સરકારી સ્કૂલ સ્માર્ટ હોઈ શકે?
Chitralekha Gujarati|August 09, 2021
બોલો, તમે કલ્પી શકો કે મ્યુનિસિપલ કે સરકારી સ્કૂલમાં ઍડમિશન માટે વડીલો કોઈ સાંસદ, ધારાસભ્ય કે મંત્રીની ભલામણચિઠ્ઠી માગે? અમદાવાદમાં મહાપાલિકાએ શરૂ કરેલી સ્માર્ટ સ્કૂલનો માહોલ જોયા પછી એવી સ્થિતિ ઊભી થઈ છે. કોરોનાની બીમારી તો એક નિમિત્ત છે જ, પણ આ સ્માર્ટ સ્કૂલનાં શિક્ષણની સુધારેલી ગુણવત્તા એ પાછળનું મહત્ત્વનું કારણ છે.
મહેશ શાહ (અમદાવાદ)

આ અમદાવાદની એક સ્કૂલ છે. અહીં વાઈ-ફાઈ કલાસમાં ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ટીચિંગ ડિવાઈસથી શિક્ષણ આપવામાં આવે છે. બાળકો માટે લેપટૉપ છે. ફ્યુચરિસ્ટિક કહી શકાય એવા કલાસ રૂમમાં કલરફુલ ફેન્સી બેન્ચ છે. થ્રી-ડી એજ્યુકેશનલ ચાર્ટ તથા ભૂલકાંઓને જૉયફુલ લર્નિગ આપવા ૩૬ પ્રકારનાં ઉપકરણ અને આઉટડોર મલ્ટિ-પ્લેસ્ટેશન, વગેરે છે. સ્કૂલમાં મેપ્સ અને સાયન્સ લેબ, પ્લેનેટોરિયમ છે... અને હા, આખું શાળા સંકુલ સીસીટીવીથી સજજ છે.

આ વાંચીને તમને લાગતું હોય કે આ કોઈ પ્રાઈવેટ સ્કૂલ છે તો કહેવા દો કે તમે જે માનો છો એ ખોટું છે. આ સ્કૂલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની છે. અમદાવાદમાં આવી આઠ સ્માર્ટ સ્કૂલ બની છે.

મહાપાલિકાકે અન્ય કોઈ પણ સરકારી ઉપક્રમની સ્કૂલ કે હૉસ્પિટલ હોય એટલે આપણામાંથી મોટા ભાગના લોકો નાકનું ટીચકું ચડાવે. સરકારનું જે હોય એ ઊતરતી કક્ષાનું જ હોય એવી છાપ જનમાનસમાં ઘર કરી ગઈ છે. અમુક અંશે એ સાચી પણ હશે, પરંતુ હવે સાવ એવું રહ્યું નથી.

હજી થોડાં વર્ષ પહેલાં અમુક મ્યુનિસિપલ શાળામાં કોઈક શિક્ષિકા ભરતગૂંથણ કરતાં, શાક સમારતાં કે અંગત કામ કરતાં હોય એવું ઘણી વાર જોવા મળતું. એ ઉપરાંત, શાળામાં વિષયશિક્ષક, ઉચ્ચ શિક્ષિત શિક્ષકો અને સુવિધાનો અભાવ હતો. અત્યારે સ્થિતિ એવી છે કે માત્ર અમદાવાદની જ મ્યુનિસિપલ સ્કૂલના ઓછામાં ઓછા પચ્ચીસ શિક્ષક પીએચ.ડી.ધારક છે!

સરકારી અને મ્યુનિસિપલ શાળામાં મત શિક્ષણ આપવામાં આવતું હોવાથી ઘણા લોકો માને છે કે આ સ્કૂલ્સમાં ગરીબ અને શ્રમિકોનાં બાળકો જ ભણે તથા મફતિયા ભણતર સારું ન હોય. હવે આ આંકડા જુઓ. વર્ષ ૨૦૧૪૧૫માં ખાનગી સ્કૂલનાં ૪૩૯૭ બાળકોએ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ લીધો. એ પછીનાં સાત વર્ષમાં ખાનગી સ્કૂલનાં આશરે ૩૭,૦૦૦ બાળકો મ્યુનિસિપલ સ્કૂલ તરફ વળ્યાં. આ વખતે પહેલા ધોરણમાં જ ૧૯,૬૦૦ તો બેથી આઠ ધોરણમાં ૩૬૦૦ બાળકને ઍડમિશન આપ્યાં. હજી આ સંખ્યા વધે એવી પૂરી શક્યતા છે.

મ્યુનિસિપલ કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કેમ વધી રહી છે?

