તેમસુતુલા ઈમસોંગ: ગંગા ઘાટે ધખાવી છે સફાઈની ધૂણી
Chitralekha Gujarati|January 17, 2022
વારાણસીની સંસ્કૃતિથી ઘણી જુદી પડતી પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિમાંથી આવતી એક યુવતી કેવી રીતે કાશી નગરીના પ્રેમમાં પડી ગઈ? આ નગરીનાં ધાર્મિક તથા પ્રાચીન માહાભ્યને બદલે હાલની સુંદરતા અને ભવ્યતાને જાળવી રાખવા કેવી રીતે ઉપાડી એણે ઘાટની સફાઈ ઝુંબેશ? જાણીએ, એની જ પાસેથી એની દિલચસ્પ કહાણી.
મોના શેઠ

૩૧ માર્ચ, ૨૦૧૫ના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક ટ્વીટ કરે ટ્વીટમાં વડા પ્રધાન ગંગા ઘાટની સફાઈ કરતી એક ટીમ અને એની આગેવાન યુવતીને બિરદાવે છે. એ ટીમની આગેવાની કરી રહી છે ૨૮ વર્ષની એક યુવતી. ન તો આ યુવતી મોક્ષદાયિની નગરી કાશીની રહેવાસી છે કે ન તો ગંગા ઘાટોની પ્રાચીન ધાર્મિક પરંપરા સાથે એ કોઈ રીતે સંકળાયેલી છે. એ યુવતીએ તો કાશીથી આશરે ૧૫૦૦ કિલોમીટર દૂર પોતાના વતનથી અહીં આવી ગંગાતટે એક અનોખી ધૂણી ધખાવી છે. એ ધૂણી ધર્મની નહીં, સફાઈની છે અને એ પણ મોક્ષકામનાથી નહીં, પણ કાશીપ્રેમથી પ્રેરાઈને.

વેલ, નામ છે એનું તેમસુતુલા ઈમસોંગ. આજે વિશ્વભરમાં એની ચર્ચા થઈ ચૂકી છે ગંગા ઘાટોની સફાઈ માટે. મિત્રો સાથે મળીને થોડા જુદા હેતુથી એણે સ્થાપેલી સાકાર સંસ્થા ધીમે ધીમે કેવી રીતે ગંગાસફાઈની ઝુંબેશમાં બદલાઈ એની રસપ્રદ કહાણી તેમસુતુલાના શબ્દોમાં જ માણીશું.

પ્રિયદર્શિની તેમસુતુલા ઈમસોંગને મળવા દિવ્ય કાશી નગરી ઉર્ફે વારાણસી ઉર્ફે બનારસના પ્રસિદ્ધ અસ્સી ઘાટે પહોંચી જાય છે અને અહીં સુબહ-એ-બનારસ માણતાં માણતાં, બે કુલ્હડ ચાયની ચૂસકી લગાવતાં લગાવતાં એની સાથે જે વાતચીતનો દોર આરંભાય છે એ રસપ્રદ અને પ્રેરણાદાયી બની રહે છે.

ભારતના દૂર પૂર્વ પટ્ટાના નાગાલેન્ડમાં ઊછરી અને દિલ્હીમાં રહી હોવા છતાં તેમસુતુલાને વારાણસી અત્યંત પ્રિય છે. એનું કારણ પૂછતાં એ આ શબ્દોમાં જવાબ આપે છે:

'કાશી તો મને, આપણને આપણા અસ્તિત્વ સાથે જોડતું હોય એવું શહેર લાગે છે. અહીં ગંગાને નિહાળવી, ઘાટ પાસે ચાલવું, પગથિયે બેસીને ગંગા આરતી જોવી એ બધું ખૂબ મજેદાર છે. મારા મતે અહીં પહેલી વાર આવનારી વ્યક્તિ જો આ શહેરના પ્રેમમાં ન પડે તો એણે તરત ડૉક્ટરને બતાવવાની જરૂર છે!'

સાકારની શરૂઆત વિશે તેમસુતુલા ઈમસોંગ કહે છે:

'દિલ્હીમાં અમે મિત્રોએ સાથે મળીને સાકાર સેવા સમિતિ નામે સંસ્થા શરૂ કરી હતી. વારાણસી પાસેના કટારિયા ગામમાં આ સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સંસ્થાનું મુખ્ય કામ હતું ગામડાંઓમાંથી લેબર માઈગ્રેશન અટકાવવાનું ગામડાંઓમાંથી લોકો રોજગારની શોધમાં શહેર તરફ આવે છે અને ધીમે ધીમે પોતાની સમગ્ર સંસ્કૃતિથી વિખૂટા પડે છે. જો એ લોકોને ગામમાં જ રોજગારી મળી રહે તો એ શહેરમાં ન આવે અને શહેરમાં પણ ભીડ ઓછી થાય. જો ગામમાં જ રોજગારીની તક ઊભી થાય તો આ બધી સમસ્યા ઉકેલાય. એ જ અમારી સંસ્થાનો હેતુ હતો.'

ગ્રામ્ય રોજગાર તરફથી સાકારની ગાડી ગંગાસફાઈ તરફ કેવી રીતે ફંટાઈ એનું રહસ્ય ખોલતાં તેમસુતુલા જણાવે છે:

'એ સમયે મેં દિલ્હીની કૉર્પોરેટ જૉબ છોડીને નાગાલેન્ડમાં જઈ સાકારની પ્રવૃત્તિ કરવાનું નક્કી કરી લીધું હતું. નાગાલેન્ડમાં કામ કરવાની શરૂઆત પણ કરી દીધી હતી. પાંચેક મહિના અવરજવર કરીને અમારા ગામમાં કામ આરંભ્યું જો કે ર૦૧રના નવેમ્બરમાં અમારી સંસ્થાની વાર્ષિક મીટિંગ વારાણસીમાં મળી. એ સમયે વારાણસી જવાનું થયું અને બસ, એ મારા જીવનનો ટર્નિંગ પૉઈન્ટ સાબિત થયો.'

