સ્મૃતિમાં ચકરાવો લેતી નવલકથા લાલ સલામ!
ABHIYAAN|December 04, 2021
સ્મૃતિ ઝુબેન ઈરાનીએ આ પુસ્તક લખ્યાં પહેલાં દેશ અને સમાજની કટોકટીની પળે રક્ષા કરતાં જાનની બાજી લગાવી દેનાર જવાનોની જિંદગી પર વર્ષો મનોમંથન કર્યું છે. પોતાના પ્રથમ પુસ્તકનો પરિચય આપતાં પોતાની લેખિકા તરીકેની વ્યાખ્યા અભ્યાસુ તરીકે આપતાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વાચકો સુધી આ પુસ્તક જશે ત્યારે પહેલું પાનું વાંચતા તેઓ છેલ્લા પાના સુધી સળંગ જશે.
મુકેશ ઠક્કર

જયારે કોઈ ઘટના મનની દીવાલો સાથે અથડાયા કરે ત્યારે તે નવલકથા બની જાય છે. એક એવી જ લાલ રક્તથી રંગાયેલી કથાનું ૨૯ નવેમ્બરે અનાવરણ થશે. કથા નવી નથી, પણ દર્દને સાચા અર્થમાં લખવી અને તેના સાચુકલા લાલ રંગની કથા લોકો સમક્ષ રજૂ કરવી સહેલી નથી. દેશના મહિલા અને શિશુ કલ્યાણ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઝુબેન ઈરાનીએ પહેલીવાર કલમથી લાલ રક્તમાં રંગાયેલી નવલકથા લાલ સલામ લખી છે!

સ્મૃતિ ઈરાની એક સમયે ટેલિવિઝનની લોકપ્રિય ધારાવાહિક “સાસ ભી કભી બહુ થી“ની બહુ ચર્ચિત નાયિકા તુલસી તરીકે ઘર ઘરમાં દેખાતી. લોકો તુલસીના પાત્રમાં આદર્શ પુત્રવધૂ જોતાં થઈ ગયા હતાં, સ્મૃતિના જીવનમાં રાજકારણનો વળાંક ક્યારે આવી ગયો તેની ગણતરી કદાચ તેને પણ સમજાઈ નહીં હોય, આરંભે એક અદાકારા જેમ લોકોની ભીડ પોતાના આકર્ષણથી જમાવે અને મતો મેળવી પક્ષમાં સ્થાન બનાવે તેવું જ હતું, પણ એકાદ નિવેદન બફાઈ ગયા પછી તેનામાં રાજકીય પરિપક્વતાની ફુરણા થઈ. રાજકારણી વાણી અને કહાણી સ્મૃતિએ અલ્પ સમયમાં જાણી અને અપનાવી લીધી. એકવાર પરાસ્ત થયા પછી જીતવાનો આનંદ અલગ હોય છે તે જીત પામવાનો મંત્ર પણ અલગ હોય છે. અમેઠી લોકસભા કેન્દ્રમાં જમીન સ્તરે લોક સંપર્ક કરી રાહુલ ગાંધી પાસેથી પરિવાર સંપત્તિ જેવી બેઠક આંચકી લઈ સ્મૃતિ સાચા અર્થમાં એક્ટર મટી પાકી રાજકારણી બની. આ રાજકીય યાત્રા દરમિયાન લોકોના શોષણ અને તેનાં મૂળ કારણોની સમજમાંથી એક કથા આકાર લેતી રહી. લાલ રંગના ઘણા અર્થ હોય છે, પણ જે માણસને હચમચાવી નાખે, માનવતા હણી જે બહાર નીકળે તે લાલ રંગ લોહીનો હોય છે, ભલે દંભી લોકો તેને ક્રાંતિનું નામ આપી ડાબો હાથ ઉગામી લાલ સલામ કરતાં હોય!

