શૂદ્રો તો રાજાઓ હતા 'ને ઋષિઓ પણ!
ABHIYAAN|July 17, 2021
શૂદ્રપર્વ'ના રચયિતા પ્રવીણ ગઢવી કહે છે કે શૂદ્રપર્વ વેદો-પુરાણોની કથાઓ પર આધારિત છે. વાર્તાસંગ્રહ “શૂદ્રપર્વ: “સવાયા દલિત' પ્રવીણ ગઢવીની અનન્ય દલિતનિષ્ઠા, પ્રતિબદ્ધતાપૂર્વકની સર્જકતા અને વેદોપુરાણોના ગહન અભ્યાસનું પરિણામ છે, “શૂદ્રપર્વ'. વેદોમાં વર્ણાશ્રમ હતો, પરંતુ અસ્પૃશ્યતા નહોતી, એમ વેદો-પુરાણોના થકવી દેતા અભ્યાસ પછી ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ તારવી આપ્યું છે, તેનો જ તંતુ મેળવીને પ્રવીણ ગઢવી પણ કહે છે કે, વેદકાળમાં શૂદ્ર એક જાતિ હતી, જેમને અગમ્ય કારણોસર બહિષ્કાર કરી દેવાથી તેઓ ચતુર્થ વર્ણ બની ગયા. આ શૂદ્રો જેઓ ત્યારે યજ્ઞનો અગ્નિ પ્રગટાવી શકતા, જનોઈ ધારણ કરી શકતા. તેઓ બહિષ્કૃત થવાને કારણે ચતુર્થ વર્ણ બની રહ્યા. તેમ છતાં – ચતુર્થ વર્ણમાં ધકેલાયા હોવા છતાં– શૂદ્રો ત્યારે અસ્પૃશ્ય નહોતા.
નટુભાઈ પરમાર

આદિપર્વ, સભાપર્વ, વનપર્વ, વિરાટપર્વ, ઉદ્યોગપર્વ, ભીષ્મપર્વ, દ્રોણપર્વ, કર્ણપર્વ, શલ્યપર્વ, સૌપ્તિકપર્વ, સ્ત્રી પર્વ, શાંતિપર્વ, અનુશાસનપર્વ, મસલપર્વ, આશ્વમેઘકપર્વ, આશ્રમવાસિકપર્વ, મહાપ્રસ્થાનિકપર્વ, સ્વર્ગારોહણપર્વ જેવા “મહાભારતના અઢાર પર્વોની જેમ, એક “શૂદ્રપર્વની પણ કલ્પના કરી છે, જન્મે ચારણ-ગઢવી પણ આજીવન વંચિતો, પીડિતો, શોષિતો એવા દલિતો-આદિજાતિઓના હિતેચ્છુ, પક્ષધર અને પ્રતિબદ્ધતાપૂર્વક તેમને સમર્પિત એવા સર્જક પ્રવીણ ગઢવીએ!

આપણે વાત કરી રહ્યા છીએ, ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત દલિત સાહિત્યકાર, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, દલિત ન હોવા છતાં અંતરમનથી દલિત સાહિત્યની સેવામાં રત એવા પૂર્વ સનદી અધિકારી (પૂર્વ કલેક્ટર અમરેલી) અને સર્વાનુમતે ગુજરાતના દલિત સમુદાયે જેમને સવાયા દલિત સાહિત્યકાર' રૂપે સ્વીકારી લીધા છે તે પ્રવીણ ગઢવીના તાજા વાર્તાસંગ્રહ “શૂદ્રપર્વની.

પૃથ્વી પરના તમામ રસોથી છલોછલ છે, આપણી પુરાણકથાઓ. તપ, ત્યાગ, બલિદાનના, હજારો લાખો પ્રેરક પ્રસંગોથી પણ ભરી પડી છે આપણી પુરાણકથાઓ. 'ને તોયે ધર્માધારિત ધારણાઓ માન્યતાઓને પ્રતાપે સદીઓની સદીઓ વિતવા છતાં જેઓ પરંપરાથી મળેલી નીચી જાતિથી ઊંચે ન ઊઠી શક્યા, અને જેઓ માત્ર કરુણ રસના જ ભાગી રહ્યા એવા આપણી જ પુરાણકથાઓના અનાર્યો એવા શૂદ્રોનો પક્ષ લઈને, વાર્તાકાર પ્રવીણ ગઢવી આપે છે એક અનોખો વાર્તાસંગ્રહ “શૂદ્રપર્વ.

