CATEGORIES

ભૂજનું સ્મૃતિવન ને અંજારનું સ્મારક: બન્નેની વિસ્મૃતિ

કચ્છના ધરતીકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં ભૂજને ઓળખ આપતા ભૂજિયા ડુંગરની તળેટીમાં એક સ્મૃતિવન વિક્સાવવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી કામ તો ચાલુ થયું, પરંતુ કામને લગભગ પાંચેક વર્ષ થયાં છતાં હજી ક્યારે પૂરું થશે એ કહી શકાય એમ નથી. રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને અડચણોને કારણે કામની ગોકળગાય ગતિ ડંખે છે.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

જીવનની ઈમારત તો બાંધી, પણ...એ દટાઈ ગયેલું ઘર હજી યાદ આવે છે!

ઘર સાથે મા-બાપ ગુમાવી બેસેલો એ કિશોર મોમાયા ચૌધરી સુરત આવી હૉસ્ટેલમાં રહી ભણ્યો અને ઠરીઠામ થયો. ૨૬ જાન્યુઆરીની હોનારતમાં એનાં જેવાં સેંકડો બાળક અનાથ થયાં હતાં.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

બે નહીં ચાલે, બૉસ...

અમારી એક બહેનપણી લોકડાઉનમાં પરણી. હવે એ સાઉથ કોરિયાના ચાન્ગોંગ શહેરમાં સ્થાયી થવા માગે છે. કારણ પૂછવું તો કહે કે ચાન્ગોંગ શહેરની સુધરાઈ દરેક પરિણીત યુગલને અમુક શરતો સાથે ૯૨,૦૦૦ ડૉલર (આશરે ૬૭,૫૦,૦૦૦ રૂપિયા) આપે છે.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

કચરિયાથી વધારો રોગપ્રતિકારક શક્તિ

કોરોના કાળમાં અને આજે સૌથી વધુ બોલાતો શબ્દ છે: ઈમ્યુનિટી. આમ તો ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને એ રીતે કોરોનાથી બચવા જમાનાથી શિયાળામાં વસાણાં ખાવાની પરંપરા રહી છે, જેની સવિશેષ માહિતી આપતો એક લેખ થોડા સમય પહેલાં જ ચિત્રલેખમાં આપે વાંચ્યો હશે. આ વસાણાંમાં સર્વસામાન્ય છે કાળાં અને સફેદ તલનું કચરિયું.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

કેળના થડમાં છે સંજીવની...

એક વખત ફળ આપી દેનારા કેળનું થડ આમ તો નકામું ગણાય, પણ ‘નવસારી કૃષિ યુનિવર્સિટી’ના વિજ્ઞાનીઓએ બિન-ઉપયોગી થડની અંદર છુપાયેલાં પોષક તત્ત્વમાંથી ‘નોવેલ’ નામનું પ્રવાહી ખાતર બનાવ્યું અને એની આંતરરાષ્ટ્રીય પૅટન્ટ પણ મેળવી. સજીવ ખેતી કરતા ખેડૂતોમાં સમગ્ર દેશમાં ‘નોવેલ’ ખૂબ લોકપ્રિય છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર પણ આ ખાતરને વ્યાપક પ્રોત્સાહન આપી રહી છે.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

વાત વિસર્જન પછીના કચ્છના નવસર્જનની..

૨૭ જાન્યુઆરી, ૨૦૦૧ની નમતી બપોર.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

ચાર-ચાર વર્ષ પ્રજ્વલિત રહ્યો સેવાયજ્ઞ...

રાહતરસોડાં, આરોગ્ય તથા રોજગારથી લઈને વૈજ્ઞાનિક ઢબે ભૂકંપગ્રસ્ત ગામો-શાળાની નવરચના..

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

હવે ટ્રમ્પ કી ભી ચૂપ...

હિંસા ફેલાવે એવી ભડકાઉ પોટ્સને સેન્સર કરવાના બહાને મોટાં સોશિયલ મિડિયા પ્લેટફૉર્મ્સ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં એકાઉન્ટ બંધ કરી દઈને શાંત પાણીમાં પથરા ફેંક્યા છે. આને પગલે ઈન્ટરનેટ પર થતાં લગભગ તમામ કમ્યુનિકેશન પર અંકુશ ધરાવતી જાયન્ટ ટેક કંપનીઓના ઈરાદા સામે શંકા વ્યક્ત થવા માંડી છે. શું છે આ વિવાદનું મૂળ?

