પરવાળાની સૃષ્ટિમાં મગ્ન બની છે આ પુણેરી ગર્લ
Chitralekha Gujarati|October 04, 2021
ત્રણ વરસની કુમળી ઉંમરે એ દરિયા તરફ આકર્ષાઈ ગઈ ત્યારે એને કલ્પના પણ નહોતી કે એક દિવસ આ જ આકર્ષણ અને અનોખી સિદ્ધિ તરફ દોરી જશે. આજે લક્ષદ્વીપ ટાપુઓ જેવી મહત્ત્વની કોરલ સાઈટના ચુનંદા નિષ્ણાત અભ્યાસુઓમાં એની ગણતરી થાય છે. ચાલો, જાણીએ એની દરિયાઈ સફરની ગાથા.
નિકિતા શાહ

અનેરી રુચા ક૨કરે

એના દાદા કે.વી. પેશ્વા ભૂસ્તરવિજ્ઞાની, દાદી જયશ્રી કરકરે દિવ્યાંગ બાળકોનાં સંવેદનશીલ શિક્ષિકા, માતા મોહિની કરકરે ઈન્ડોલૉજીનાં ઊંડાં અભ્યાસુ. ટૂંકમાં, એની આસપાસનું વાતાવરણ જ્ઞાન અને શિક્ષણના પ્રોત્સાહનનું હતું. જો કે એને ઘેલું વળગ્યું અફાટ સમુદ્રનું અને એ પાછળ કારણ પણ એવું જ અફાટ હતું.

એક તરફ પરિવારજનો સાથે બાળપણથી ઐતિહાસિક ધરોહરોની મુલાકાતોના અનુભવ રુચાના બાળમન પર ઊંડો પ્રભાવ છોડતા હતાતો બીજી તરફ દાદી વિશેષ જરૂરત ઘરાવતાં બાળકોને વિશેષ ઉપાયો કરીને શિક્ષણ આપતાં, એ જોવાના લહાવાએ રુચાના વ્યક્તિત્વ પર જુદી જ અસર છોડી. જો કે રુચાની આ ગાળામાં આશ્ચર્ય એ જ વાતનું થાય કે પુણે શહેરના એક ખૂણે પુસ્તકોના ઢગલાવાળા પરિવારમાં ઊછરતી રુચાને દરિયાનું ઘેલું કેવી રીતે લાગ્યું?

એનો જવાબ છે પિતા કૅપ્ટન પ્રકાશ એન. કરકરે.

રુચાના પિતા મર્ચન્ટ નેવી સાથે સંકળાયેલા હતા. રુચા એમની સાથે જહાજમાં સફર કરે અને પિતાનો દરિયાઈ સહવાસ માણે. ત્રણ વરસની નાની ઉંમરે પહેલી વાર જહાજમાં પપ્પા સાથે લંગરાયેલી રુચાના કુમળા માનસ પર સમુદ્રની અસીમતા એવી અંકિત થઈ ગઈ કે એણે આજ સુધી દરિયામાં ડૂબકી લગાવવાનું બંધ નથી કર્યું.

ત્રણ વરસની નાની રુચાએ એમના જહાજની સાથે બાજુ માં વહેલ માછલીઓને ટહેલતી જોઈ હતી. એ દૃશ્ય આજે પણ એના મનનો ક્બજો છોડવા તૈયાર નથી. યુરોપ, દક્ષિણ આફ્રિકા અને જપાન એમ જુદી જુદી દિશામાં લાંબા પ્રવાસ માટે પિતાએ અવારનવાર દરિયો ખેડવા નીકળવું પડે, જેના અનુભવોનો ખજાનો રુચા સામે ખૂલતો. નાનકડી રુચાના મનમાં દરિયાનું ભારે આકર્ષણ જામેલું જોઈ આખો કરકરે પરિવાર પછી તો રજાના દિવસો બને ત્યાં સુધી દરિયાકિનારે જ ગાળતો થઈ ગયો. ઉનાળાના વૅકેશનમાં ગોવાના દરિયાકિનારે તંબુ તણાયેલા હોય, ત્યાં મોજાં સાથે તણાઈ આવતી દરિયાઈ પ્રજાતિઓને સમજવામાં રુચાને અનાયાસ રસ પડવા લાગ્યો.