તે સમયની વર્ણવ્યવસ્થાને કારણે દયનીય જીવન જીવી રહેલા શૂદ્રોની એ બદહાલત વચ્ચે પણ, વેદ-પુરાણોના વિશદ્ અધ્યયન, શૂદ્રો પ્રતિની માનવીય સંવેદના અને પૂર્ણ પ્રતિબદ્ધતા સાથેની સર્જનશક્તિ થકી પ્રવીણ ગઢવી, પુરાણકથાઓમાંથી ‘સ્વથી ઉપર ઊઠી ચૂકેલા, જ્ઞાની-સ્વમાની-શૂર એવા ઉત્તમ શૂદ્ર નાયક-નાયિકાઓને જો શોધી શક્યા છે, તો તે તેમની અનન્ય શૂદ્રનિષ્ઠાનો પ્રતાપ છે. પ્રવીણ ગઢવીનું આ સંશોધનકાર્ય વાર્તાસંગ્રહ “શૂદ્રપર્વની વિશેષતા છે.

'શૂદ્રપર્વ' દ્વારા વેદો-પુરાણોની કથાઓમાં કહેવાયેલા પ્રસંગોને ચુસ્તપણે વળગી રહીને, તેમાં વર્ણવાયેલાં પાત્રો, ઘટનાઓ, સમયકાળને જેમ છે તેમ જાળવીને, આ પુરાણકથાઓ કહેવામાં પ્રયોજાયેલી સંસ્કૃત ભાષાશૈલીનો જ મહત્તમ સહયોગ લઈને, એવી પુરાણકથાઓ જેમાં આર્યોની સાથે અનાય (શૂદ્રો) પણ છે, તેને અનાર્યો – શૂદ્રોના પક્ષે રહીને, એક નવા જ દૃષ્ટિકોણથી નિહાળવાનો વાર્તાકારે પ્રયાસ કર્યો છે. “શૂદ્રપર્વની અઢાર વાર્તાઓમાંથી પસાર થતા વાર્તાકાર એમના આ પ્રયાસમાં સફળ નિવડ્યા હોવાનું વાચકો પણ અનુભવશે.

ઋગ્વદના મંડલ દેશમાં આવેલા પુરુષ સૂક્તમાં બ્રાહ્મણોને વિરાટ પુરુષના મુખ, ક્ષત્રિયોને ભૂજા, વૈશ્યોને જંઘા અને શૂદ્રોને પાદ (પગ) કહેવાયા ત્યારથી શૂદ્રોની અવદશા બેઠી છે! એમ માનતા વાર્તાકાર પ્રવીણ ગઢવી પુરાણકથાઓમાં નિરૂપિત પ્રસંગોને-કથનોને આધારે જ શૂદ્રો પણ ઋષિઓ થયા હોવાના પ્રમાણો “શૂદ્રપર્વમાં રજૂ કરે છે.

વાર્તાકાર કહે છે, વેદકાળમાં કવશ ઐસુષ, મહીદાસ, મતંગ, વત્સ, ઔશિજ જેવા ઋષિઓ જન્મ શૂદ્ર યા તો દાસીપુત્રો હતા. તે કાળે શૂદ્રોના જનપદ-રાજયો હતાં. મહાભારત પુરાણોમાં પણ પૈજવન, સુદાસ, જાગૃતિ જેવા શૂદ્ર રાજાઓના ઉલ્લેખ મળે છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

પાણીની તંગીથી પીડાતા કચ્છમાંગામેગામ સેલોર-વાવ

કચ્છની મોટા ભાગની સેલોર-વાવની સ્થિતિ દયનીય છે. સેલોરની ઉપયોગિતા રહી ન હોવાથી બુરાઈ જાય છે. જોકે અમુકની જાળવણી પણ કરવામાં આવે છે. આધુનિક સમયમાં પણ ક્યાંક ક્યાંક લોકો સેલોર બનાવે છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

બેંગાલી ફૂડની ચટપટી ચેટ

આપણે આપણી રીતે ચોનાચૂર, પૈયાજી, મોશલામુરી, કોચુરી, આલુકબલી 'ને નારકેલ નારુ ખાઈએ છીએ. ફરક એટલો કે બંગાળીઓ એ બધું બંગાળી છે એમ માનીને ખાય છે અને આપણે એવું કશું વિચાર્યા વગર. જય હો ભારત મૈયા કી.

