રૂપાણીની વિદાય : ગુજરાતથી ઓપરેશન અટકવાનું નથી
ABHIYAAN|September 25, 2021
રૂપાણીની મુખ્યપ્રધાનપદેથી વિદાય ઘણાને ગમી નથી. આવો અણગમો ધરાવનારા લોકો પણ જાણતા હતા કે રૂપાણી વહીવટીતંત્ર પર અપેક્ષિત નિયંત્રણ રાખી શકતા નથી.

ગુજરાતના રાજકારણના પરિવર્તન ચક્રની ૧૧ સપ્ટેમ્બરે શરૂ થયેલી ગતિ હવે ૨૦૨૨ના આખરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી સુધી અટકવાની નથી. ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે એવી અનુમાનલક્ષી વાતો ચલાવનારા લોકો ભ્રમણામાં રાચે છે અને લોકોને સનસનાટીનું સેન્સેશન આપીને ક્ષણિક આનંદ માણે છે. વિજય રૂપાણીની વિદાયની ગંધ સુધ્ધાં પારખી નહીં શકનારા વહેલી ચૂંટણીની કૃત્રિમ ગંધ પેદા કરી રહ્યા છે. ગુજરાતમાં ૨૦૨૨ની ચૂંટણી ભાજપે જીતવી હોય તો રૂપાણી ના ચાલે એવું નેરેશન’ તૈયાર કરનારાઓ કદાચ એવું માનતા હશે કે મોવડીમંડળને અમારી વાત સ્વીકારવી પડી છે. કર્ણાટક અને ઉત્તરાખંડનું “નરેશન” કોણે તૈયાર કર્યું હતું?

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

ભાવનગર કરતાં વધુ ઘોઘા, દીવ ડૂબી જવાનો ભય

નાસાનો રિપોર્ટસેટેલાઇટ આધારિત હોય તેના કારણે પર્યાવરણશાસ્ત્રીઓ ભાવનગરની બદલે તેની નજીક આવેલા ઘોઘા અને દીવ કે જે સમુદ્ર સ્તરથી એકદમ ઉપર છે તે ભવિષ્યમાં ડૂબી શકે છે એવો મત ધરાવે છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

બાંગલાદેશમાં હિન્દુઓ પર હુમલા પાક. પ્રેરિત છે?

બાંગલાદેશની વર્તમાન સરકારના ભારત સાથેના સુમેળ ભર્યા સંબંધો પણ પાકિસ્તાનની ઈર્ષ્યાનું કારણ બને છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

દરિયાનું અધિક્રમણ ગુજરાતનાં કેટલાં નગર-ગામોને ગળી જશે?

સમુદ્ર સપાટી ઊંચી આવે તો કચ્છને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે. જે કિનારો અત્યારે ઊંચો છે તેને અસર ઓછી થશે અને જે વિસ્તાર નીચો છે તેને વધુ અસર થશે. સુથરીથી બાડા સુધીના એટલે કે અબડાસા તાલુકાથી માંડવી તાલુકાના દરિયાકિનારનો અંદાજિત ૨૫ ટકા વિસ્તાર ઊંચો હોવાથી તેને ઓછી અસર થશે, પરંતુ મુન્દ્રા અને કંડલા મહાબંદરો સહિત બાકીના ૭૫ ટકા દરિયાકિનારાની ભૂગોળ સંપૂર્ણ બદલાઈ જઈ શકે છે. આ વિસ્તારનો મોટો ભાગ ડૂબમાં આવી જશે.

1 min read
ABHIYAAN
October 30, 2021

જમીન ડૂબવાની ઘટનાઓ ભૂતકાળની અને ભવિષ્યની

ઉત્પત્તિ વખતથી અત્યાર સુધી પૃથ્વીનું વાતાવરણ, આબોહવા કે ભૂગોળ ક્યારેય એક સરખાં કે સ્થિર રહ્યાં નથી. તેમાં સતત બદલાવ આવ્યા જ કરે છે, પરંતુ કુદરતી રીતે બદલાતા વાતાવરણનો ફેરફાર મોટા ભાગે ખૂબ જ ધીમો હોય છે, જ્યારે માનવીય હસ્તક્ષેપના કારણે થતાં બદલાવની ગતિ અકલ્પનીય છે. જેના કારણે થનારી હાનિ પણ ઘણી વધુ છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

