માનવીનો માનીતો મોર
ABHIYAAN|April 10, 2021
દરેક જીવ કુદરતનો વહાલો ને પોતાની રીતે સારો છે
ગૌરાંગ અમીન

દૂરથી ટિહૂ ટેહું ટહુંક સંભળાવે એય લાગે મને મારો છે

વસંત ઋતુ જોરમાં હોય ત્યારે મોર યાદ ના આવે એવું ના બને. આંબા, આંબલી ને ખાસ કરીને ચૈત્રમાં લીમડો વગેરે વૃક્ષને આવતાં નાનાં ફૂલ એટલે કે ફૂલમંજરીના ફાલની વાત નથી. એમ તો ઊધઈ માટે મોર શબ્દ વપરાય છે. મોર કરીને એક તંતુવાદ્ય છે. સોળ ગુરુ 'ને બત્રીશ લઘુ મળીને અડતાળીસ વર્ણ અને ચોસઠ માત્રાનો જે છંદ બને તે મોર. વહાણના કૂવાથંભની ઘડેલી ટોચ મોર તરીકે ઓળખાય છે. તલવારની ધાર વિનાની બાજુ એટલે મોર. મોર ઘોડાના માથાના એક શણગારનું નામ છે. નથ કે વાળી મોર નામે ઓળખાય છે. નીલમ રત્નની શોભા તથા પ્રકાશ મોર કહેવાય. બરડાના પડખાને મોર કહે. વળ લાગી જાય કે પેચ લડે એને મોર કહેવાય છે. સોનાનો સિક્કો એટલે મોર. મહોર કે મોહર. મુખમુદ્રા કે ચહેરાના દેખાવ માટે મોર શબ્દ વપરાય છે. મોર એટલે મારું, નરમ કે નમ્ર ”ને અગાઉનું કે મોખરાનું એમ પણ અર્થ થાય. સૈન્યનો મોરચો. મોર અર્થાત્ સન્મુખ યા પાસે. અંગ્રેજીમાં મોર એટલે વધુ. વારુ આપણે તો આગળ વાત કરવી છે આપણા પક્ષી મોરની.

મોર સુંદર, રંગદાર ”ને લાંબા પીંછાંવાળું એક મોટું પંખી છે. સંસ્કૃતમાં મોર એટલે ગલવ્રત, સર્પદ્ધિષ, મેઘાનંદિન, ભુજગારિ, ચિત્રપર્ક, શિખાધર, બહિર્ણ, શાપટિક, કજાર, સમરવિષ્કિર, શિખિન, મરૂક, શિખિ, દિપ્તાક્ષ, પ્રમાદિક, કુમારવાહિન, વૃષિન, સર્પરાતિ, અસિતગ્રીવ, મેઘસુદ, શિતિકંઠ, ભુજંગભોગિન, શિખાવલ, કલધ્વનિ, કૂકવાકુ, સ્થિરમદ, શ્યામકંઠ, મરૂક, દિપ્તાંગ, પ્રવેલાકિન, મેઘનાદાનુલાસી, કલાધર, કુંડલિન, અહિદિષ, નાગવારિક, રાજસારસ, શુક્લાંગ, ભુજંગભુજ, જીવથ. શુક્ર ગ્રહ સંગીત એવમ મનોરંજક રસ સાથે જોડાયેલ છે એટલે મોરને શુક્રાંગ કહે છે. કૃષ્ણને પ્રિય અર્જુન મોર માટેનો પર્યાયવાચી શબ્દ છે. મોર અર્થાત્ નર્તક કે નૃત્યપ્રિય. મયૂર. લાપી. કેકી, મોરલો. મોરલિયો. નીલાંજન, નીલકંઠ.

