સામાન્ય દેખાતો હાડકાંનો ખતરનાક રોગ : પેજેટ્સ ડિસીઝ
ABHIYAAN|February 27, 2021
વ્યક્તિ ૩૦થી ૩૫ વર્ષની થાય ત્યારે ધીમે ધીમે હાડકામાં ઘસારો પડતો હોવાની વાત તો આપણે જાણી જ છીએ અને કદાચ તેથી જ કેલ્શિયમ વધુ પ્રમાણમાં લેવાની ભલામણ કરાતી હોય છે. હાડકાનાં ઘણા રોગો હોય છે. થોડા સમયથી ઓસ્ટિયોપોરોસિસ અને ઓસ્ટિયોઆર્થાઈટિસ વિષે લોકો સભાન બન્યા છે પરંતુ ૫૦ વર્ષની ઉંમર બાદ થતો પેજેટ્સ ડિસીઝ તેનાથી પણ વધુ ખતરનાક છે.
મનીષા શાહ

મેડિકલ સાયન્સમાં આજે પણ એવી અગણિત બાબતો છે જેના વિશે કહી શકાય કે આપણે અજાણ જ નહીં, અજ્ઞાન પણ છીએ. ઘણાબધા રોગ એવા છે જે થવા પાછળનાં શું કારણો છે એ સામાન્ય માણસની સમજ બહાર છે છતાં ૩૦થી ૩૫ વર્ષની ઉંમરે જ શરીરમાં હાડકાંને લગતી સમસ્યાઓ ધીરે ધીરે ઊભી થાય છે. હાડકાને લગતા રોગો થવાનું સહજ છે, કારણ કે જેમ શરીર ઘસાતું જાય એમ હાડકાંને પણ ઘસારો લાગે છે. એવાં હાડકાંના સામાન્ય રોગો ઑસ્ટિયોપોરોસિસ, ઑસ્ટિયોઆથ્રાઇટિસ વિશે થોડે ઘણે અંશે લોકો માહિતગાર રહે છે, પરંતુ બીજો એક હાડકાંનો એવો રોગ છે જે મોટા ભાગે ૫૦ વર્ષની ઉંમર પછી લોકોમાં દેખાઈ શકે છે, આ રોગની તીવ્રતા ઉંમરની સાથે સાથે વધતી જાય છે. હાડકાંને લગતા આ રોગનું નામ પેજેટ્સ ડિસીઝ છે.

સામાન્ય રીતે મોટા ભાગના લોકોમાં એવું માનતા હોય છે કે નાનપણમાં હાડકાંનો ગ્રોથ થયા પછી તેઓ જ્યારે મોટા થાય છે પછી હાડકાં બનવાનું બંધ થઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે એક વખત વ્યક્તિ પોતાની નિશ્ચિત ઊંચાઈ મેળવી લે પછી પણ શરીરમાં હાડકાંના કોષો સતત બદલાતા રહેતા હોય છે. જેમાં હાડકાંના જૂના કોષો દૂર થતા જાય છે અને એનું સ્થાન નવા કોષો લેતા હોય છે. આમ જૂનાં હાડકાંનું સ્થાન નવાં હાડકાં લે છે. હાડકાંની આ રીસાઇલિંગની પ્રોસેસ છે, એમાં દખલ કરવાનું કામ આ પેજેટ્સ ડિસીઝ કરે છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

માનવીનો માનીતો મોર

દરેક જીવ કુદરતનો વહાલો ને પોતાની રીતે સારો છે

1 min read
ABHIYAAN
April 10, 2021

રાહુલ ગાંધીના નવા વિશ્વાસ જીતેન્દ્રસિંહ

કોગ્રેસના વિદ્રોહ જૂથ જીિ-૨૩ના બળવાખોરો સાથે સમાધાન કરવા માટે સોનિયા ગાંધીએ અંબિકા સોનીને મધ્યસ્થી તરીકે આગળ વધવા જણાવ્યું હોવા છતાં રાહુલ ગાંધીએ હજુ પણ જી-૨૩ જૂથની ઉપેક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે. દરમિયાન રાહુલ ગાંધી તેમના વિશ્વાસુ સાથીઓ કે.સી.

1 min read
ABHIYAAN
April 10, 2021

માણસની મહેનત અને કુદરતનો સાથ બધું ય કામ લાગ્યું

સુએઝ કેનાલમાં ફસાયેલું જહાજ આખરે નીકળી ગયું..!!

1 min read
ABHIYAAN
April 10, 2021

મોદીની બાંગલાદેશ મુલાકાત: તૃણમૂલનો વિરોધ નિરર્થક નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગલાદેશની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોની દષ્ટિએ ભલે ગમે તેટલા ઉમદા હેતુસરની ગણાવાતી હોય, આમ છતાં ભારતમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં તેની સામે વિરોધના સૂર ઊઠ્યા છે, તેને સાવ નિરર્થક નહીં ગણાવી શકાય. બાંગલાદેશના સ્વાતંત્ર્યના પચાસ વર્ષની ઉજવણીના સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન બાંગલાદેશ ગયા હતા. એ પ્રસંગની સાર્થકતા વિશે કોઈ વિવાદને સ્થાન ન હોઈ શકે. કેમ કે બાંગલાદેશને પશ્ચિમ પાકિસ્તાનથી સ્વતંત્ર કરવાના પ્રયાસમાં ભારતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી અને પાકિસ્તાન સામે ૧૯૭૧નું યુદ્ધ એ માટે જ લડવું પડ્યું હતું. એ એક અનોખો ઇતિહાસ છે અને એ સાહસિક નિર્ણય માટે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી યશના અધિકારી છે. મોદીએ પણ બાંગલાદેશના સમારોહના તેમના પ્રવચનમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

1 min read
ABHIYAAN
April 10, 2021

મિડિયમ ઇઝ ધી મેસેજ : માધ્યમ મોટું કે સંદેશ?