1 min read
ABHIYAAN
October 02, 2021

પંજાબમાં કોંગ્રેસ નિર્ણાયક બની, હવે બાજી જીતી શકાશે?

અત્યારે તો કોંગ્રેસે પંજાબમાં તેનું ઘર વ્યવસ્થિત કર્યું એ જ મોટી ઉપલબ્ધિ છે, પરંતુ એ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં પક્ષના અસંતુષ્ટો વધુ સક્રિય બન્યા છે, એ તરફ હવે પક્ષના મોવડીઓએ લક્ષ આપવાનું શરૂ કર્યું છે. એ સારી નિશાની છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

દેશમાં કાયદાની તવારીખ! કોલકાતા હાઈકોર્ટનાં ૧૬૦ વરસ...

આપણા દેશમાં અંગ્રેજોએ કોર્ટો બનાવી તે પહેલાં પણ ન્યાય વ્યવસ્થા હતી. કાયદો અને કલમો પાછળથી લખાઈ, પણ તેમાં સુધારો કરવાનો ક્રમ બહુ ધીમો રહ્યો છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

દૂધઈ ગામનો ૧૪ વર્ષનો કિશોર જૈન દીક્ષા લેશે

દીક્ષા બીજી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ ચેન્નઈ ખાતે યોજાવાની છે. પ.પૂ. આચાર્ય ભગવંત તીર્થભદ્ર સૂરિશ્વરજી મ.સા.ના સંવાડામાં અત્યાર સુધીમાં ૩૭ મુનિવરોની દીક્ષા થઈ છે. તીર્થની દીક્ષા ૩૮મી છે. બાળમુનિ તરીકે તીર્થ પહેલો જ છે.”

1 min read
ABHIYAAN
October 02, 2021

ઢળતી સાંજનો સથવારો 'જિંદગી'

વ્યક્તિ વૃદ્ધ થાય અને પરિવારનો સહારો ના મળે તો તેને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે અથવા પોતાના જ ઘરમાં પારકા બનીને મનમારી પરાણે રહેવાનું થાય છે. જેના કારણે તેમને જીવનમાંથી રસ ઊડી જાય છે અને બાકીનું જીવન મરી-મરીને પસાર કરે છે. આ વડીલોને ઉંમરનો પડાવ પાર કર્યા પછી પણ નવા જીવનની રાહ પર લઈ જવા માટેનું સ્થળ એટલે ઝિંદગી સેન્ટર.

1 min read
ABHIYAAN
October 02, 2021

જુદી-જુદી ધાતુનાં વાસણોનો ઉપયોગ અજમાવો, પરિવારની તંદુરસ્તી બનાવો

પ્લાસ્ટિક અને કાચનાં વાસણો ભલે એટ્રેક્ટિવ દેખાતાં હોય, પણ જો સ્વાથ્યની વાત કરીએ તો અન્ય ધાતુની સરખામણીમાં તે સહેજપણ ગુણકારી નથી. એવું જ કંઈક આપણે નોનસ્ટિકના સંદર્ભમાં પણ કહી શકીએ. પ્લાસ્ટિકના તો ના પરિવારના સ્વાથ્ય માટે સારા છે, ના પર્યાવરણ માટે. તેથી જ હવે લોકોમાં જ્યારથી હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલું સુખ તે જાતે નર્યા જેવી સમજ આવી રહી છે ત્યારથી તાંબા-માટીનાં વાસણોના ઉપયોગની ડિમાન્ડ વધી છે. ટ્રેડ હવે ફરીથી યુ-ટર્ન લઈને તાંબા-માટીનાં અને લોખંડનાં વાસણો તરફ વળ્યો છે. જુદી-જુદી ધાતુનાં વાસણોનો ઉપયોગ શરીર માટે અને પરિવાર માટે હિતકારી છે – સ્વાથ્યવર્ધક છે એવું હવે લોકો માનવા લાગ્યા છે અને તેથી જ રોજિંદા જીવનમાં જુદી-જુદી ધાતુનાં વાસણોના ઉપયોગને સ્થાન આપી રહ્યા છે.

