સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા
ABHIYAAN|March 27, 2021
સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા
ગૌરાંગ અમીના

ગરાસ આવાસ”ને વાટ વસવાટ પર પ્રવાસ જીવે છે

સહવાસ'ને વાસના પ્રાસ પર એકલ પ્રવાસ જીતે છે

એક શબ્દ કાને પડે કે વિશેષ ઠંડક મળે છે. એક બોલો કે તરત શાંતિનો અનુભવ થાય. એક એટલે પ્રથમ 'ને એક એટલે ગણિતના અંતે મળેલું પરિણામને એક એટલે એકમત કે સાથે જોડાયેલું. એક પાછળ જેવું અંત લાગે કે ધબકારા બદલાઈ જાય. ઘર શબ્દ એકવચનમાં વપરાય છે છતાં સાધારણ સંસારીનું મન 'ને મગજ જાણે છે કે હોમ એટલે આઇ નહીં વી અર્થાત્ અમે. કુટુંબ એકવચન હોવા છતાં, કુટુંબ બોલે છે કરીને આત્મકથા લખો તો કલમ અમે તરીકે જ ચાલે. મનુષ્ય સામાજિક પ્રાણી છે ને સમૂહ કે જૂથ વગર ગૂંચવાઈ જાય છે. મોટા પગાર અને ઘણી સવલત આપતી નોકરી પર જો સાધારણ માણસને એકલા રહેવાનું આવે તો એ ગભરાઈ જાય છે. એક વર્ષ અગાઉ ઘર ”ને કુટુંબ સાથે રહેનારને સમાજ વચ્ચે જવા-આવવા ના મળતાં ગૂંગળામણ થવા માંડેલી, પરંતુ સત્ય એ છે કે એકલા આવેલા અને એકલા જવાના. આધ્યાત્મિક ઉન્નતિ એકાંત માંગે છે. જીવનની સૂઝ શબ્દ આપે છે એકલવીર. એકલફોસી જેવો કોઈ શબ્દ નથી. ટાગોર કહે છે, એકલા ચાલો રે. એકલા જીવો ના, પણ એકલા ફરો તો ખરા.

વૈકેશન આવી રહ્યું છે. ફરવા જવાનો કાર્યક્રમ ઘડવા માંડો. બસ, આ વખતે પ્રયત્ન કરો કે થોડું કે વધારે સાવ એકલા ફરો. ફેમિલી કે ફ્રેન્ડ્ઝ સાથે જ્યાં જાવ ત્યાંથી એક કે વધુ દિવસ એકલા આગળ કશે ફરવા જાવ અથવા ઘરેથી જ સાવ એકલા એક કે વધુ દિવસ માટે કશે ફરવા જાવ. સામાજિક મુલાકાત કે કામ માટેની મુસાફરીની વાત નથી. રખડવા, ભટકવા ને ફરવાની વાત છે. તમારી એકલાની વાત નથી, બધાંની વાત છે. ક્યાં જવું અને કેટલા દિવસ માટે જવું એ મુદ્દો બે નંબરનો છે. કેટલો ખર્ચ થશે એ ત્રીજા નંબરની વાત છે. પાયાનો મુદ્દો એ છે કે કમ સે કમ એક કે બે રાત માટે બજેટ હોય એ સ્થળે એકલા ફરવા જવું. જે કોઈ ને કોઈ પણ એવી સાચી મર્યાદા હોય જેને કારણે એકલા ના જઈ શકાય તો એમને પોતાના માટે પાયો જ નથી રહેતો. એ અન્ય કોઈને એકલા ફરવા જવા તૈયાર કરી શકે છે. અત્યાર સુધી જો એકલા ફરવા ના ગયા હો ને કંપનીમાં જ ફર્યા હો તો આ ખાસ વિચારવા જેવું છે. ભવિષ્યમાં એકલા જવાનું નક્કી જ હોય તો ખુશીખુશી આગળ વધવા જેવું છે.