લાલ સલામ તો નક્સલીમાઓવાદીઓનો ઓળખ સંવાદ છે! સ્મૃતિએ આ નામ પુસ્તકને આપ્યું તે સમજવા જેવી વાત છે. લાલ સલામ કરી ગરીબ, શોષિત, મજૂર, કારખાનામાં ઘસાતો માણસ પહેલાં તેમની ભીડમાં સામેલ થાય પછી સરઘસ બની જાય, જયારે તાળાબંધી થાય ત્યારે બેકાર, બેરોજગાર બની હાથમાં હથિયારો ઉપાડી લાલ રક્તથી રમતો થઈ જાય! નાગરિકો પીડાય પછી વેર દેશના જવાનો સાથે પણ, તેમને પણ ક્યારેક બૉમ્બ તો ક્યારેક ગોળીઓ છોડી ઉડાડી દેવાય! આ લોહિયાળ ક્રાંતિમાં દેશનું ભલું કદી થયું નથી બલ્ક અરાજકતાને સ્થાન મળતું રહ્યું!

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

ભારતીય ફિલ્મોમાં ફૂડોત્સવઃ કુછ ખટ્ટા-મીઠા લેતે ચલે..

ભારતની ચટાકેદાર વાનગીઓ ઉપર હિન્દી ફિલ્મોમાં મજેદાર ગીતો બન્યા છે, સીન્સ ફિલ્માવાયા છે. અમુક ફિલ્મોમાં ઉદ્દીપક કૂકિંગ અને ફૂડ છે, તો અમુક ફિલ્મમાં વાર્તા જ ફૂડની આસપાસ ફરે છે

1 min read
ABHIYAAN
January 29, 2022

મિશનરીઝ ઓફ ચેરિટીનું લાઇસન્સ જલ્દી રિન્યૂ કેમ થઈ ગયું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત નવેમ્બરમાં જયારે વેટિકન ગયા હતા ત્યારે પોપને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું

1 min read
ABHIYAAN
January 29, 2022

જ્યારે સાક્ષી પુરાવે છે પાપડી ત્યારે બને છે ઊંબાડિયું..

સુરતથી મુંબઈ તરફ જાવ અને નવસારીથી વલસાડની વચ્ચે ભાગ્યે જ કોઈ ગુજરાતીની ગાડીની બ્રેક નહીં વાગતી હોય. આ બ્રેક વાગવાનું કારણ કોઈ સ્પીડ બ્રેકર કે ટ્રાફિક નહીં, પરંતુ વલસાડનું ફેમસ ઊંબાડિયું છે. નેશનલ હાઈવે નંબર ૪૮ પર નવસારીથી વાપીની વચ્ચે હાઈવેની બંને બાજુ ૩૦૦થી વધુ ઊંબાડિયાના સ્ટોલ ઊભા થઈ ગયા છે. ઊંબાડિયાનો ચટાકેદાર ટેસ્ટ એ જ એક માત્ર કારણ છે. કડકડતી ઠંડીમાં જો ઊંબાડિયું મળી જાય તો ગુજરાતી સ્વર્ગ મળ્યાનું સુખ અનુભવે. આવા સુખની શોધમાં અમે ઊંબાડિયાના જન્મદાતા એવા વલસાડના ડુંગરી ગામમાં પહોંચ્યા..

1 min read
ABHIYAAN
January 29, 2022

આરોગ્યપ્રદ ઉત્પાદનો વડે વાનગીઓને સમૃદ્ધ બનાવે છે ‘સત્વમ'

‘શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ શીખો'

1 min read
ABHIYAAN
January 29, 2022

કચ્છીઓનો શિયાળો અડદિયા વિના વધુ અધૂરો

અડદિયા ગુજરાતમાં શિયાળામાં ખવાતી ખાસ વાનગી છે. જોકે ૩૬થી ૪૦ જેટલાં વસાણાં નાખીને બનતા કચ્છી અડદિયા ગુજરાતમાં અન્યત્ર બનતા અડદિયાથી અલગ જ હોય છે. ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, રાજસ્થાન 'ને વિદેશોમાં પણ શિયાળામાં ખવાતા અડદિયામાં શું છે ખાસ ચાલો જાણીએ.

1 min read
ABHIYAAN
January 29, 2022

'આઝાદી' અમારો લગ્નસિદ્ધ અધિકાર છે!

