ચારણી સાહિત્યના સાગરનો મરજીવો
Chitralekha Gujarati|March 22, 2021
સૌરાષ્ટ્રના મજાદર-કાગધામ ખાતે દર વર્ષે મોરારિબાપુની પ્રેરણાથી આપવામાં આવતા ‘કાગ’ એવૉર્ડ માટે આ વખતે સ્વર્ગીય મનુભાઈ ગઢવી અને બળવંત જાનીની પસંદગી થઈ છે. ‘ગુજરાતી ભાષા સાહિત્ય ભવન’ના અધ્યક્ષ રહી ચૂકેલા ડૉ. જાની ચારણી સાહિત્યના ઊંડા અભ્યાસુ છે. ડાયસ્પોરા લિટરેચરમાં પણ એમનું ખેડાણ નોંધપાત્ર છે. ‘કાગ’ એવૉર્ડ નિમિત્તે આ જાણતલ વ્યક્તિ સાથે થોડી ગોઠડી.
જવલંત છાયા (રાજકોટ)

દાદા એના માથે હેતથી હાથ પસવારતા. એને બધું શીખવતા, પણ એ સાંજે એ હાથ ગાલ પંપાળવાના બદલે જોરથી ગાલ પર પડ્યો. તમાચાનો અવાજ તીવ્ર હતો અને એના કરતાં પણ દાદાના શબ્દો એ પૌત્રને વધારે વાગ્યા હતાઃ “આપણે કલાકાર નથી, કથાકાર છીએ. કથામાં દુહા ન લલકારાય.'

“અરે.. પણ દાદાજી, તમે જ દુહા શીખવ્યા છે.”

હા, પણ કથામાં ગાવા માટે નહીં.”

આ ઘટના તો છેક ૧૯૬૪ની છે. ૧૨ વર્ષનો એ છોકરો કથા કહેવા-શીખવા દાદાની સાથે જતો. એમાં આ બન્યું, શામળાના નામે દુહા લખતા પાલરવભા પાળિયાનો દુહો એણે ગાયો અને સામેથી હરે નમ:ને બદલે ઉદ્ગાર નીકળ્યા: જીઓ... જીઓ... દાદાએ ઠપકો આપ્યો. દાદાના ચહેરાના ગુસ્સા કરતાં એમની આંખોમાં જે નારાજગી હતી એની અસર બાળકને વધારે થઈ. એ પછી એણે ક્યારેય કથામાં તો દુહો ન ગાયો, પરંતુ દુહાની ગાથાઓ આલેખી.

વાત છે ડૉ. બળવંત શાંતિલાલ જાની નામના એક સંશોધક, પ્રાધ્યાપક, વિવેચકની. મિત્રો તો ક્યારેય બળવંતભાઈ એવું આખું નામ બોલતા જ નથી. એમને બધા બળુભાઈ કહે. લોકસાહિત્યના પ્રદાન માટે દર વર્ષે કથાકાર મોરારિબાપુના હસ્તે આપવામાં આવતો દુલા કાગ એવોર્ડ આ વર્ષે બળવંત જાનીને ૧૭ માર્ચે એનાયત થશે. લોકસાહિત્ય, એમાં પણ વિશેષતઃ કંઠસ્થ પરંપરાના ક્ષેત્રે એમણે જે કામ કર્યું એ નોંધપાત્ર છે. એક જ લીટીમાં વાત કરવી હોય તો એમ કહી શકાય કે સંશોધનકાર્ય તરવૈયાઓએ કરવાની પ્રવૃત્તિ નથી, એના માટે મરજીવા બનવું પડે અને આવું બળવંતભાઈનું કાર્ય જોઈને કોઈ પણ કહી શકે. આપણી પરંપરાગત-પ્રસ્થાપિત વ્યવસ્થા મુજબ તો બ્રાહ્મણને શ્લોક અને ઋચાઓ મોઢે હોય. ભાષાના પ્રાધ્યાપકને કવિતાઓ મોઢે હોય. બળવંતભાઈએ તો એ બધાં ઉપરાંત ચારણી સાહિત્યને આત્મસ્થ કર્યું છે એમ કહી શકાય.