1 min read
ABHIYAAN
October 02, 2021

એક દિન બિક જાયેગા માટી કે મોલ...

બિલ ગેટ્સ એકમાત્ર પ્રમુખ કે જેમના પત્નીજીએ પ્રમુખપદની ચૂંટણી લડી, બાકી બસ્સો વર્ષના ઇતિહાસમાં આવું કશું જ ના મળે

1 min read
ABHIYAAN
October 02, 2021

- અને હવે ગુજરાતના નવા પ્રધાનોએ પાઠ શીખવા પડશે

પક્ષના મોવડીઓએ તો આખા પ્રધાનમંડળને નવો ચહેરો આપીને એક નવા પ્રયોગનો રેકોર્ડ તો કર્યો, પરંતુ આ પ્રયોગ સફળ રહે તો જ તેનું સાર્થક્ય ગણાશે. અન્યથા આવા રેકોર્ડનું કોઈ મૂલ્ય રહેવાનું નથી.

1 min read
ABHIYAAN
October 02, 2021

રૂપાણીની વિદાય : ગુજરાતથી ઓપરેશન અટકવાનું નથી

રૂપાણીની મુખ્યપ્રધાનપદેથી વિદાય ઘણાને ગમી નથી. આવો અણગમો ધરાવનારા લોકો પણ જાણતા હતા કે રૂપાણી વહીવટીતંત્ર પર અપેક્ષિત નિયંત્રણ રાખી શકતા નથી.

1 min read
ABHIYAAN
September 25, 2021
RELATED STORIES

Apple Won't Let Fortnite Back Until Case Ends

Tim Sweeney, CEO of Fortnite maker Epic Games Inc., said Wednesday it’s been told by Apple that the game will be “blacklisted from the Apple ecosystem” until the companies’ legal case is resolved and all appeals are exhausted, which could take as long as five years.

1 min read
Techlife News
September 25, 2021

CALIFORNIA 1ST TO SET QUOTA LIMITS FOR RETAILERS LIKE AMAZON

California became the first state to bar megaretailers from firing warehouse workers for missing quotas that interfere with bathroom and rest breaks under a new law signed by Gov. Gavin Newsom that grew from Amazon’s drive to speed goods to consumers more quickly.

3 mins read
Techlife News
September 25, 2021

FACEBOOK OVERSIGHT BOARD REVIEWING ‘XCHECK' SYSTEM FOR VIPS

Facebook’s semi-independent oversight board says it will review the company’s “XCheck,” or cross check, system following an investigation by The Wall Street Journal into the use of this internal system that has exempted high-profile users from some or all of its rules.

1 min read
Techlife News
September 25, 2021

CHINA'S ANT GROUP TO SHARE CREDIT DATA WITH CENTRAL BANK

China’s central bank will soon have access to the private credit information of hundreds of millions of users of Ant Group’s online credit service, in a move signaling more regulatory oversight of the financial technology sector.

2 mins read
Techlife News
September 25, 2021

NETFLIX BUYS WONKA AUTHOR DAHL'S CATALOG

Netflix has acquired the works of Roald Dahl, the late British author of celebrated children’s books such as “Charlie and the Chocolate Factory.”

1 min read
Techlife News
September 25, 2021

APPLE, GOOGLE RAISE NEW CONCERNS BY YANKING RUSSIAN APP

Big Tech companies that operate around the globe have long promised to obey local laws and to protect civil rights while doing business.

4 mins read
Techlife News
September 25, 2021

CHINA SETS UP PLATFORM TO POLICE GAMING FIRM VIOLATIONS

Chinese regulators have set up a platform that allows the public to report on gaming companies they believe are violating restrictions on online game times for children.

1 min read
Techlife News
September 25, 2021

ONE TO CHARGE THEM ALL: EU DEMANDS SINGLE PLUG FOR PHONES

The European Union unveiled plans Thursday to require smartphone makers to adopt a single charging method for mobile devices.

1 min read
Techlife News
September 25, 2021

DON'T LET SOCIAL SECURITY STEER YOU WRONG

Few retirement decisions are as critical, or as easy to get wrong, as when and how to take your Social Security benefits.

4 mins read
Techlife News
September 25, 2021

AT LONG LAST, BALLMER, CLIPPERS BREAK GROUND ON NEW HOME

The design meetings have been going on for years.

4 mins read
Techlife News
September 25, 2021