ગ્રીક દંતકથાઓમાં મીડિયા એક દેવી છે. એનું આજના મોડર્ન શબ્દ મીડિયા’ અર્થાત “કહેવા બતાવવાનું સાધન કે માધ્યમ સાથે કોઈ સામ્ય નથી. છતાં, આધુનિક મીડિયા એક દેવીનો દરજજો તો ભોગવી રહી છે એમાં બેમત નહીં. વાત અહીં ફક્ત સમાચાર માધ્યમોની નથી થઈ રહી; વાત થઈ રહી છે મૉડર્ન મનુષ્યની જિંદગીમાં વ્યાપકપણે પ્રસરી ગયેલા મીડિયા એટલે કે તમામ પ્રકારનાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટની. એમાં વિવિધ ચેનલ, ગીત-સંગીત, ભાતભાતની ગેમ, ઈમેજ, વીડિયો સમેત ઇન્ટરનેટ પરની તમામ પ્રકારની એવી સામગ્રીઓ આવી જાય છે, જે આજના મૉડર્ન માનવના મનના ખોરાકનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. વિશ્વમાં આજે કેટલા પ્રતિશત લોકો એવા હશે, જે ઉપર ગણાવી એ પ્રકારની મીડિયા સામગ્રીનો ઉપભોગ કર્યા વિના એક દિવસ પણ કાઢતા હોય? બહુ જ ઓછા!

1 min read
ABHIYAAN
April 10, 2021

ભૂકંપમાં મૃત્યુ પામેલાં ભૂલકાંનું સ્મારક ૨૦ વર્ષે ય અધૂરું

૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં અંજારમાં પ્રભાતફેરી દરમિયાન ૧૮૫ બાળકો સહિત ૨૦૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ લોકોની યાદમાં સ્મારક બનાવવાની વાત તો તે સમયથી જ ચાલે છે, પરંતુ હજુ પણ વાલીઓ સ્મારકની રાહ જોઈ રહ્યાં છે.

1 min read
ABHIYAAN
April 10, 2021

મહારાષ્ટ્ર સરકારમાં પવારને પૂછજ્યા વિના કોઈ નિર્ણય લેવાતો નથી

મહારાષ્ટ્રની ત્રણ પક્ષોના જોડાણવાળી સંયુક્ત સરકારમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કરતાં એનસીપીના વડા શરદ પવારનું વધુ ચાલે છે એવી છાપ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને મુંબઈના પૂર્વ કમિશનર પરમવીરસિંહ વચ્ચેના ઘર્ષણ અને વિવાદ પછી વધુ દઢ બની છે.

1 min read
ABHIYAAN
April 10, 2021

પડ પાસા પોબાર!

પશ્ચિમ બંગાળમાં ચાર દાયકા પછી જે ચિત્ર ઊપસી રહ્યું છે તેને જોઈને જડ અને ચેતનનું યુદ્ધ કેવું હોય તે ફલિત થઈ રહ્યું છે. જડ શક્તિને તોડવા પહેલાં પણ વિવિધ રંગો એક થયા હતા, પણ સત્તાનું વિકેન્દ્રીકરણ ન થતાં તે ભાંગી પડતાં પહેલાં વિવિધ પક્ષો એક થતાં પછી તેમની શક્તિ તોડવા એક મંચ બન્યું જેમાં એક વિચારધારા નહોતી, પણ લોકોને પરિવર્તન જોઈતું હતું, તેમને સમૂળગો રંગ બદલી લાંબી એકધારી સત્તાનો અંત દેખાડી દીધો હતો.

1 min read
ABHIYAAN
April 10, 2021

પંચતત્ત્વ આધારિત ભોજન કરશે અસાધ્ય રોગોનો નાશ

જાતભાતની ચટપટી વાનગીઓ અને વિરુદ્ધ ખોરાકના વધતા જતા ઉપયોગને કારણે લોકોમાં નિતનવી બીમારીઓ દેખા દઈ રહી છે. બીજાઓને જોઈને આરોગવામાં આવતું જંકફૂડ સહિતનું ભોજન ઘણીવાર વ્યક્તિને ગંભીર રોગોનું ઘર બનાવી દે છે. ત્યારે અહીં વાત કરવી છે એક એવી ભોજન પદ્ધતિની, જે અપનાવીને વ્યક્તિ લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકે છે.

1 min read
ABHIYAAN
April 10, 2021

સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા

સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા

1 min read
ABHIYAAN
March 27, 2021