રુચા કરકરે પ્રિયદર્શિનીને કહે છે:

‘નાનપણમાં જ મારો દરિયા સાથે સંબંધ બંધાઈ ગયો હતો. એ સમયે પિતા સાથે દરિયો ખેડતી વખતે જહાજના તૂતક પર બેસીને મરીન લાઈફ મતલબ કે સમુદ્રી જીવનની સમજણ કેળવતી ગઈ. જહાજમાં બેસીને કલાકો સુધી દરિયાનું અવલોકન કર્યા કરવું અને પિતા સાથે વાતો કર્યા કરવી એ મારા માટે શિક્ષણનાં પહેલાં પગથિયાં હતાં. ભરતી-ઓટ, ફોસ્ફરસેન્સ, વહેલ-ડૉલ્ફિન, જેલીફિશ અને પરવાળા, વગેરે દરિયાઈ માહિતીઓનો ભંડાર તો બાળપણના એ દિવસોમાં જાતઅનુભવથી ભેગો થવા જ લાગ્યો હતો, કિશોરાવસ્થામાં મેં દરિયાઈ જીવનચક્ર અને પર્યાવરણ વિશે જાણવા પર ધ્યાન આપ્યું. આમ એક રીતે કહીએ તો દરિયાઈ ક્ષેત્રમાં અભ્યાસનો તખ્તો તો બાળપણથી કિશોરાવસ્થા સુધીમાં જ રચાઈ ગયો હતો, પણ..”

રુચા અટકીને ઉમેરે છે:

‘જો કે ૨૦૦૭માં આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત મારા માટે જીવનને નિર્ણાયક વળાંક સાબિત થઈ.”

રુચાનું પ્રાથમિક શિક્ષણ અને ઉછેર પુણેમાં થયાં છે. પુણેની જાણીતી ફર્ગ્યુસન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવીને એ ટ્રોપિકલ મરીન બાયોલૉજીમાં માસ્ટર્સ કરવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. ત્યાંથી પરત આવીને એણે મસૂરના નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન (એનસીએફ) સાથે કામ કરી પીએચ.ડી. પૂરું કર્યું.

૩૫ વર્ષની રુચા વાતને આગળ વધારતાં કહે છે?

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

હાથ કી સફાઈ...

વસતિદીઠ ચોરીની ઘટનામાં બેલ્જિયમ, સ્વીડન અને ઉરુગ્ધ પહેલા ત્રણ સ્થાને છે. નેપાળનો નંબર છેલ્લેથી ત્રીજો છે. એનું કારણ દેખીતું છે, જ્યાં ગુરખા વધુ ત્યાં ચોરી ઓછી!

1 min read
Chitralekha Gujarati
October 25, 2021

સચીને લિવ-ઈન પાર્ટનરને કેમ પતાવી દીધી?

...લિવ-ઈન પાર્ટનર હિના ઉર્ફે મેંદી પેથાણી સાથે આઠ ઓક્ટોબરે ઝઘડો થતાં વડોદરાના દર્શનમ ઓએસિસ ફ્લેટમાં એનું ગળું દાબી દીધું હતું અને લાશ ઘરમાં મૂકીને નીકળી ગયો હતો. પછી એણે પ્રિયાંશને પેથાપુરમાં છોડી દીધો હતો.”

1 min read
Chitralekha Gujarati
October 25, 2021

શું છે આ નૅશનલ લેન્ડ મોનેટાઈઝેશન?

‘ઍર ઈન્ડિયા’ આખરે ‘ટાટા ગ્રુપ’ને વેચવાનું પગલું લઈ સરકારે પોતાનો બોજ તો દૂર કર્યો, પરંતુ સાથે સાથે દેશના હિતમાં નાણાભંડોળ પણ ઊભું કર્યું. એ જ રીતે સરકાર હવે એના હસ્તકની ફાજલ જમીન વેચી કે લીઝ પર આપીને મોટી રકમ ભેગી કરશે.

1 min read
Chitralekha Gujarati
October 25, 2021

શુદ્ધ કરીએ લોકમાતાને...

વિશ્વામિત્રીની આ છે હાલતઃ શહેરની વચ્ચેથી વહેતી આ નદીમાં રપ૦ જેટલા મારે છે એ જાણીનેય ઘણાને અજ થાય છે

1 min read
Chitralekha Gujarati
October 25, 2021

વનપ્રવેશ પછી માતાને તાણાવાણા જોડવામાં દીકરીએ ચીંધી રાહ

એને શોખ કહો કે એક પ્રકારની લગન કે ધૂન, નાનપણથી પોતાનાં કપડાં જાતે ડિઝાઈન કરવાની સૂઝના બખૂબી ઉપયોગ દ્વારા આ ગૃહિણીએ કર્યો એક પ્રયોગ... અને સોશિયલ મિડિયાના માધ્યમથી પુત્રીએ એમનાં વસ્ત્રો પહોંચાડ્યાં દૂર-દેશાવર.

1 min read
Chitralekha Gujarati
October 25, 2021

મુંબઈની આ અન્નપૂર્ણા સેવાનું શું થયું?

