ઑફિસમાંથી રવિવારે માંડ છુટકારો મળ્યાના આનંદને હું કૉફીના ઘૂંટ સાથે માણી રહ્યો’તો ત્યાં જ સોસાયટીના સેક્રેટરી બાબુ બૉસ આવ્યા.
‘શું કરો છો?’
‘કૉફી પીઉં છું,’ હજુ તો મેં પહેલો કે બીજો ઘૂંટ લીધો હશે, મેં કહ્યું, ‘તમે તો ચાના બંધાણી, કૉફી શાની ભાવે?’
‘એવું નથી,’ મારી સામે સોફામાં અડિંગો જમાવતાં બાબુભાઈએ કહ્યું, ‘જે સમયે જે મળે એનાથી ચલાવી લેવાનું…’
‘એ તો હું જોતો આવ્યો છું હોં,’ મેં ઘૂંટ ભરતાં કહ્યું, ‘બબિતાબહેનનો આટલો આકરો સ્વભાવ અને તેમ છતાં તમે જે રીતે...’
‘હું વાઇફની વાત નથી કરતો પંડ્યાજી,’ બાબુએ ચોખવટ કરતાં કહ્યું, ‘લાઇફની વાત કરું છું... માણસે લાઇફમાં ઍડ્જસ્ટમૅન્ટ કરતાં શીખવું જોઈએ.'
‘એ બધું એકનું એક જ કહેવાય,’ મેં એક ચૂસકી ભરતાં કહ્યું, ‘બોલો, અત્યારના પહોરમાં કેમ આવવું પડ્યું, છાપું આવ્યું નથી કે શું?’
‘છાપું તો ક્યારનુંય આવ્યું છે... વંચાઈ પણ ગયું, પણ... તમે વાંચ્યું હોય એમ લાગતું નથી.’
‘બસ, આ કૉફી પતે એટલે વાંચવાનું શરૂ કરવાનો જ છું,’ મેં કહ્યું, ‘બોલો, શું આવ્યું છે પેપરમાં?’
‘આવતીકાલે પંદરમી ઑગસ્ટ છે.’ બાબુએ છાપામાં આપેલી પ્રેસનોટ બતાવતાં મને કહ્યું, ‘આપણી સોસાયટીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે અને તમે હજુ ન્હાયાય નથી?’
‘ધ્વજવંદનનો કાર્યક્રમ આજે રાખ્યો છે?’ મને આશ્ચર્ય થયું, ‘પંદરમી ઑગસ્ટ તો આવતીકાલે છે!’
‘હા, પણ જે સ્થાનિક નેતાના હાથે આપણે ધ્વજવંદન કરાવવાનું છે એમનો એવો આગ્રહ હતો કે પંદરમી ઑગસ્ટના આગલા દિવસે કાર્યક્રમ રાખીએ તો એ પધારે...’
“નેતાને કહેવું’તું ને કે ધ્વજવંદન ભારતમાં કરવાનું છે, પાકિસ્તાનમાં નહીં, પાકિસ્તાનમાં ૧૪મી ઑગસ્ટે હોય...’’ મેં સહેજ અકળાઈને કહ્યું, ‘જ્યાં વેતા વગરના નેતા હોય એ સમાજને ભગવાન બચાવે. કેટલા વાગ્યે ધ્વજવંદન રાખ્યું છે?’
‘નવ વાગ્યે,’ બાબુએ ભીંત પરનું ઘડિયાળ જોઈને કહ્યું, ‘પોણા નવ તો થઈ ગયા..’
この記事は ABHIYAAN の August 20, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の August 20, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?