નમ્ર વ્યક્તિત્વ પાછળનું પોલાદી મનોબળ
Chitralekha Gujarati|August 09, 2021
એક ઘરરખુ ગૃહિણી. પરિવાર એ જ એમનો સમગ્ર સંસાર... એક દિવસ અચાનક લાખો રૂપિયાના કારોબારની જવાબદારી માથે આવી પડે તો શું થાય? હાથ પર હાથ ધરી બેસી રહેવાને બદલે એમણે કુનેહપૂર્વક વ્યાવસાયિક સજ્જતા કેળવી અને મૃત પતિના કારોબાર પર હથોટી જમાવી. પછી તો કુટુંબીજનો અને સામાન્ય કર્મચારીઓનો સાથ મેળવી એમણે ‘જે.કે. લક્ષ્મી સિમેન્ટ કંપનીને ૫000 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચાડી દીધી છે. સાથે સાથે સ્ત્રી સશક્તિકરણ, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપી સામાજિક વિકાસનાં મૂળિયાં સિમેન્ટ જેવાં મજબૂત બનાવ્યાં છે.
કેતન ત્રિવેદી

સિદ્ધિ વિનીતા સિંઘાણિયા

સાધારણ સંજોગ અને અજાણતાં આવી પડેલા પડકાર માણસની અસામાન્ય ક્ષમતા બહાર લાવી શકે. કંઈક એવું જ બન્યું વિનીતા સિંઘાણિયાના જીવનમાં. એમનું વ્યક્તિત્વ જાજરમાન ખરું, પણ આમ એ એક સામાન્ય ગૃહિણી. ઘરમાં નાનાં બાળકો. કુટુંબની દેખરેખ એ જ એમનો સંતોષ. પરિવારના બિઝનેસનો “બ” પણ એ ન જાણે.

આવી સ્થિતિમાં અચાનક કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીને સંભાળવાની જવાબદારી આવી પડે તો?

નાનો-મોટો ધંધોધાપો હોય તો હજી પણ ઠીક, પરંતુ આ તો મોટી કંપનીનો મામલો હતો. એ સંભાળવાનું તો ઠીક, સમજવા માટે પણ પ્રોફેશનલિઝમ એટલે કે વ્યાવસાયિક સજજતા જોઈએ. જવાબદારી સંભાળવાની તૈયારી હોય તો પણ આ વ્યાવસાયિક સજજતા ક્યાંથી લાવવી?

બીજું કોઈ હોય તો કદાચ પહેલેથી જ હથિયાર હેઠાં મૂકી દે, પણ આ મહિલાએ મક્કમ મનોબળનું શસ્ત્ર ઉઠાવીને નક્કી કર્યું સંજોગો સામે લડી લેવાનું આજે એ મહિલાનું નામ ભારતીય ઉદ્યોગજગતમાં માન સાથે લેવાય છે. દેશનાં કેટલાંક અગ્રણી ઉદ્યોગગૃહોમાં એમના પરિવારનો સમાવેશ થાય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ જે.કે. લક્ષ્મી સિમેન્ટનાં વાઈસ ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર એવાં વિનીતા સિંઘાણિયાની.

હસબન્ડ શ્રીપતિ સિંઘાણિયાનું ૧૯૮૮માં અવસાન થયું એ પછી ૧૯૯૦માં વિનીતાજીએ સિમેન્ટ બિઝનેસની બાગડોર હાથમાં લીધી ત્યારે કંપનીની ઉત્પાદન ક્ષમતા પાંચ લાખ મેટ્રિક ટન હતી. આજે પોતાની કુશાગ્રતા અને બિઝનેસની સૂઝના લીધે કંપની સવા કરોડ મૅટ્રિક ટન કરતાં વધારેની ઉત્પાદન ક્ષમતા સાથે અંદાજે રૂપિયા પ૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે અને સિમેન્ટની સાથે સાથે પીઓપી અને ઓટોફ્લેડ એરેટેડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સની બનાવટમાં પણ મજબૂત હાજરી ધરાવે છે. જે.કે. ઓર્ગેનાઈઝેશન્સી ગ્રુપ કંપની તરીકે વર્ષ ૧૯૮૨માં રાજસ્થાનના સિરોહી ખાતે શરૂ થયેલી જે.કે. લક્ષ્મી સિમેન્ટ આજે સિરોહી ઉપરાંત દેબોક (ઉદયપુર-રાજસ્થાન), દુર્ગ (છત્તીસગઢ), કલોલ, સુરત અને જwાર (હરિયાણા) ખાતે પ્લાસ ધરાવે છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૨ દરમિયાન વિનીતાજી સિમેન્ટ મેન્યુફેક્યરસ સોસિયેશનાં પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. આ પદ સંભાળનારાં પ્રથમ મહિલા બનવાનું માન પણ એમને મળ્યું છે. કંપનીને સિમેન્ટ જેવી જ મજબૂતી અપાવવાનું શ્રેય પણ બેશક, એમના ફાળે જાય છે.