કહે છે કે એક સમયે મોર પક્ષી હિન્દ સિવાય દુનિયાના અન્ય કોઈ ભાગમાં ન હતું. એલેક્ઝાન્ડર અને તેના સૈનિકો હિન્દમાં આ પક્ષી જોઈ આશ્ચર્યચકિત થઈને લગભગ બસો મોર પોતાના દેશમાં લઈ ગયા હતા. એ પછી ઈરાન માર્ગે મોરની હિન્દુસ્તાનમાંથી નિકાસ થવા લાગી હતી. રોમન લોકો મોઘા દામે મોર ખરીદતા હતા. શક્ય છે એ પહેલાં ભારતમાં ભણવા આવેલા કોઈ પાછા પોતાના ઘરે એથેન્સમાં મોર લઈને ગયા હોય. આજે પણ વનપક્ષી તરીકે મોર ભારતીય ઉપખંડમાં જોવામાં આવે છે. આજે કેનેડાના દૂરના અત્યંત ઠંડા પ્રદેશમાં મોર મળી શકે છે. મેક્સિકો કે ઓસ્ટ્રેલિયાના ગરમાગરમ ભાગમાં દેખાઈ શકે છે. બ્રાઝિલ, પોર્ટુગલ કે મોરેશિયસમાં આપણો લાડલો મોર પહોંચી ગયો છે. આજે પિકોક પ્રકારના કોકટેલ, ટોનિક'ને સોસ આજે વિદેશી બજારમાં હોય છે. પિકોક બ્રાન્ડના ઉત્પાદન હોય એ અલગ.

અંગ્રેજી ભાષામાં પિકોક શબ્દ ૧૩૦૦થી આવ્યો છે ને કેટલાય સ્પેલિંગ બદલાયા બાદ હાલમાં જે ચાલુ છે તે સ્પેલિંગ ફાઇનલ ગણાય છે. ઢેલ માટેનો શબ્દ પિફોલ ૧૪૦૦થી. મોરનું જીવન ઉત્ક્રાંતિના વિષય માટે પિતામહ ગણાતાં ચાર્લ્સ ડાર્વિનને ગૂંચવી કાઢે છે. ડાર્વિનને સમજાતું જ નથી કે મોરનું શરીર તેમ જ અમુક જીવન આવું કેમ છે ”ને મોર કેવી રીતે ઉત્ક્રાંતિની હરીફાઈમાં ટક્યો ને આગળ વધ્યો. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. મોર માટેનું આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક નામ છેક ૧૭૫૮માં આપવામાં આવ્યું. ભારતમાં મનુષ્ય ‘ને ઈશ્વરના અવતાર સાથે મોરને હજારો વર્ષ ઉપરાંતથી સંબંધ છે. મોરને ધર્મ, સંસ્કૃતિ ને અધ્યાત્મ સાથે જે સંબંધ છે તેની ખાસ વાતો ફરી ક્યારેક અહીં આપણે માણીશું. બાકી ભારતનાં ગામડાં સાથે જીવંત સંપર્કમાં રહેનાર ભારતીય જાણે જ છે કે મોર આપણી સાથે પ્રત્યક્ષ સંકળાયેલો જીવ છે. ભલે વર્ષો ગુલામ રહેલા કળિયુગના ભારતીયને સિંહનું જેટલું ઘેલું છે એટલો એને મોર પ્રત્યે લગાવ નથી.

હિતેન આનંદપરા લખે છે કે હૈયામાં એક મોર પાળ્યો છે મેં, એના ટહુકા સંભળાય તને સહિયર?

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

રાષ્ટ્રીય રાજકારણની તાસીર હવે બદલાશે?

પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોએ રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ જગાવી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના અભૂતપૂર્વ વિજયે તમામ વિપક્ષી નેતાઓને એક વાતની પ્રતીતિ કરાવી છે કે નરેન્દ્ર મોદી અમિત શાહની જોડી અજેય નથી, તેમને પરાસ્ત કરી શકાય છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

મમતા બેનરજીનું પશ્ચિમ બંગાળ! રમત રમતમાં રસ્તો સાફ!