એમેઝોન - વિશાળકાય થતો જતો રાક્ષસી પંજો

પુસ્તકો જેવી એકદમ બિનહાનિકારક પ્રોડક્ટ વેચતા ઓનલાઇન સ્ટોર તરીકે શરૂ થયેલા એમેઝોને ઇ-કોમર્સના ક્ષેત્રમાં રહેલી અપાર સંભાવનાઓ જાહેર કરી અને એનો લાભ મેળવીને એક મહાકાય તંત્ર બની ગયું. તેણે આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થવા ઇચ્છતી કંપનીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું, પરંતુ શક્ય એટલી તમામ બાબતો, વસ્તુઓ ને મહત્તમ માર્કેટપ્લેસ પર અધિકાર સ્થાપવાની રાક્ષસીવૃત્તિને કારણે એમેઝોન હવે સેંકડો નેટિઝનો માટે અણગમતું નામ બની ગયું છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

ખાનગી શાળાને ટક્કર આપે એવી છે આ સરકારી શાળા

વર્તમાન સમયમાં શિક્ષણ એટલું મોંઘું બની ગયું છે કે, માતા-પિતા માટે સંતાનોને સારો અભ્યાસ કરાવવો ખૂબ કપરું બન્યું છે. તેમાં પણ આદિવાસી બાળકો માટે તો શિક્ષણ માત્ર વિચાર સુધી જ સીમિત રહી જાય છે. ખાનગી શાળાની ફી ના પોસાય અને સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ, પરંતુ આપણે જેવું વિચારીએ છીએ એટલું સત્ય નથી, કારણ કે આદિવાસી બાળકોને પગભર કરવા અને ઉમદા શિક્ષણ આપવાની નેમ વાંસદા તાલુકાની એક સરકારી શાળાએ લીધી છે.

1 min read
ABHIYAAN
October 30, 2021

કાલિકા ચાર બહેનો સાથે પૂજાય છે કાલીગ્રામમાં!

કાલી પૂજા માતૃ વંદના છે. મા કાલીએ અસુરોના નિકંદન માટે સ્વરૂપ બદલ્યું, પણ જડમૂળમાંથી અસુરોનો નાશ કરી જયાં મહાદેવ સમાધિમાં હતા ત્યાં અટકી ગયાં, ડ્યુટી સમજાઈ, શાંત થઈ ગયાં અને જીભ બહાર નીકળી ગઈ..!

1 min read
ABHIYAAN
October 30, 2021

વીજ સંકટ માટે સરકારની બહાનાબાજી ચાલે એવી નથી

દેશનો સિત્તેર ટકા વીજ પુરવઠો કોલસા આધારિત થર્મલ વીજ મથકો દ્વારા પુરો પાડવામાં આવે છે. આ વીજ મથકોમાંના ઘણા બધાની પાસે કોલસાનો પુરવઠો ચારેક દિવસ જેટલો જ હોવાનું કહેવાય છે.

1 min read
ABHIYAAN
October 23, 2021

રાવણે જ તો રામને ખરેખર રામ બનાવ્યા છે

લંકાધિપતિ રાવણમાં શીલ-શક્તિસૌંદર્યની ત્રિવેણી આદિકવિ વાલ્મીકિ તેમ જ અપભ્રંશના મહાકવિ સ્વયંભૂ દેવએ જોઈ અને રાવણને મર્યાદા પુરુષોત્તમ રામના સબળતમ તેમ જ પ્રબળતમ પ્રતિવંતી બનાવીને રામકથાનો સહજ પ્રતિનાયક બનાવ્યો જયારે ભક્ત કવિ તુલસીદાસે રાવણને ખલનાયક બનાવી દીધો છે, જે કવિત્વની દૃષ્ટિએ એટલો ગરિમાપૂર્ણ નથી લાગતો.

1 min read
ABHIYAAN
October 23, 2021

રાવણ ૧.૦ જોયો...‘રાવણા' ૨.૦ ક્યારે?

રાવણનું પહેલું વર્ઝન સમગ્ર સૃષ્ટિ માટે લર્નિગ લેસન છે. તેના પરથી ધ્યાન રાખવું ઘટે કે લેટેસ્ટ ફેશન મુજબ ઇંગ્લિશમાં રાવણને રાવણા કહેવાય છે તો રાવણનું બીજું વર્ઝન રાવણા-ટુ પોઇન્ટ ઝીરો હવે અસ્તિત્વમાં ન આવે અને આપણે તેના વાહક ન બનીએ.

1 min read
ABHIYAAN
October 23, 2021