ટાયર, પેપર, પાવર ટ્રાન્સમિશન જેવાં ક્ષેત્રોમાં પથરાયેલા આ ઉદ્યોગગૃહના સ્થાપક સિંઘાણિયા પરિવાર ભારતીય બિઝનેસજગતમાં નવું અને અજાણ્યું નામ નથી. લાલા જુગ્ગીલાલ સિંઘાણિયા અને એમના પુત્ર કમલપત સિંઘાણિયાએ દાયકાઓ પહેલાં શરૂ કરેલો કારોબાર આજે દેશ-દુનિયામાં પથરાયેલો છે.

આ કમલપત સિંઘાણિયાના સૌથી નાના પુત્ર લક્ષમીપત સિંઘાણિયાનાં પુત્રવધૂ એવાં વિનીતાનો જન્મ થયો કાનપુરના વેપારી એવા ગુપ્તા પરિવારમાં.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

વારલી કળા માટે શું કરે છે આ કમ્પ્યુટર ટ્રેનર?

તાજેતરમાં વડોદરા ખાતે અલગ અલગ શૈલીનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું. એ પ્રદર્શનમાં ચૈતાલીએ વારલી ચિત્રો રજૂ કરેલાં.

1 min read
Chitralekha Gujarati
September 06, 2021

સમસ્યાનો ઉકેલ કે નવી સમસ્યાને આમંત્રણ?

કોઈ પ્રકારના ભેદભાવ વગરનો સમાજ એક આદર્શ વ્યવસ્થા છે, પણ આપણે ત્યાં એ નજીકના ભવિષ્યમાં શક્ય બનવાની પણ નથી. આ હકીકત સ્વીકારીએ તો પણ જાતિ આધારિત જનગણના એ આવી સમસ્યાનો ઉકેલ છે એવું કહી શકાય નહીં.

1 min read
Chitralekha Gujarati
September 06, 2021

બિંગ સ્ક્રીન પર બિગ બી ત્રાટકે છે ત્યારે...

અમિતાભ બચ્ચન-ઈમરાન હાશમીને ચમકાવતી, આનંદ પંડિત નિર્મિત, રૂમી જાફરી દિગ્દર્શિત મિસ્ટરી-થ્રિલર ચેહરે દસેક મહિનાથી રિલીઝ માટે તૈયાર હોવા છતાં અને ચારે બાજુથી પ્રેશર હોવા છતાં મજબૂત છાતીવાળા આનંદભાઈએ પ્રતીક્ષા કરી થિયેટરમાં જ રિલીઝ કરવાનો આકરો નિર્ણય લીધો.

1 min read
Chitralekha Gujarati
September 06, 2021

બનેવીલાલ કે લિયે સાલા કુછ ભી કરેગા...

હવે જોવાનું એ છે કે અંતિમ...ને ઓટીટી તથા અમુક સિંગલ સ્ક્રીન થિયેટરમાં રિલીઝ કરવાની યોજના કેટલી ફાયદેમંદ રહે છે.

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

સાટાપદ્ધતિથી સમૃદ્ધ બન્યો સુરતનો નેચર પાર્ક

ઓટર એટલે કે જળબિલાડીનું જ્યાં કુદરતી રીતે બ્રીડિંગ થતું હોય એવું દેશનું એકમાત્ર પ્રાણીસંગ્રહાલય છે સુરત. જમીન અને પાણી બન્નેમાં રહી શકતા આ પ્રાણીના બદલામાં બીજાં અનેક પશુ-પંખી મેળવી સુરત ઝૂ એનાં આકર્ષણ વધારી રહ્યું છે.

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

બોલિચે સૂરીલી બોલિયાં

કડવાં વેણમાં એક તરફ અહંકાર પ્રગટ થાય તો બીજી બાજુ નિસબત. બોલાયેલાં વેણનો ઉદ્દેશ શું છે એના આધારે એની સાર્થકતા કે નિરર્થકતા નક્કી થાય.

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

સમ્માન ઉમદા સેવાનું!