પેટ અને પેટીમાં અકબંધ સવાલોના જવાબો હવે બહાર આવી ગયા છે. સ્પષ્ટ જનમત આવ્યો છે. લોકોએ મમતા બેનરજી અને તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ફરી સત્તાની ચાવી સોંપી છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

નકશા બનાવવાની સુંદર કલા તમારી કારકિર્દીને બનાવશે નક્શીદાર

યુવાનો પોતાની કારકિર્દીને લઈને ઘણા ગંભીર હોય છે. તેમાં ખાસ કરીને જો પોતાની મનપસંદ કારકિર્દી બનાવવાનો ચાન્સ મળે તો યુવાનો માટે કામ કરવાની ખુશી બમણી થઈ જતી હોય છે. આવું જ એક કરિયર છે કાર્ટોગ્રાફી (નશા બનાવવાની કલા) અથવા એમ પણ કહી શકાય કે નકશા બનાવવાનું કાર્ય. જો તમે ચિત્રકળામાં કુશળ છો તો આ ફિલ્ડમાં કારકિર્દી બનાવી શકો છો.

1 min read
ABHIYAAN
May 15, 2021

પશુપાલન આર્થિક સમૃદ્ધિનો ઉધોગ બન્યો

કચ્છમાં વશપરંપરાગત પશુપાલકો ઉપરાંત બીજા લોકો પણ પશુપાલનમાં જોડાઈને આધુનિક ઢબે પશુઓને ઉછેરી રહ્યા છે. યુવાનો પણ આ વ્યવસાય તરફ આકર્ષાઈ રહ્યા છે. પહેલા વિચરતું જીવન ગાળનારા પશુપાલકોના જીવનમાં હવે સ્થિરતા આવવાથી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

રાખનાં રમકડાં: ફ્રી-વિલ અને ડેટર્મિનિઝમ

‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે...” શ્રી અવિનાશ વ્યાસની આ સુંદર પંક્તિઓ આપણે ઘણીવાર સાંભળી છે. માણસ નામે રમકડાને રમતા રાખે છે શ્રીરામ.

1 min read
ABHIYAAN
May 15, 2021

પ.બંગાળમાં ચૂંટણી પછીની રાજકીય હિંસાખોરી અટકાવો

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા પછી નવી સરકારની રચનાની આગળની પ્રક્રિયાઓ ચાલી રહી છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

સચિંગ ફોર શીલા: ફિલ્મ નહીં, વ્યક્તિ વધારે ચર્ચાસ્પદ

ભગવાન રજનીશના પર્સનલ આસિસ્ટન્ટ અને નિકટતમ અનુયાયી મા આનંદશીલાના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ સર્ચિંગ ફોર શીલા હાલમાં ચર્ચામાં છે. ચર્ચાનું કારણ ફિલ્મના સારાં-નબળાં પાસાં નહીં, પણ મા આનંદશીલા પોતે છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

મમતા અને કર્તવ્યની મિસાલ

'માંગ લું યે મન્નત કે ફીર યહી જહાં મિલે, ફિર વહી ગોદ..ફિર વહી માં મિલે' મધર્સ ડે-વર્ષમાં આવતો એક એવો દિવસ જેમાં આપણે માતાને કહીએ છીએ કે-મા તું ના હોત તો હું ના હોત, પરંતુ આ વર્ષે કોરોનાના કહેરના કારણે એવાં અસંખ્ય બાળકો જે પોતાની માતાથી દૂર છે, તેમને સાચવી રહી છે એવી માતાઓ જે પોતાનાં સંતાનોથી દૂર છે. ૮ મે ના રોજ ઉજવાઇ રહેલા મધર્સ ડે પર અમે એવી માતાઓને નતમસ્તક છીએ જે આ કપરા કાળમાં પોતાની ફરજની સાથે મમતાભર્યા સ્પર્શનો અનુભવ કરાવે છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

પ.બંગાળની માટી સાથે જોડાયેલાં મહિલા મુખ્યમંત્રી : મમતા બેનરજી

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ તૃણમૂલ કોંગ્રેસની સર્વેસર્વા મમતા બેનર્જીએ આ પંક્તિઓ એક ચૂંટણી મુલાકાત દરમિયાન સંભળાવી હતી અને કહ્યું હતું કે હું સ્ટ્રીટ ફાઇટર છું. રોજ લડું છું. તેથી આ ચૂંટણી પણ મારા માટે સામાન્ય જ છે. રોજ એક નવા દિવસની લડાઈ જેવી જ આ લડાઈ છે, જેમાં મારી જીત થશે.