લોન્લી 'ને એલોન વચ્ચેના ભેદની ચર્ચા જૂની થઈ. એકાંત 'ને એકલાપણુ વચ્ચેનું અંતર ચર્ચામાં બોલીએ સાંભળીએ એ કદાચ જીવનમાં કામ લાગે, પણ એ અંતર અનુભવમાં આવે ત્યારે સમજમાં ઊતરે અને એ પછી એ સમજણ જીવવામાં સો ટકા કામમાં લઈ શકીએ. માનસિક એકાંત અને શારીરિક એકાંત અલગ હોય. એકલા પડવું ને એકલા પડી જવું અલગ હોય. એમ તો તમે ગીત ગાઓ અને શ્રેયા ગાય એમાં ફરક પડે. શ્રેયાને શોભા ગુર્ટમાં ફરક પડે. છતાં ગીત સાંભળવાની મજા સાવ નોખી પડે. સ્પીકર્સ ગાય છતાં જીવતા નથી. યુગલ ગીત સાંભળો ત્યારે તમે એકલા નથી હોતાં. બાથરૂમમાં એકલા ગાઓ ત્યારે લાખો લોકો સાંભળે કે ના સાંભળે કોઈ ફેર નથી પડતો. એક ગીતની એક કડી ગા ગા કરીને તમે બાથરૂમમાં એકલા હોવા છતાં કોઈની સાથે ક્યાંના ક્યાં પહોંચી જાવ છો. વાસ્તવમાં જોડે હોવું, સાથે હોવું”ને પાસે હોવું વિભિન્ન સ્થિતિઓ છે એ આપણને અનુભવ છે. હકીકતમાં એક હોવું એટલે એકવચનમાં આઈ હોવું. અંગ્રેજીમાં સરસ શબ્દ છે સોલો.

આપણે અહીં કપલ ટૂર કે ક્રાઉડ ટ્રાવેલ પર કોમેન્ટ નથી કરવી. સહિયારી મુસાફરીના લાભ એની જગ્યાએ છે જ. સામૂહિક યાત્રાની મોજની પોતાની જગ્યા છે જ. જે સાથે થાય એ સાથે જ થાય, પરંતુ જે ગ્રુપમાં ના થાય એ ગ્રુપમાં ના જ થાય. આપણે અહીં સોલો પ્રવાસ પર વાત કરીશું. ટીવી ચેનલ પર ટ્રાવેલ અંગેના શૉ જુઓ છો ત્યારે તમે માર્ક કર્યું હશે કે ફરનાર એકલો ફરે છે. જી, કેમેરા ચલાવનાર ને અન્ય સાથી જોડે હોઈ શકે છે. પરંતુ, પ્રોગ્રામ જોનારની નજર એ રીતે જ ફરે છે કે હોસ્ટ એકલો જ ફરે છે. સાહસના કાર્યક્રમ હોય કે દસ્તાવેજી ચિત્ર, દર્શકની દ્રષ્ટિ સામે સોલો ટ્રાવેલર છે એ રીતે જ એ પ્રોગ્રામ ગ્રહણ કરે છે. સાહસનો કાર્યક્રમ હોય ને ગ્રૂપ સાહસ કરતું બતાવવું હોય તો સ્પર્ધા બતાવવી પડે છે. ટૂરિઝમ પ્રકારના પ્રોગ્રામમાં એક ગ્રુપ ફરવા ગયું હોય ને એ ગ્રૂપ પ્રોગ્રામ પ્રેઝન્ટ કરે તો તમને એટલી ને એવી મજા આવે? સોલો ટ્રાવેલ ના કર્યું હોય તો ખૂલી આંખે સોલો ટ્રાવેલ કરો છો એવી કલ્પના કરવી સહેલી નથી. હ્યુમન માઈન્ડ 'ને બ્રેઇનને સલામ.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

રાષ્ટ્રીય રાજકારણની તાસીર હવે બદલાશે?

પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોએ રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ જગાવી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના અભૂતપૂર્વ વિજયે તમામ વિપક્ષી નેતાઓને એક વાતની પ્રતીતિ કરાવી છે કે નરેન્દ્ર મોદી અમિત શાહની જોડી અજેય નથી, તેમને પરાસ્ત કરી શકાય છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

મમતા બેનરજીનું પશ્ચિમ બંગાળ! રમત રમતમાં રસ્તો સાફ!

