વાંસના ટેકે બે પાંદડે થઈ રહ્યા છે આદિવાસી...
Chitralekha Gujarati|March 08, 2021
ગમે ત્યાં ઊગી નીકળતા બાબુ એટલે કે વાંસ એક પ્રકારનું ઘાસ જ છે. ઉત્તર-પૂર્વ તથા દક્ષિણનાં રાજ્યોમાં વાંસની અલબેલી કળાકૃતિ, ફર્નિચર તથા ઉપયોગી ચીજો બનાવવાનો વ્યવસાય ખૂબ ફાલ્યો છે. હવે ગુજરાતના વિસડાલિયા તથા મહારાષ્ટ્રના વિક્રમગઢમાં આદિવાસીઓને સમ્માનયુકત રોજગારી આપવાના ભાગ રૂપે શરૂ થયેલા ‘બામ્બુ પ્રોજેટ્સ’થી આદિવાસીઓનાં જીવનધોરણમાં ખૂબ સુધારો આવ્યો છે. અનેક રીતે ઉપયોગી વાંસના અર્થતંત્રમાં હજી તો અનેક પરિમાણ ઉમેરાવાનાં છે...
ફ્સસલ બકીલી (માંડવી-સુરત)

માંડવી તાલુકાના દેવગઢ ગામનાં કંકુબહેન મહેશભાઈ કોટવાળિયાના પતિનું અચાનક અવસાન થતાં ત્રણ સંતાનના ઉછેરની જવાબદારી એમના પર આવી પડી. વાંસની ટોપલી-છાબડી બનાવીને ગામેગામ વેચવાના વ્યવસાયમાં એમની આવક મર્યાદિત હતી. પછી કંકુબહેને નજીકની વન વિભાગની નર્સરીમાં વાંસનાં ફર્નિચરનું ફિનિશિંગ અને ક્રાફ્ટની ત્રણ મહિનાની તાલીમ લીધી. તાલીમની સાથે સાથે એમને અમુક રકમ પણ મળી. હવે તો એમની દીકરી દીપિકા પણ પૂર્ણ સમય આ જ કામ કરે છે અને પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવે છે.

કંકુબહેન જેવા સેંકડો પરિવારને નિયમિત અને સારી રોજગારી આપી રહ્યું છે આ વિસડાલિયા કેન્દ્ર. સુરતથી ૬૦ કિલોમીટર દૂર માંડવીથી ઝંખવાવ જવાના મુખ્ય રસ્તા પર આવેલું આ કેન્દ્ર ૨૦૧૩માં સરકારી કાર્યક્રમ હેઠળ કમ્યુનિટી ફેસિલિટી સેન્ટર તરીકે શરૂ કરવામાં આવેલું. આદિવાસીઓનાં પરંપરાગત કળા-કૌશલ્યને વિકસાવીને એણે પોતાની એક ઓળખ ઊભી કરી છે. સુરત વન વિભાગ દ્વારા સંચાલિત આ સેન્ટરની પસંદગી કેન્દ્ર સરકારે દેશમાં નૅશનલ બામ્બુ મિશનના દેશનાં નવ કેન્દ્ર પૈકીના એક તરીકે પણ કરી છે.

અહીંની હેન્ડિક્રાફ્ટ ગૅલરીમાં પ્રવેશતાં જ વાંસના અત્યંત સુશોભિત પ્રદેશમાં પ્રવેશ્યા હો એવી અનુભૂતિ થાય. વિજય નામના સ્થાનિક આદિવાસી કર્મચારી ખૂબ સજજતાથી મૉલના સેલ્સમેનની અદાથી વાત કરે છે. એક તરફ વાંસમાંથી બનાવેલાં મોબાઈલ પેન સ્ટેન્ડ, વૉલપીસ, ફૂલદાની, ફૂટ બાસ્કેટ, ટોપલીઓ સહિત ઘર-ઓફિસ માટેની ઉપયોગી વસ્તુ છે તો બીજી તરફ, ખુરસી-ટેબલ, પલંગ, સોફા, ડાઈનિંગ ટેબલ જેવું રાચરચીલું પણ છે. બધું જ એકદમ સુંદર, સુઘડ અને સફાઈદાર.

વાંસની આટલી બધી વસ્તુ? એવો પ્રશ્ન પણ થાય એ સ્વાભાવિક છે. આ સિવાય કેન્દ્ર પાસે એવા કારીગરોની ટીમ પણ છે, જે ગ્રાહકને ત્યાં જઈને મેડ ટુ ઓર્ડર વાંસનાં ફર્નિચર કે અન્ય આઈટેમ્સ બનાવી આપે છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

પ્રામાણિકતાનું વસ્ત્રાહરણ

માણસનો સ્વભાવ વિલક્ષણ છે. ક્યારેક બે માકડા એવા મળે કે માનવતાની પ્રતિષ્ઠા થાય. ક્યારેક બે છેડા એવા વિખૂટા પડે કે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ જેવો વિરોધાભાસ રચાય.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

સ્વીટ, તાજગીસભર આજની આપણી વાત...