મુંબઈને ડાયરો સાંભળતા કરનારા સદ્ગત મનુભાઈ ગઢવી સાથેની ચર્ચામાં એક વાર બળવંત જાની કહેઃ “ચારણી સાહિત્યમાં આપણે માવલને આદ્યકવિ ગણવા પડે.” મનુભાઈ કહે શું વાત કરો છો? એ તો બહુ પછીથી આવ્યા. એ પહેલાંની આ પરંપરા છે... બળવંતભાઈએ સ્મિત સાથે કહ્યું: ‘તમે જે કહો છો એ માવલ વરસડા ખરા, પરંતુ હું તો વાત કરું છું એ કચ્છના લાખો ફુલાણીના કવિ માવલ સાબાણીની.” સાથે તખતદાન ગઢવી પણ હતા. એમણે કહ્યું: બળુભાઈ શું બોલે છે એની રાહ જોતો હું મૂંગો હતો. એમની વાત સાચી છે. એ માવલદાન જ પ્રાચીન ગણાય.

૧૯૯૦માં પણ દુલા ભાયા કાગની પ્રતિમાનું અનાવરણ થયું ત્યારે આયોજકો વચ્ચે ચર્ચા થઈ કે કાગબાપુ વિશે બોલશે કોણ? એ વખતે તો બળવંતભાઈ ફક્ત પ્રોફેસર હતા, પરંતુ એમને જ નિમંત્રણ મળ્યું. મોરારિબાપુ દ્વારા આપવામાં આવતા સંતવાણી એવૉર્ડ વખતે ડૉ. જાનીએ એક વક્તવ્ય આપ્યું: નરસિંહ મહેતાના સમયના ચારણી કવિઓ. એવી જ રીતે ભીખુદાન ગઢવીને પદ્મશ્રી મળ્યા બાદ જૂનાગઢમાં એમનું સન્માન થયું ત્યારે પણ પ્રશ્ન થયો કે કોણ મુખ્ય પ્રવચન આપે? અને નિર્ણય થયો કે સાહિત્યના વિદ્વાન તરીકે તો બળવંતભાઈને જ બોલાવવા જોઈએ. એક વાર જિતુદાન ગઢવીએ એમને ફોન કર્યો: બળુભાઈ, મારું પુસ્તક આવે છે. ‘નાગદમન”. તમે પ્રસ્તાવના લખી આપો. બળવંતભાઈ કહેઃ “થોડો કામમાં છું. કેટલા દિવસ ચાલે એમ છે?” તો જિતુદાને એમની સ્ટાઈલમાં કહ્યું: એક વરસ રાહ જોવા તૈયાર છું. બોલો, એનાથી વધારે સમય તો નહીં લાગે ને...? એ પછી બળવંતભાઈએ ૩ર પાનાંની પ્રસ્તાવના લખી હતી!

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

વિખ્યાત નાટ્યકાર ભરત દવેની એક્ઝિટ

માનવીની ભવાઈ અને બરી ધ ડેડ... પચાસથી વધુ કલાકાર-કસબી ધરાવતાં આ લોકપ્રિય ગુજરાતી નાટક ચારેક દાયકા પહેલાં અમદાવાદમાં નાટ્યગૃહ કે ઓપન એર થિયેટરના બદલે ગુજરાતી સાહિત્ય પરિષદના વિશાળ પ્રાંગણમાં કુદરતી માહોલમાં ભજવાયાં. એ પ્રયોગ ખૂબ વખણાયો. એના નાટ્યરૂપાંતરકાર અને દિગ્દર્શક હતા અમદાવાદના ભરત દવે.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

શૂટ ફ્રોમ રિસોર્ટ!

