સહ્યાદ્રિએ નિક્કીને ફોન કરીને ફટાફટ રિવરફ્રન્ટ બોલાવી લીધી. નિક્કીને એમ કે સહ્યાદ્રિને પાછો પૅનિક ઍટેક શરૂ થયો હશે, એ પાછી કોઈ આડુંઅવળું પગલું ન ભરી લે, એટલે એ ઑફિસથી ભરબપોરે દોડતી આવી. રિવરફ્રન્ટની પાળ પર બેસીને સહ્યાદ્રિ શેકેલી સિંગ ખાતાં ખાતાં ઊંડું વિચારી રહી હતી. નિક્કીએ પૂછ્યું કે આટલું બધું શું અરજન્ટ હતું? તો સહ્યાદ્રિએ કહ્યું, ‘નિક્કી, તને આરુષ યાદ છે?’ નિક્કીએ કહ્યું કે, ‘યાદ હોય જ ને. તારો સાત વર્ષ બોયફ્રેન્ડ રહેલો. જેની સાથેના બ્રેકઅપ પછીથી તો તું આ વારંવાર પૅનિક ઍટેકની બીમારીથી પીડાય છે, સાઇકિયાટ્રિસ્ટની દવા ખાય છે. એને તો કેવી રીતે ભૂલી શકું હું!' નિક્કીના શબ્દો સાથે આંખોમાં પણ આક્રોશ ઝળકી ઊઠ્યો. એ સત્ય જ છે કે તમારા સૌથી અંગત માણસો તે પરિવારના હોય કે મિત્રો, તેમને તમારી સાથે ખોટું કરનાર વ્યક્તિ પ્રત્યે તમારા પોતાના કરતાં વધુ નફરત અને નારાજગી થતી હોય છે. નિક્કીનું પણ એવું જ હતું. સહ્યાદ્રિ ફરી બોલવા લાગી.
‘હમણાં એનો જૂનો પાકો ભાઈબંધ સનમ મળેલો. એણે કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં મારી સાથે જ્ઞાતિનું કારણ આગળ ધરીને છૂટો પડેલો આરુષ બે વર્ષ પહેલાં એક બીજી જ્ઞાતિની છોકરીને પરણી લાવ્યો છે. તે છોકરી માટે આરુષ તેનાં મમ્મી-પપ્પા સાથે પણ લડી પડેલો. છ મહિના લગ્ન પછી અલગ રહેલો. અત્યારે સારું છે, ભેગાં રહે છે, પણ તે છોકરીને આરુષ બહુ સારી રીતે રાખે છે, તેમનો એક દીકરો પણ છે. મને નવાઈ લાગી કે આ એ જ આરુષ છે જે તેનાં મમ્મીનો એક ફોન આવતા ગભરાઈ જતો અને અમારી ડેટ અધવચ્ચે છોડીને જતો રહેતો? તેનાં મમ્મીએ આત્મહત્યા કરવાની ધમકી આપેલી એટલે એ લાગણીમાં તણાઈને અમારી સાત વર્ષની રિલેશનશિપ તોડીને જતો રહ્યો હતો અને તે પછી એક વાર પણ મારો સંપર્ક કરવાનો પ્રયત્ન નહોતો કર્યો. એ જ છોકરો કોઈ બીજી સાવ નવી છોકરી, જે મારા કરતાં અડધો સમય પણ તેની સાથે ના રહેલી હોય તેના માટે મમ્મી-પપ્પા સાથે લડી લે એ મને માન્યમાં આવતું નથી, નિક્કી! આ તો એવું જ થયું ને કે મારા પ્રેમમાં ક્યાંક કચાશ રહી ગઈ?!’
Bu hikaye ABHIYAAN dergisinin August 20, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 20, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?