કોવિડ-૧૯ના કેસમાં ફરી એક વાર આવેલા ઉછાળાને લીધે સિનેમાઘરમાં નવી ફિલ્મોની રિલીઝ ફરી એક વાર લથડી શકે છે, પણ ઓટીટી મંચ પર એક પછી એક મનોરંજન, જેમ કે વીતેલા વીકએન્ડમાં ઓકે કમ્યુટ (ડિઝની હૉટસ્ટાર) એન્ટ્રી મારી. ૪૦-૪૦ મિનિટના છે એપિસોડ્યવાળી ફ્યુચરિસ્ટિક ભારતની વાત કરે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નારીવાદ કરતાં વધુ વહાલો માનવતાવાદ વિશ્વવિખ્યાત હીરાની પેઢીના પારિવારિક ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળાઓના સંચાલનમાં સક્રિય એવી આ યુવતીને લાવવું છે શિક્ષણ પ્રથમ આમૂલ પરિવર્તન. કોરોના કાળમાં ભણતરના પડકાર અને એમાંથી ખૂલેલા ઑનલાઈન એજ્યુકેશનના વિકલ્પ માટે પણ એ બહુ આશાવાદી છે.ફ્સસલ બકીલી

દાયકાઓ પહેલાં સૌરાષ્ટ્રથી આશરે ૧૫ KI લાખ લોકો રોજી-રોટી માટે સુરત આવ્યા ત્યારે પોતાની સાથે કાઠિયાવાડી સંસ્કૃતિ અને બોલી પણ લાવેલા, જેનું જતન એમણે બખૂબી કર્યું. એમાંથી મોટા ભાગના તો સુરતમાં જ વસી ગયા. હવે સુરત જ એમનું કાયમી સરનામું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નાણાકીય વર્ષનો આરંભઃ સમય વર્તીને ચાલજો...

આ વરસે જીડીપી ગ્રોથ રેટ પોઝિટિવ થઈને દસથી ૧૨ ટકા આસપાસ પહોંચી જવાની આશા વ્યક્ત થઈ રહી છે. કંપનીઓનાં ક્વાર્ટરલી પરિણામ સુધારાતરફી બનતાં જાય છે. ડિમાન્ડ અને વપરાશને કરન્ટ મળવો શરૂ થયો છે. જીએસટી ક્લેક્શન ફરી મહિને એક લાખ કરોડ ઉપર જવા લાગ્યું છે. જો કે અત્યારે સૌથી મોટું અને અનિશ્ચિત જોખમ કોરોનાનું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ગાય, બાઈ ને ભાઈ

મુંબઈમાં સની લિયોની નામનાં બહેન ફિલ્મોમાં એક્ટિંગ કરે છે અને ત્યાં તામિલનાડુમાં ડિડિગલ લિયોની નામના ભાઈ રાજકીય સભાઓમાં અફલાતૂન એકિટંગ કરી જાણે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

એક જહાજ ખરાબે ચડ્યું અને અટકી પડ્યો દુનિયાનો વેપાર

વિશ્વવેપારની ધોરી નસ ગણાતી સાંકડી સુએઝ કેનાલમાંથી મસમોટાં જહાજો પસાર કરાવવા સામે નિષ્ણાતો અગાઉ પણ ચેતવી ચૂક્યા છે. આ વ્યુહાત્મક દરિયાઈ માર્ગ વર્ષોથી પૂર્વ અને પશ્ચિમનાં રાષ્ટ્રોને જોડતો રહ્યો છે તો બીજી તરફ, આ ખૂબ મહત્ત્વનો રૂટ સતત વિવાદમાં પણ રહ્યો છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

અનામતની લક્ષ્મણરેખા

આઝાદી સાથે કે એ પછીના ટૂંકા ગાળામાં દેશ સામે જે પ્રશ્ન આવીને ઊભા રહ્યા એમાંથી એક હતો અનામત એટલે કે સરકારી નોકરી, ધારાસભા તથા શૈક્ષણિક સંસ્થામાં અમુક વર્ગના લોકો માટે રિઝર્વેશનનો.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નજર રાખો આ દર્પણ જેવી!

લક્ષ્ય હાંસલ કરવા માટે શારીરિક ક્ષતિ પ્રગતિના માર્ગે આડે આવતી નથી. એક વખત માણસ એની મંજિલ ઠેરવી લે તો એને કોઈ રોકી ન શકે. વડોદરાનો યુવાન દર્પણ ઈનાની દૃષ્ટિહીન છે. કિશોરાવસ્થામાં જ એણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું નક્કી કર્યું હતું. એ યુવકે આજે પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ચૈત્રી નોરતાંનું અનુષ્ઠાન... ચાલો, ગિરનાર

વિશ્વના સૌથી લાંબા અને મોટા નૃત્યોત્સવ તરીકે આપણે સૌ આસો માસની નવરાત્રિને ઊજવીએ છીએ અને માતાજીના ગરબાની સાથે પ્રાચીન–અર્વાચીન ગરબી દ્વારા આદ્યશક્તિની આરાધના કરીએ છે. જો કે આપણા અમુક પ્રાચીન ધર્મગ્રંથોમાં ભક્તિ અને શક્તિના સમન્વયના ઉત્તમ પર્વ તરીકે ચૈત્રી નવરાત્રિનો ઉલ્લેખ છે. માતાજીનાં અનુષ્ઠાન અને આરાધના માટે ચૈત્રી નોરતાં ધાર્મિક રીતે વધુ મહત્ત્વ ધરાવે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ગોમતીમાં ગંદકીઃ મહેનત પર લીલ અને વેલ ફરી વળે છે...

જય રણછોડ...ના નારા સાથે ધોળી ધજાઓ લઈ રણછોડરાયના દર્શનાર્થે હજારો લોકો યાત્રાધામ ડાકોર જતા હોય છે. માન્યતા પ્રમાણે મોટાં તીર્થસ્થાનોની યાત્રા કરીને આવ્યા પછી પણ ઘણા લોકો ડાકોરના દર્શનાર્થે અવશ્ય જાય. એમાંય હોળી-ધુળેટી પર્વ આવે એટલે ડાકોર તરફ જતા તમામ માર્ગો પર પગપાળા સંઘો જોવા મળે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021