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

ગુરુનો આદેશ આંખ-માથા પર…

નવા વર્ષે બ્રિટનમાં શાહી સમ્માન મેળવનારા કચ્છી માડું સંજય કારા સાંભરે છે રાહતકાર્ય માટે લંડનમાં ફંડ ઉઘરાવવાનો અલૌકિક અનુભવ.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

રાજકારણમાંથી ગૌરવભેર નિવૃત્ત કેમ થવાય એ માધવસિંહભાઈ શીખવી ગયા...

નરેન્દ્ર મોદીના રાજકીય ઉદય સાથે સાથે મોટી થયેલી આજની પેઢીને ન કદાચ ઝડપથી ખયાલ નહીં આવે કે ગુજરાતના રાજકારણમાં નરેન્દ્ર મોદી યુગ ૨૦૦૨થી શરૂ થયો એ પહેલાં ૮૦ અને ૯૦ના દાયકામાં એક સોલંકી યુગની પણ આણ વર્તાતી હતી. માધવસિંહ સોલંકીના નિધન સાથે (૩૦ જુલાઈ, ૧૯૨૭થી ૧૦ જાન્યુઆરી, ૨૦૧૧) એ યુગના સર્જકનું નિધન થયું છે.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

મૃત્યુનો મલાજો કે મોતની મહેફિલ?

ચલો બોલો... રઘુએ થર્ટી ફર્સ્ટના શું કર્યું હશે? આઈ નો, આનો જવાબ રઘુ જ આપી શકે એણે રામપ્રસાદ કી ઔરહવી જોઈ. આશરે બે કલાકની ફિલ્મનો વિષય એવો છે કે આપણે બધાને સ્પર્શ ઉત્તર ભારતના એક સંયુક્ત કુટુંબમાં વડીલના મૃત્યુ બાદ આખો પરિવાર ભેગો થાય છે અંતિમસંસ્કાર માટે, તેરમાની વિધિ માટે... પણ શું બધા દિલથી વિધિમાં ભાગ લઈ રહ્યા છે? કે માત્ર દેખાડો કરવા? કે પંચાત કરવા?

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

તમારી જિંદગીનો સુંદર પ્રસંગ કયો?

બાળકને કોઈ મજાનું રમકડું ભેટમાં મળે ત્યારે એના માટે સુંદર પ્રસંગ બની જાય. રોસેલ, મિફી, ઢોલ, મિની કે એવાં કોઈ પણ નામે સાચવેલું રમકડું આપણા લાડકા કે લાડકીને વિશ્વભરમાં જાણે એ એકમેવ શ્રીમંત હોય એવો અહેસાસ આપે છે. એ જોઈએ ત્યારે આપણે સુખની વ્યાખ્યા સમજતાં શીખીએ છીએ. ઉંમરલાયક થયા પછી પણ રમકડાં સાથેનો અનુરાગ એક મૈત્રીભર્યો સધિયારો આપે છે.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

આ મતિભ્રષ્ટ માણસનું શું કરવું?

સત્તાને વળગી રહેવા સરમુખત્યાર જેવું જક્કી વલણ અપનાવી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક ઉધામા કર્યા, એટલે સુધી કે પોતાના સમર્થકો મારફત એમણે સંસદ પર કબજો મેળવવા પ્રયાસ કર્યો.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

છેડતી કરશો તો છોડીશું નહીં..

ગયા અઠવાડિયાની જ વાત. ઉત્તર પ્રદેશના દિલ્હી નજીક આવેલા ગ્રેટર નોઈડા વિસ્તારની એક પ્રાઈવેટ લક્ઝરી બસમાં બારમાં ધોરણમાં અભ્યાસ કરતી બે બાળા પ્રવાસ કરી રહી છે.

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

અજરખપુરકામના નામે કર્યું ગામનું સર્જન

ભૂકંપમાં મૂળ સોતાં ઊખડી ગયેલા અંજારના એક ગામની પ્રજાએ જીવતર રંગ્યાં આત્મવિશ્વાસના રંગે...

1 min read
Chitralekha Gujarati
January 25, 2021

રસીકરણની રામાયણ...

આ રસી તો ભાજપની. હું નહીં મુકાવું જાવ...

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

રાજકોટ પોલીસનું માનવતાવાદી ચિત્ર

આમ તો અશક્ય લાગે, પણ રાજકોટ શહેરમાં ગુના ઘટ્યા છે. આ માટે એક કારણ એવું આપવામાં આવે છે કે પોલીસ હવે પોલીસ નહીં, પણ ફ્રેન્ડ બનીને કામ કરી રહી છે.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

હત્યાનું કારણ.. અંધશ્રદ્ધા કે આવેશ?

