ચોમાસું શરૂ થયું ત્યારથી આજ સુધી બાબુ બૉસે ત્રણ છત્રીઓ ખોઈ નાખી, પણ હકીકતમાં તો મૂળ માલિકોએ ખોઈ નાખી એમ કહેવાય!

ભલે એ ત્રણેય છત્રીઓ બાબુએ ખરીદેલી નહોતી, પણ એ ત્રણેય લાવારિસ છત્રીઓના પાલક બનવાનો જે આનંદ હતો એનું વર્ણન થઈ શકે એમ નથી. એ ત્રણેય છત્રીઓ બાબુ માટે તો સ્વજન બની ગઈ’તી.

This story is from the September 24, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 24, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
કચ્છનું આકાશ પણ કંઈક નવું બતાવવા માગે છે
ABHIYAAN

કચ્છનું આકાશ પણ કંઈક નવું બતાવવા માગે છે

પ્રવાસન કચ્છ એક મોટા ઉદ્યોગની જેમ જ વિકસી રહ્યું છે. પ્રવાસીઓને આકર્ષતાં રણ, દરિયો, ડુંગરની સાથે-સાથે હવે નવા-નવા પ્રકારના પ્રવાસનની શરૂઆત પણ થઈ રહી છે. ટ્રેકિંગ, ક્રિકદર્શન, સમુદ્રદર્શન, સીમાદર્શન જેવા વિવિધ પ્રકારના પ્રવાસનમાં લોકોની રુચિ વધી રહી છે. તેમાં એક તદ્દન નવા પ્રકારનું પ્રવાસન પણ લોકોને આકર્ષી રહ્યું છે, તે છે, આકાશદર્શન - એસ્ટ્રો ટૂરિઝમ: કચ્છનું આકાશ વર્ષનો મહત્તમ સમય નિરભ્ર રહેતું હોવાથી અહીં ગ્રહો, નક્ષત્રો, તારામંડળ, ગેલેક્સી, નિહારિકા વગેરેનું નિરીક્ષણ ખૂબ સારી રીતે થઈ શકે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 13/04/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

બિયાસ કુંડ ટ્રેક, એન એમેચ્યોર ડોઝ ઑફ ટ્રેકિંગ ઇન ધ હિમાલયાઝ

time-read
5 mins  |
Abhiyaan Magazine 13/04/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

સમય સાથે વિવિધ સ્વરૂપે નિખરતી પિછવાઈ ચિત્રકલા

time-read
5 mins  |
Abhiyaan Magazine 13/04/2024
ખુદની પ્રશંસા કરવામાં નેતાઓ આત્મનિર્ભર હોય છે!
ABHIYAAN

ખુદની પ્રશંસા કરવામાં નેતાઓ આત્મનિર્ભર હોય છે!

એ મહાનુભાવનાં ગુણોની શું વાત કરું? વર્ણન કરવા માટે મને શબ્દો નથી મળતા.

time-read
5 mins  |
Abhiyaan Magazine 13/04/2024
ફેમિલી ઝોન બ્યુટી
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી

હોમમેઇડ સનસ્ક્રીન લોશન, ત્વચાનું કરશે રક્ષણ

time-read
2 mins  |
Abhiyaan Magazine 13/04/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સાડી પહેરવી છે પણ ડિફરન્ટ લૂક સાથે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 13/04/2024
આ વખતે રોશન સોટી અને નિર્માતા અસિતમાર મોદી આમને સામનો
ABHIYAAN

આ વખતે રોશન સોટી અને નિર્માતા અસિતમાર મોદી આમને સામનો

‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં' ફરી વિવાદોના વમળમાં :

time-read
2 mins  |
Abhiyaan Magazine 13/04/2024
એપ્રિલ અને અમેરિકા
ABHIYAAN

એપ્રિલ અને અમેરિકા

સોમવાર, ૧ એપ્રિલ, ૨૦૨૪થી લગભગ દરેક પ્રકારના ઇમિગ્રન્ટ બેનિફિટ માટે જે ફાઇલિંગ ફી આપવાની રહે છે, એમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 13/04/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

પંજાબમાં મુખ્તારે આંતર-રાજ્ય માફિયા ગેંગ બનાવી હતી

time-read
3 mins  |
Abhiyaan Magazine 13/04/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

મુખ્તારના ગેંગના સાગરીતોનો જેલમાં જ અંત

time-read
2 mins  |
Abhiyaan Magazine 13/04/2024