પેલી કહેવત તો સાંભળી છે ને તેં કે, 'પતિ થયો એ પતી ગયો !' પતી ગયો?' 'હા, પતી ગયો. એક પુરુષ તરીકે પતી ગયો, આઝાદ વ્યક્તિ તરીકે પતી ગયો.'

1 min read
ABHIYAAN
January 29, 2022

પી પિઝાનો પી

નેપલ્સના રાણી માર્ગરિટા ફ્રેન્ચખાણું ખાઈને થાક્યાં હતાં. ખાનસમાં રફાએલે ત્રણ પ્રકારના પિઝા બનાવ્યા. મહારાણી માર્ગરિટા હેપી થઈ ગઈ. એમના સન્માનમાં ત્રીજો પિઝા માર્ગરિટા પિઝા જાહેર થયો! ટોમ 'ને જેમ્સ નામના બે સાહસિકોની કંપની ડોમિનિક્સ સ્પીડમાં ડિલિવરી કરવા માટે જાણીતી થઈ. એ જ કંપની આખા અમેરિકામાં અને પછીથી સમગ્ર વિશ્વમાં ડોમિનોઝ તરીકે છવાઈ ગઈ!

1 min read
ABHIYAAN
January 29, 2022

ગુજરાતની સોડમ સમાણી ઊંધીયાના સ્વાદમાં

ઊંધિયું ગુજરાતીઓની માનીતી અને ભાવતી ડિશ. શિયાળો શરૂ થતાં જ દરેક જગ્યાએ ઊંધિયાના બોર્ડ લટકતાં જોવા મળે ત્યારે ગૃહિણીઓ પણ શિયાળો આવતા ઊંધિયાપાર્ટી કરવાનું આયોજન કરે છે. ગુજરાતીઓની મનગમતી આ ડિશ અનેક પ્રકારે બનાવવામાં આવે છે અને તેની સોડમ ગુજરાત પૂરતી નહીં, સાત સમંદર પાર પણ છે ત્યારે ૧૨થી ૧૫ પ્રકારના ઇન્ટેડિયટ્સથી બનતું ઊંધિયું અને તેની સાથે જોડાયેલી અનેક વાતો અહીં કરવી છે.

1 min read
ABHIYAAN
January 29, 2022

ડીઝાઈનર ફૂડ: આહાર સજાવટની અનોખી દુનિયા

આહારને લઈને જેમ-જેમ લોકો સજાગ થતાં જઈ રહ્યાં છે તેમ-તેમ તેમાં વપરાતા પદાર્થો અને અન્ય સામગ્રીમાં પણ સંશોધકો ફેરફારો કરીને વધુ સારી પ્રોડક્ટ તૈયાર કરતાં થયા છે. જિનેટિકલી મોડિફાઇડ શબ્દ આપણે સાંભળ્યો છે, પણ તેને લઈને ઘણે અંશે નકારાત્મક દૃષ્ટિકોણ બંધાઈ ચૂક્યો છે. એવામાં એ જ ટેકનોલોજીની સકારાત્મક બાજુ એવા ડિઝાઇન ફૂડના કોન્સેપ્ટથી સામાન્ય માણસ અજાણ જ રહ્યો છે ત્યારે અહીં તેના વિશે વિગતે વાત કરીએ..

1 min read
ABHIYAAN
January 29, 2022

બિરજુ મહારાજજીએ જીવનના મંચ ઉપરથી વિદાય લીધી..

કોઠાઓ ઉપરથી કથ્થક અને શાસ્ત્રીય સંગીતને બહાર લાવી સદીઓ બાદ સભ્ય સમાજમાં ફરી એકવાર પ્રસ્થાપિત કરી તેનું સન્માન પુનઃ પ્રસ્થાપિત કરવા માટે જે મહાપુરુષોએ જીવનની આહુતિ આપી છે એવા મહાપુરુષોમાં સ્વર્ગીય પંડિત બિરજુ મહારાજજીનો ફાળો અમૂલ્ય છે

1 min read
ABHIYAAN
January 29, 2022