પેટ અને પેટીમાં અકબંધ સવાલોના જવાબો હવે બહાર આવી ગયા છે. સ્પષ્ટ જનમત આવ્યો છે. લોકોએ મમતા બેનરજી અને તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ફરી સત્તાની ચાવી સોંપી છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

નકશા બનાવવાની સુંદર કલા તમારી કારકિર્દીને બનાવશે નક્શીદાર

યુવાનો પોતાની કારકિર્દીને લઈને ઘણા ગંભીર હોય છે. તેમાં ખાસ કરીને જો પોતાની મનપસંદ કારકિર્દી બનાવવાનો ચાન્સ મળે તો યુવાનો માટે કામ કરવાની ખુશી બમણી થઈ જતી હોય છે. આવું જ એક કરિયર છે કાર્ટોગ્રાફી (નશા બનાવવાની કલા) અથવા એમ પણ કહી શકાય કે નકશા બનાવવાનું કાર્ય. જો તમે ચિત્રકળામાં કુશળ છો તો આ ફિલ્ડમાં કારકિર્દી બનાવી શકો છો.

1 min read
ABHIYAAN
May 15, 2021

પશુપાલન આર્થિક સમૃદ્ધિનો ઉધોગ બન્યો

કચ્છમાં વશપરંપરાગત પશુપાલકો ઉપરાંત બીજા લોકો પણ પશુપાલનમાં જોડાઈને આધુનિક ઢબે પશુઓને ઉછેરી રહ્યા છે. યુવાનો પણ આ વ્યવસાય તરફ આકર્ષાઈ રહ્યા છે. પહેલા વિચરતું જીવન ગાળનારા પશુપાલકોના જીવનમાં હવે સ્થિરતા આવવાથી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

રાખનાં રમકડાં: ફ્રી-વિલ અને ડેટર્મિનિઝમ

‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે...” શ્રી અવિનાશ વ્યાસની આ સુંદર પંક્તિઓ આપણે ઘણીવાર સાંભળી છે. માણસ નામે રમકડાને રમતા રાખે છે શ્રીરામ.

1 min read
ABHIYAAN
May 15, 2021

પ.બંગાળમાં ચૂંટણી પછીની રાજકીય હિંસાખોરી અટકાવો

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા પછી નવી સરકારની રચનાની આગળની પ્રક્રિયાઓ ચાલી રહી છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

સચિંગ ફોર શીલા: ફિલ્મ નહીં, વ્યક્તિ વધારે ચર્ચાસ્પદ

ભગવાન રજનીશના પર્સનલ આસિસ્ટન્ટ અને નિકટતમ અનુયાયી મા આનંદશીલાના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ સર્ચિંગ ફોર શીલા હાલમાં ચર્ચામાં છે. ચર્ચાનું કારણ ફિલ્મના સારાં-નબળાં પાસાં નહીં, પણ મા આનંદશીલા પોતે છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

મમતા અને કર્તવ્યની મિસાલ

'માંગ લું યે મન્નત કે ફીર યહી જહાં મિલે, ફિર વહી ગોદ..ફિર વહી માં મિલે' મધર્સ ડે-વર્ષમાં આવતો એક એવો દિવસ જેમાં આપણે માતાને કહીએ છીએ કે-મા તું ના હોત તો હું ના હોત, પરંતુ આ વર્ષે કોરોનાના કહેરના કારણે એવાં અસંખ્ય બાળકો જે પોતાની માતાથી દૂર છે, તેમને સાચવી રહી છે એવી માતાઓ જે પોતાનાં સંતાનોથી દૂર છે. ૮ મે ના રોજ ઉજવાઇ રહેલા મધર્સ ડે પર અમે એવી માતાઓને નતમસ્તક છીએ જે આ કપરા કાળમાં પોતાની ફરજની સાથે મમતાભર્યા સ્પર્શનો અનુભવ કરાવે છે.

1 min read
ABHIYAAN
May 15, 2021

પ.બંગાળની માટી સાથે જોડાયેલાં મહિલા મુખ્યમંત્રી : મમતા બેનરજી

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ તૃણમૂલ કોંગ્રેસની સર્વેસર્વા મમતા બેનર્જીએ આ પંક્તિઓ એક ચૂંટણી મુલાકાત દરમિયાન સંભળાવી હતી અને કહ્યું હતું કે હું સ્ટ્રીટ ફાઇટર છું. રોજ લડું છું. તેથી આ ચૂંટણી પણ મારા માટે સામાન્ય જ છે. રોજ એક નવા દિવસની લડાઈ જેવી જ આ લડાઈ છે, જેમાં મારી જીત થશે.