1 min read
ABHIYAAN
May 15, 2021

જીવનનો અર્થ શોધતું પુસ્તક

તર્ક, બુદ્ધિ 'ને જ્ઞાન હોય એ જ જીવી રહ્યું છે એવું નથી

1 min read
ABHIYAAN
May 15, 2021
RELATED STORIES

PANDEMIC GIVES BOOST AS MORE STATES MOVE TO DIGITAL IDS

The card that millions of people use to prove their identity to everyone from police officers to liquor store owners may soon be a thing of the past as a growing number of states develop digital driver’s licenses.

3 mins read
AppleMagazine
AppleMagazine #498

THE NEW APPLE TV 4K: CINEMATIC EXPERIENCE WITH A12 BIONIC CHIP & NEW SIRI REMOTE

Whilst it was the overhauls to the iMac and iPad that got people talking at this year’s Spring Loaded event held in Cupertino, California, Apple also used the virtual keynote to announce a refresh to its popular Apple TV set-top box. The latest iteration drives huge leaps forward in graphics performance, introduces the A12 Bionic chip to Apple TV, as well as an all-new Siri Remote, designed to take Apple’s cinema-athome experience to even greater heights.

7 mins read
AppleMagazine
AppleMagazine #498

RANSOMWARE GANGS GET MORE AGGRESSIVE AGAINST LAW ENFORCEMENT

Police Chief Will Cunningham came to work four years ago to find that his six-officer department was the victim of a crime.

4 mins read
AppleMagazine
AppleMagazine #498

MLB TELLS ATHLETICS TO EXPLORE RELOCATION IF NO NEW BALLPARK

Major League Baseball instructed the Athletics to explore relocation options as the team tries to secure a new waterfront ballpark it hopes will keep the club in Oakland long-term.

5 mins read
AppleMagazine
AppleMagazine #498

NEBRASKA COULD LET STATE BANKS OFFER CRYPTOCURRENCY SERVICES

Nebraska banks that want to cash in on the cryptocurrency tech craze could start offering services to customers who own Bitcoin and other digital assets under a bill backed by Monday state lawmakers.

2 mins read
AppleMagazine
AppleMagazine #498

ELON MUSK SHOWS HUMILITY AND HUBRIS AS ‘SNL' HOST

Elon Musk showed a combination of humility and hubris as he opened his highly anticipated hosting gig on “Saturday Night Live.”

2 mins read
AppleMagazine
AppleMagazine #498

AS CHIP SHORTAGE GOES ON, CARS ARE SCARCE AND PRICES ARE UP

For the next few months, Charlie Gilchrist figures his 11 car dealerships in the DallasFort Worth area will sell just about every new vehicle they can get from the factories — and at increased prices.

5 mins read
AppleMagazine
AppleMagazine #498

SEYFRIED LENDS GROUNDING PRESENCE TO CAMPY THRILLER

Hollywood thrillers in which sophisticated, attractive city folk move to creaky old country homes and experience scary things are a dime a dozen. Less common is when those Hollywood thrillers are based on the theology of 18thcentury Swedish mystic Emanuel Swedenborg.

4 mins read
AppleMagazine
AppleMagazine #498

AMAZON BLOCKED 10 BILLION LISTINGS IN COUNTERFEIT CRACKDOWN

Amazon, which has been under pressure from shoppers, brands and lawmakers to crack down on counterfeits on its site, said Monday that it blocked more than 10 billion suspected phony listings last year before any of their offerings could be sold.

2 mins read
AppleMagazine
AppleMagazine #498

AGS URGE FACEBOOK TO DROP ‘INSTAGRAM FOR KIDS' PROPOSAL

A bipartisan group of 44 attorneys general has written to Facebook CEO Mark Zuckerberg urging him to drop company plans for a version of Instagram for children under the age of 13, Massachusetts Attorney General Maura Healey announced Monday.

2 mins read
AppleMagazine
AppleMagazine #498