ભાનુમતી એકલો જીવ : નિવૃત્તિ પછી પણ હૉસ્પિટલમાં સેવા આપવાની ઈચ્છા છે. આ ઈચ્છા પૂરી થાય એ પણ મારે મન એક એવૉર્ડ જ હશે

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

રાધિકા રૂપાણી મેરે પાપા, ધ ગ્રેટ...

વિજય રૂપાણીના રાજીનામા પછી સોશિયલ મિડિયા પર વહેતી થયેલી ટીકા-ટિપ્પણી સામે વ્યથિત દીકરીનો વેધક સવાલ.

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

નારી મુક્તિનો સોનલ કાળ અસ્ત...

પીડિત પ્રિયદર્શિીઓમાં ‘બેન' તરીકે પ્રખ્યાત એવાં સોનલા શુક્લાએ સ્ત્રીમુક્તિ, સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે વચનાત્મક નહીં, રચનાત્મક ને નક્કર કાર્ય કર્યાં હતાં...

1 min read
Chitralekha Gujarati
September 27, 2021

કોરોનામાં ચાર્ટર પ્લેન-હેલિકોપ્ટર સેવાએ ભરી ઊંચી ઉડાન...

એક સમયે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને કલાકારો માટે ચાર્ટર હેલિકૉપ્ટર-પ્લેનનો સૌથી વધુ વપરાશ થતો હતો, પણ ક્વે મેડિકલ ક્ષેત્ર ઉપરાંત વૅકેશન, નાની-મોટી ઈવેન્ટ કે સામાજિક મેળાવડા માટે પણ શ્રીમંતોની આવી ખાનગી ઊડાઊડ વધી ગઈ છે. ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો પણ લજ્જુરિયસ કાર કે એસી ટ્રેનની બદલે ચાર્ટર હેલિકૉપ્ટર કે પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોના દરમિયાન બદલાયેલી આ ઈન્ડસ્ટ્રીની ઈન્ટરેસ્ટિંગ વાતો...

1 min read
Chitralekha Gujarati
September 27, 2021
RELATED STORIES

Simple Craftsman Roots Revived

A “clean but sterile” 1914 kitchen is treated to bungalow-era design.

2 mins read
Old House Journal
November - December 2021

MOVING toward

Changing energy markets and evolving technology make it possible to heat, cool, and ventilate homes of any age with (mostly) clean, all-electric power—and less of it. Heating home water, formerly an energy hog, is turning into an energy sipper, too.

9 mins read
Old House Journal
November - December 2021

The Rescue of Portland's FIREHOUSE 17

IN WHAT BECAME THE PROJECT OF A LIFETIME, THE REHABILITATION OF A 1912 FIREHOUSE IS ADAPTIVE REUSE WITH HEART AND SOUL. DECOMMISSIONED IN 1968, ALLOWED TO DETERIORATE AND LATER REMODELED, THE OLD FIREHOUSE HAD BEEN BUILT DURING THE DAYS OF HORSE-DRAWN ENGINES. THE PROJECT WAS SPEARHEADED BY RESTORAT ION CONSULTANT KARLA PEARLSTEIN, IN PORTLAND, OREGON. SHE NOW CALLS THE FIREHOUSE HOME.

3 mins read
Old House Journal
November - December 2021

Caring for Silverplate

Whether the design is Rococo, Aesthetic, or Art Deco, silverplate is collectible—and needs care.

5 mins read
Old House Journal
November - December 2021

MANTELS in a Holiday Mood

Pretty things from nature are always in style.

3 mins read
Old House Journal
November - December 2021

Diamonds!

An eternal motif for objects around the house.

1 min read
Old House Journal
November - December 2021

A Surprisingly Authentic Bath

The replicated, late-Victorian master bathroom is in an 1892 brick manse in St. Louis, Missouri.

2 mins read
Old House Journal
November - December 2021

A HOME FULL OF CHARACTER

Smaller homes like this 1920s Dutch Colonial so often get overlooked as worthy of restoration. Owners don’t think they’re special . . . or they add on or remodel until the original is unrecognizable. This owner saw the potential.

4 mins read
Old House Journal
November - December 2021

A Furnished Bath

This elegant bathroom has fixture panels fabricated from parts of a Victorian armoire.

2 mins read
Old House Journal
November - December 2021

Q&A with Miami Dolphins Legend Richmond Webb

I was lucky enough to interview the legend, Richmond Webb. For those Dolphins fans who live under a rock, Webb is one of the greatest Miami Dolphins players ever and their greatest left tackle of all time.

10+ mins read
Dolphin Digest
October 2021