હજી હમણાં સુધી લાખો મુંબઈગરાનું પેટ ભરતા આ ટિફિનવાળાઓની રોજી-રોટી કોરોનાએ છીનવી લીધી એટલે મુંબઈની ઓળખ સમા ટિફિન-ડબ્બાવાળાને હમાલી, રિક્ષાસવારી કે ખેતી જેવાં કામ શરૂ કરવાં પડ્યાં છે.

1 min read
Chitralekha Gujarati
October 25, 2021

લિખ લે તું રામ કા નામ...

દર્શન પારખઃ સમ રામ ભજ લે રે મનવા...

1 min read
Chitralekha Gujarati
October 25, 2021

માતાજીનો અદ્દભૂત શણગાર આંગી

માતાજીના વસ્ત્રાલંકાર માટે કાગળની કળાત્મક આંગી બનાવવાનો પરંપરાગત કળાવારસો અમદાવાદની ત્રણ મહિલા હજી સાચવીને બેઠી છે. હવે લુપ્ત થતી જતી બસ્સો વર્ષ જૂની આ હસ્તકળાને સાચવવી હશે તો વ્યક્તિગત કદરદાનો અને કળાસંસ્થાઓએ આગળ આવવું જ પડશે.

1 min read
Chitralekha Gujarati
October 25, 2021

પીડામાં રાહતનો રાહ

ડૉ. કિરણ પટેલ: આ સર્જરી પછી અમુક દર્દી તદ્દન સામાન્ય જીવન જીવી શકે છે.

1 min read
Chitralekha Gujarati
October 25, 2021

પુત્ર માટે પ્રધાનનો ભોગ?: ભાજપની અવઢવ...

આરોપી આશિષ મિશ્રાની ધરપકડમાં વિલંબ સામે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસી કાર્યકરોનો વિરોધ.

1 min read
Chitralekha Gujarati
October 25, 2021
RELATED STORIES

WORKERS FED UP WITH NIGHTS, WEEKENDS SEEK FLEXIBLE SCHEDULES

After struggling to hire workers for its outlet store in Dallas, Balsam Hill finally opened on Sept. 1. But the very next day, the online purveyor of high-end artificial holiday trees was forced to close after four of its five workers quit.

2 mins read
Techlife News
Techlife News #521

TRUMP ANNOUNCES LAUNCH OF HIS VERY OWN SOCIAL MEDIA SITE

Nine months after being expelled from social media for his role in inciting the Jan. 6 Capitol insurrection, former President Donald Trump said this week he’s launching a new media company with its own social media platform.

3 mins read
Techlife News
Techlife News #521

VIRGINIA EXPECTS $2B IN PUBLIC-PRIVATE BROADBAND FUNDING

Virginia has received a record number of local and private sector applications to match state investments in broadband connectivity and the state expects more than $2 billion in total broadband funding, Gov. Ralph Northam announced this week.

1 min read
Techlife News
Techlife News #521

NETFLIX POSTS HIGHER 3Q EARNINGS, SOLID SUBSCRIBER GROWTH

Netflix posted sharply higher third-quarter earnings thanks to a stronger slate of titles, including “Squid Game,” the dystopian survival drama from South Korea that the company says became its biggest-ever TV show.

2 mins read
Techlife News
Techlife News #521

TESLA HITS RECORD PROFIT DESPITE PARTS SHORTAGE, SHIP DELAYS

Record electric vehicle sales last summer amid a shortage of computer chips and other materials propelled Tesla Inc. to the biggest quarterly net earnings in its history.

4 mins read
Techlife News
Techlife News #521

RIGHT ON CUE: NBA FINDS HIGH TECH OPTION FOR VIRUS TESTING

If so inclined, an NBA player could now test himself for the coronavirus and get results on his phone in no more than 20 minutes.

2 mins read
Techlife News
Techlife News #521

SENATOR ASKS FACEBOOK CEO TO TESTIFY ON INSTAGRAM AND KIDS

The senator leading a probe of Facebook’s Instagram and its impact on young people is asking Facebook CEO Mark Zuckerberg to testify before the panel that has heard farreaching criticisms from a former employee of the company.

3 mins read
Techlife News
Techlife News #521

COMPANY BEHIND TETHER ‘TOKEN' FINED $41M BY US REGULATORS

The company behind a digital token called Tether has agreed to pay $41 million to settle charges that it misled investors by claiming the token was fully backed at all times by U.S. dollars and other fiat currencies

1 min read
Techlife News
Techlife News #521

FACEBOOK PLANS TO HIRE 10,000 IN EUROPE TO BUILD ‘METAVERSE'

Facebook said it plans to hire 10,000 workers in the European Union over the next five years to work on a new computing platform that promises to connect people virtually but could raise concerns about privacy and the social platform gaining more control over people’s online lives.

3 mins read
Techlife News
Techlife News #521

PAWN STARS' CHUMLEE SHEDS 160 LBS OF FAT

Gastric sleeve works miracle

1 min read
Globe
November 01, 2021