સાકાર સેવા સમિતિ’ની મીટિંગ માટે વારાણસી આવવાનું થયું... અને એ એક મુલાકાતે મને આ નગરીની બનાવી દીધી. જો કે આ એ વિચારે અમે આ ઝુંબેશ આદરી.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

હેરિટેજનો રંગ લાગ્યો રે..

અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે. અહીં વિશ્વની અજાયબીરૂપ સિદી સૈયદની જાળી અને ઝૂલતા મિનારા ઉપરાંત દરવાજા, વાવ, મસ્જિદ, રોજા, હવેલી, પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો, વગેરે સ્થાપત્યો છે

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

હે રામ, આ વેચાય?

આવો છે જોનનો ખજાનો!

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

સેવાનું વિરાટ આકાશ

યુવાનીમાં તગડી કમાણી કર્યા પછી ૫૦-૬૦ વર્ષની ઉંમરે ગરીબોનું ભલું કરવા સમાજસેવામાં ઝુકાવું એના કરતાં અત્યારથી જ કેમ નહીં

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

સૃજનાનું સર્જન

સૃજનામાં ૧૬ જણાનો સ્ટાફ: જ્યોતિકા અને વૈશાલી આ ટ્રસ્ટનાં સંસ્થાપક હોવા છતાં માલિક નથી એટલે સંસ્થાના કર્મચારી તરીકે પગાર લે છે

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

સાચું બોલીને સપડાવાની કળા

જુઠ્ઠું સહન ન કરી શકનારા લોકો સાથે કામ કેમ કરવું?

1 min read
Chitralekha Gujarati
May 16, 2022

સહયોગથી લોકસહયોગ સુધી..

અલ્પેશે ૨૦૧૬માં છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં ગામોના ડુંગરા ભીલ આદિવાસીઓને મળી એમની ઈચ્છા મુજબ કુકરદા ગામમાં છાત્રાલય શરૂ કર્યું

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

સત્ત્વશીલ સર્જકને સમ્માન..

દિનકરભાઈ સ્ટેજ પરથી ફરિયાદ કરે છે કે કમનસીબે ગુજરાતી સાહિત્ય અન્ય ભાષાઓમાં પહોંચી શક્યું નથી

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

વિનોદ જોશીને સૈરન્ધ્રી માટે નર્મદ ચંદ્રક

કોરોના કાળનાં બે વર્ષ વિનોદભાઈ ઑસ્ટ્રેલિયા રહ્યા એમાં એમણે સૈરન્ધ્રીનો હિંદી અનુવાદ કર્યો. તેના પરથી ઓડિયામાં પણ અનુવાદ કાર્ય પૂર્ણ થયું છે. જ્યારે તેલુગુ, મૈથિલી, બંગાળી અને ઈંગ્લિશ ભાષામાં અનુવાદ થઈ રહ્યા છે

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

મ્યુચ્યુઅલ ફંડઃ ૨૫ વરસ, ૧૦ વરસ અને બે વરસ..

મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં કેટલાં વરસે કેવું વળતર મળે છે એવો સવાલ રોકાણકારોને થતો હોય તો આ રહ્યા એના જવાબ.

1 min read
Chitralekha Gujarati
May 23, 2022

વડોદરાની વિદ્યાર્થિની પહોંચી પાર્લામેન્ટમાં!

આ બેઠક માટે દેશની ૧૫૫ યુનિવર્સિટીના ૫૦,૦૦૦ સ્ટુડન્ટ્સમાંથી ૧૪૪ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા

1 min read
Chitralekha Gujarati
May 23, 2022
RELATED STORIES

TRIPLE PLAY

CARRYING THESE 3 TYPES OF KNIVES IS A WINNING COMBINATION

6 mins read
American Outdoor Guide
May 2022

DIVER DOWN

5 GREAT AMERICAN SNORKELING SPOTS

6 mins read
American Outdoor Guide
May 2022

EASY CARRY

THIS NEW SLING PACK FROM ALPS OUTDOORZ DOES MORE THAN TALK TURKEY

5 mins read
American Outdoor Guide
May 2022

SCREAMING FOR ATTENTION

PACK WHAT YOU'LL NEED TO SIGNAL FOR HELP IF YOU GET LOST OR INJURED

7 mins read
American Outdoor Guide
May 2022

BUSHCRAFT BEDS

GET OFF THE GROUND AND INTO COMFORT WITH THESE DIY WILDERNESS BEDS

5 mins read
American Outdoor Guide
May 2022

Bet On It

A Silicon Valley-backed startup wants to bring Wall Street-style trading to the outcome of events. Some regulators say that’s a terrible idea

10+ mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Killer Heat Is Here

The record temperatures ravaging India are a warning of global catastrophes to come

4 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Opening the Spigot

Conservatives want to limit social media companies’ power to control content

5 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Expanding Access to Mind Expansion

Companies offer guided drug trips on jungle retreats, at city clinics, and in your living room

4 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)

Europe's Travel Rebound Wobbles

A staffing crisis at airlines, airports, and even the Chunnel left some operators overwhelmed

4 mins read
Bloomberg Businessweek
May 30 - June 06, 2022 (Double Issue)