વધતા કોવિડ–૧ના કેસને પગલે ગયા મહિને મહારાષ્ટ્ર સરકારના જડબેસલાક લૉકડાઉનના આદેશ બાદ ટીવી ઈન્ડસ્ટ્રીનો નવો મંત્ર છેઃ મુંબઈ બહારના, ખાસ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ તથા ગુજરાતના રિસોર્ટમાં શૂટિંગ...

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

હથેળીમાં મલ્ટિપ્લેકસ...

રઘુ આ લખવા બેઠો છે ત્યારે કોવિડ-૧૯ અને તાઉતે વાવાઝોડા કરતાં પણ અત્યંત ખતરનાક એવી રાધે ત્રાટકી અને લગભગ છ દિવસ વીતી ગયા છે. આ ફિલ્મ પર બનેલાં મીમ્સ અને જોક્સ જોતાં રઘુને થાય છે કે સલમાન ખાનનું સમ્માન કરવું જોઈએ. એટલા માટે કે એણે આ કપરા કાળમાં લોકોને હળવા મૂડમાં રાખ્યા અને લોકોને હળવા મૂડમાં રાખવા બનેલી મૌલિક રમૂજ સર્જવા કંઈકેટલા લોકોને પ્રેરણા આપી.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

સહેજ મલકાય ચમચી...

વિવિધ સાધન એ વિજ્ઞાનીઓ અને સંશોધકોએ કરેલી સાધના છે. માત્ર રસોડામાં જ ડોકિયું કરશો તો એવાં અનેક સાધન મળી આવશે, જે આપણી જિંદગીનો એક હિસ્સો બની ગયાં છે. આ અનેકમાં કોઈ પણ ચમચાગીરી વગર ચમચી આગવું સ્થાન ધરાવે છે.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

હું હજી જીવું છું... મી લૉર્ડ!

સરકારી ચોપડે મૃત ઘોષિત વ્યક્તિએ પોતાની હયાતી પુરવાર કરવા જાતજાતની પરેશાની અને પીડા વેઠવી પડે છે તો કોઈક વળી પોતાના કે પરિવારજનોના મૃત્યુના નામે કમાણી પણ કરે છે. વાંચો, કાગળકપટની કરમકથની.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

લઘુ બચત પર વ્યાજકાપ આવે તો...

સરકારી લઘુ બચત યોજનાઓ પર પુનઃ વ્યાજદર ઘટાડવાની વાત શરૂ થઈ છે. આમ થયું તો એનો પહેલો લાભ યુટ્યુઅલ ફંડ ઉદ્યોગને થઈ શકે, શા માટે? અને રોકાણકારો માટે શું છે વિકલ્પ?

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

યહ બંદીમેં હૈ દમ!

ડૉક્ટરપરિવારની આ દીકરીએ નાનપણથી સપનું જોયું કંઈક અલગ કરવાનું. જુનિયર કૉલેજમાં ભણતી વખતે એ દિશા એને જડી આવી અને ડ એન્જિનિયર તરીકે એણે નવી -જ કેડી કંડારી છે.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

નારાયણનાં દર્શન બંધ, દરદી નારાયણની સેવા ચાલુ ...

કોરોનાને લીધે મંદિરો તથા બીજાં ધર્મસ્થાનોના દરવાજા બંધ છે. દેવદર્શન થઈ શકતાં નથી. જો કે આ કોરોના કાળમાં ધર્મસંસ્થાઓ, કથાકારો અને વિવિધ સંપ્રદાયો દરદી નારાયણની સેવા માટે પણ સતત સક્રિય છે. સેવાક્ષેત્રના રંગમાં ધર્મક્ષેત્ર અને ઉદ્યોગનો સંગ ભળ્યો છે.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

બ્લડ બૅન્કમાં બર્થ-ડે!