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

સરકારી બેદરકારીના રન-વે પર આફતનું લૅન્ડિંગ!

નિવાસી ક્રિપિયા ધ્યાન દીજિયે... આપકો સૂચિત કિયા જાતા હૈ કિ તકનિકી ખરાબી કે કારણ સુરત ઍરપોર્ટ પર વિમાન કી આવાજાહી મેં બાધા રૂપ ઈમારતેં તૂટ સકતી હૈ... હવે આ કમનસીબ રહેવાસીઓને અદાલત નામની પેરેશૂટ જ બચાવી શકશે.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

સ્ટૉક માર્કેટની તેજીનો ટ્રેન્ડ તૂટશે ખરો?

આ સવાલ બજારમાં સતત ફરી રહ્યો છે, પણ જવાબ મળતો નથી, કારણ કે તેજીની ઈમ્યુનિટી મજબૂત થતી જાય છે અને મંદી કોરોનામાં ક્વોરન્ટાઈન થઈ ગઈ છે. જો કે રોકાણકારોએ પોતાનાં આર્થિક સ્વાથ્ય માટે ચોક્કસ સાવચેતી રાખવી પડશે.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

સુપ્રીમ કોર્ટમાં બન્યાં ગુજરાતનાં પ્રથમ મહિલા જજ

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિયુક્તિ પામનારાં બેલાબહેન એ ગુજરાત હાઈ કોર્ટનાં પ્રથમ મહિલા જજ.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

વૈવાહિક બળાત્કારનો વકરતો વિવાદ...

બળાત્કાર કાયદેસર થઈ શકે? અથવા લિગલ રેપ જેવું કંઈ હોય ખરું? હમણાં કોર્ટના એક ચુકાદા બાદ આવું ચર્ચાઈ રહ્યું છે. સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડતા મેરિટલ રેપને કેમ સજાપાત્ર ગુનો ગણવામાં નથી આવતો?

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

વિક્રમની હારમાળા... લાઈબ્રેરીના નામે!

કોવિડ દરમિયાન વિવિધ વિષયોનું ૧૪ દિવસ સુધી રનિંગ ઓફલાઈન બુક એકિઝબિશન, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ૭૫ સ્વાતંત્ર્યસેનાનીનું લોન્ગસ્ટ વર્ચ્યુઅલ એક્ઝિબિશન

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

વરદી બહારની ફરજ

ગરીબીને કારણે મુંબઈની એક યુવતીએ આત્મહત્યા કરી એ પછી ભાવુક બની ગયેલા તપાસનીશ પોલીસ ઈન્સ્પેક્ટરે વર્ણવી હૃદયને વલોવતી કથા.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

રાજપરિવારમાં મિલકતનો વિવાદ

ક્રિકેટ, કવિતા, ગૌરક્ષા તથા પ્રજાવત્સલ્ય માટે જાણીતો રાજકોટનો રાજપરિવાર અચાનક કુટુંબના જ કેટલાક સભ્યો દ્વારા શરૂ થયેલા વિવિધ દાવાને લીધે મિલકત સંબંધી વિવાદમાં ફસાયો છે.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

મૂર્તિ ખંડિત કરનારા દંડિત થશે?

પ્રાચીન મંદિરો અને પ્રાચીન મૂર્તિઓમાં ઈતિહાસ અને કૌશલ્ય સચવાયેલાં છે. કર્ણાટકમાં ભગવાન ગોમતેશ્વર (બાહુબલી)ની વિશાળ મૂર્તિ વિશ્વપ્રસિદ્ધ છે. ઈસવી સન ૯૮૧માં એક જ ખડક કોતરી આ પ૭ ફૂટ ઊંચી મહાકાય મૂર્તિનું નિર્માણ થયેલું.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

મકાન ગેરકાયદે છે? પહેલાં બિલ્ડરનું ઘર તોડો!

મુંબઈ, દિલ્હી તથા અમદાવાદ જેવા શહેરોમાં ભૌતિક સગવડ બધી મળે, પણ એ માટે અહીં વસનારાએ કિંમત પણ બહુ મોટી ચૂકવવી પડે છે.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021

ભોજપત્ર પર ઉતાર્યા ગણેશજી

કલાકાર પરમેન્દ્ર ગજજરે પાંચ-પંદર નહીં, બલકે પૂરા ૧૦૮ ભોજપત્ર પર ગણેશજીનાં ચિત્ર તૈયાર કર્યા છે. ગણેશના ભક્ત એ ચિત્રોનાં દર્શનનો લાભ લે એ માટે હમણાં એમણે વડોદરામાં ત્રણ દિવસ માટે પ્રદર્શન પણ યોજ્યું.

1 min read
Chitralekha Gujarati
September 20, 2021