1 min read
ABHIYAAN
May 15, 2021

જીવનનો અર્થ શોધતું પુસ્તક

તર્ક, બુદ્ધિ 'ને જ્ઞાન હોય એ જ જીવી રહ્યું છે એવું નથી

1 min read
ABHIYAAN
May 15, 2021
RELATED STORIES

PANDEMIC GIVES BOOST AS MORE STATES MOVE TO DIGITAL IDS

The card that millions of people use to prove their identity to everyone from police officers to liquor store owners may soon be a thing of the past as a growing number of states develop digital driver’s licenses.

3 mins read
AppleMagazine
AppleMagazine #498

THE NEW APPLE TV 4K: CINEMATIC EXPERIENCE WITH A12 BIONIC CHIP & NEW SIRI REMOTE

Whilst it was the overhauls to the iMac and iPad that got people talking at this year’s Spring Loaded event held in Cupertino, California, Apple also used the virtual keynote to announce a refresh to its popular Apple TV set-top box. The latest iteration drives huge leaps forward in graphics performance, introduces the A12 Bionic chip to Apple TV, as well as an all-new Siri Remote, designed to take Apple’s cinema-athome experience to even greater heights.

7 mins read
AppleMagazine
AppleMagazine #498

RANSOMWARE GANGS GET MORE AGGRESSIVE AGAINST LAW ENFORCEMENT

Police Chief Will Cunningham came to work four years ago to find that his six-officer department was the victim of a crime.

4 mins read
AppleMagazine
AppleMagazine #498

MLB TELLS ATHLETICS TO EXPLORE RELOCATION IF NO NEW BALLPARK

Major League Baseball instructed the Athletics to explore relocation options as the team tries to secure a new waterfront ballpark it hopes will keep the club in Oakland long-term.

5 mins read
AppleMagazine
AppleMagazine #498

NEBRASKA COULD LET STATE BANKS OFFER CRYPTOCURRENCY SERVICES

Nebraska banks that want to cash in on the cryptocurrency tech craze could start offering services to customers who own Bitcoin and other digital assets under a bill backed by Monday state lawmakers.

2 mins read
AppleMagazine
AppleMagazine #498

ELON MUSK SHOWS HUMILITY AND HUBRIS AS ‘SNL' HOST

Elon Musk showed a combination of humility and hubris as he opened his highly anticipated hosting gig on “Saturday Night Live.”

2 mins read
AppleMagazine
AppleMagazine #498

AS CHIP SHORTAGE GOES ON, CARS ARE SCARCE AND PRICES ARE UP

For the next few months, Charlie Gilchrist figures his 11 car dealerships in the DallasFort Worth area will sell just about every new vehicle they can get from the factories — and at increased prices.

5 mins read
AppleMagazine
AppleMagazine #498

SEYFRIED LENDS GROUNDING PRESENCE TO CAMPY THRILLER

Hollywood thrillers in which sophisticated, attractive city folk move to creaky old country homes and experience scary things are a dime a dozen. Less common is when those Hollywood thrillers are based on the theology of 18thcentury Swedish mystic Emanuel Swedenborg.

4 mins read
AppleMagazine
AppleMagazine #498

AMAZON BLOCKED 10 BILLION LISTINGS IN COUNTERFEIT CRACKDOWN

Amazon, which has been under pressure from shoppers, brands and lawmakers to crack down on counterfeits on its site, said Monday that it blocked more than 10 billion suspected phony listings last year before any of their offerings could be sold.

2 mins read
AppleMagazine
AppleMagazine #498

AGS URGE FACEBOOK TO DROP ‘INSTAGRAM FOR KIDS' PROPOSAL

A bipartisan group of 44 attorneys general has written to Facebook CEO Mark Zuckerberg urging him to drop company plans for a version of Instagram for children under the age of 13, Massachusetts Attorney General Maura Healey announced Monday.

2 mins read
AppleMagazine
AppleMagazine #498