કિશોરવયથી યુવાની તરફની તૈયારી એટલે ૧૮મો જન્મદિવસ. યુવાનીમાં પગ માંડતા દરેકનો એક અલગ જ ઉત્સાહ હોય. મિત્રો પણ પૂછતા હોય કે પાર્ટી ક્યાં આપીશ? એ વખતે કોઈ એમ કહે કે બ્લડ બેન્કમાં.. તો નવાઈ તો લાગે જ!

1 min read
Chitralekha Gujarati
May 31, 2021

નેપાળઃ હતા ત્યાંના ત્યાં...

ભારતીય ઉપખંડમાં, એક ભારતને બાદ કરીએ તો લોકશાહીને ઝાઝું લેણું નથી. પાકિસ્તાનને એનું એક અંતિમ ગણીએ તો બીજા દેશો પણ હજી લોકશાહી શાસનપ્રણાલી પૂરી પચાવી શક્યા નથી. બાંગ્લાદેશ અને શ્રીલંકા હમણાં કંઈક સ્થિર થયા છે, પણ ત્રીસ વર્ષથી જ લોકશાહી તરફ વળેલું નેપાળ હજી ઠરીઠામ થયું નથી.

1 min read
Chitralekha Gujarati
May 31, 2021
RELATED STORIES

I AM NOT AN ALIEN!

ONCE AGAIN MOCKED FOR HER ALWAYS-CHANGING LOOKS, KHLOÉ KARDASHIAN OFFERS A MASTER CLASS IN FACING DOWN A TROLL.

1 min read
Star
June 28, 2021

PAT METHENY

FROM HIS PLACE

10+ mins read
Stereophile
July 2021

Sienna & Archie MOVING FAST!

Has the hopeless romantic found her fourth fiancé?

1 min read
Star
June 28, 2021

Vincent Audio SV-737

INTEGRATED AMPLIFIER

10+ mins read
Stereophile
July 2021

UMBRA VIA

Umbra Via is an abstract silent auction, tile-laying, and area control game; an unusual blend that results in a challenging strategy game.

2 mins read
Casual Game Insider
Summer 2021

Meghan & Kate's UK FACE OFF

THE WARRING WOMEN COULD BE IN FOR AN EPIC SHOWDOWN AT A MEMORIAL FOR THE LATE PRINCESS DIANA NEXT MONTH.

5 mins read
Star
June 28, 2021

REVINYLIZATION

Blood, Sweat & Tears began as Al Kooper’s dream of a rock band with horns. By the time he realized the concept—on the band’s 1968 debut, Child Is Father to the Man—it had become much more: an engaging hybrid of New York soul, Greenwich Village folk, and innovative jazz arrangements. With producer John Simon at the helm, Child was a virtual definition of the possibilities inherent in the heady musical experimentation of the late 1960s. Kooper’s writing and arranging for that record (including the monumental “I’ll Love You More Than You’ll Ever Know,” later a hit for Donny Hathaway) is one of the high points of his storied career. The record was justifiably praised as the conceptual breakthrough it was, and work had already begun on a follow-up when the band decided it needed a lead singer with more polish. Kooper left the group along with a couple of other key members.

3 mins read
Stereophile
July 2021

QWIXX: How to Avoid Being Rolled by Luck

Maybe you’ve played Gamewright’s popular dice game QWIXX, but have you considered that you may not be maximizing your chances of victory? Whether you’re playing the dice or card version, understanding your options to maximize your point output can be the difference between a sizeable defeat or a close victory. Below you’ll find some tips to help you turn the luck of QWIXX in your favor. But first, a refresher on (or introduction to) the basic rules of the game...

8 mins read
Casual Game Insider
Summer 2021

Pumpkin Spiced Latte Cardi

This versatile cardigan combines comfort and style into a warm, heavy sweater. You’ll love throwing this on as you head out on a cool fall evening or wearing it inside on those cold winter days!

4 mins read
Crochet!
Autumn 2021

word on the street

ROUSH PERFORMANCE TAKING PRE-ORDERS FOR ITS OFF-ROAD-READY 2021 F-150

2 mins read
Street Trucks
June 2021