શું કહીશું આને? અંધશ્રદ્ધા કે નિવૃણ હત્યાને અંધશ્રદ્ધાનું આપવામાં આવેલું નામ? વાત વડોદરાના ૨૮ વર્ષ દિવ્યેશ બારિયાની છે, જેણે મધરાતે જોયેલું સપનું સાચું પાડવા થોડા દિવસ પહેલાં પોતાની સગી જનેતાની હત્યા કરી. આ આખો કિસ્સો ગુનાવિષયક ટીવી-શો ક્રાઈમ પેટ્રોલ માટે એક પરફેક્ટ એપિસોડની ગરજ સારે એવો છે.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

હો રાજ, મુને લાગ્યો વેક્સિનનો પહેલો ડોઝ...

અમેરિકામાં વસતો એક ગુજરાતી પરિવાર કોરોનાની રસી મુકાવવા વિશેનો પોતાનો અનુભવ ‘ચિત્રલેખા'ના વાચકો સાથે વહેંચે છે...

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

સર્જકતા સાથે સંવેદનાના સરવાળાથી બની છે આ શિલ્પસૃષ્ટિ

માતાને માટીનાં ચૂલા અને રમકડાં બનાવતાં જોઈને એમણે પણ મૂર્તિ ઘડવાનું શરૂ કર્યું. ઘરમાં કાગળ-કલર ન હોય તો ભેંસના શરીર પર એ ચિત્રો દોરતા. આ રીતે શરૂ થયેલી રતિલાલ કાંસોદરિયાની કળાસફર આજે તો આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગઈ છે.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

રસી આવી... કસોટીની ઘડી લાવી!

અસાધારણ ઝડપે તૈયાર થયેલી કોરોના વેક્સિન સામેનો રાજકીય વિરોધ ગણતરીમાં ન લઈએ તો પણ તબીબી વર્તુળમાં એની સામે જાગેલી શંકાનો ઈલાજ કરવો પડે એમ છે.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

માસ્ક નહીં જ પહેરું રે લોલ...

અમદાવાદમાં પાછલા સમયમાં ક્યારેક કોઈક કારચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ વસૂલાત મુદ્દે ચડસાચડસી થઈ. કોઈક કિસ્સામાં ઝપાઝપી પણ થઈ. અમુકમાં નાગરિકો કે પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

શંખ પર બનાવ્યાં લક્ષ્મીજી

શંખ પર બનાવ્યાં લક્ષ્મીજી

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

દોઢ સદીની ગુમનામી પછી બહાર આવ્યાં ગુજરાતનાં સર્વપ્રથમ મહિલા નવલકથાકાર!

કૃષ્ણાગૌરી હીરાલાલ રાવળ... બ્રિટિશ કાળના લુણાવાડા સ્ટેટની સ્કૂલનાં મુખ્ય શિક્ષિકા અને સમાજ સુધારણાને લગતા ક્રાંતિકારી વિચારોને શબ્દરૂપ આપનારાં આ વિદુષી વિશેની માહિતીનો ખજાનો શોધી કાઢવામાં એક સરકારી અધિકારી કઈ રીતે નિમિત્ત બન્યા?

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

લે જો ગરમાગરમ ફૂલકા...

શિક્ષિકા તરીકેની સારી નોકરી છોડી એમણે રોટલી સપ્લાયનો ઘરઘરાઉ ઉદ્યોગ શરૂ કર્યો. શરૂઆતમાં મુશ્કેલી આવી, પણ એનો તોડ કાઢી કાઢીને એમણે વડોદરાનાં ઘણાં ઉદ્યોગગૃહોની કેન્ટીનમાં ‘આ રીતે’ જમાવટ કરી દીધી છે.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

ડેમેજને મૅનેજ કરવાની નિષ્ઠા

૨૦૨૧ની શરૂઆતમાં ૨૦૨૦ તરફ વળતી નજર નાખી તો લીધી, હવે એ નજરમાં ઊભરતાં તથ્થો વિશે ચિંતન જરૂરી બને છે.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

જીવલેણ ચાઈનીસ લોન..

જાતજાતની ચીજવસ્તુ બાદ હવે લોન પણ 'મેડ ઈના ચાઈના' આવી છે. છેલ્લા થોડા દિવસ દરમિયાન ચીનાઓની માલિકીની વિવિધ મોબાઈલ લોન-ઍપ્સ પરથી કરજ લેનારા અનેક લોકોએ આત્મહત્યા કર્યાના ચોંકાવનારા કિસ્સા બહાર આવ્યા છે.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

ચાલો, સૂર્યને બાંધીએ મુઠ્ઠીમાં...

અમેરિકા-ભારત સહિત અનેક દેશો અત્યારે સૂર્ય-સૂર્યમંડળનાં રહસ્ય ઉકેલવા મથી રહ્યા છે ત્યારે મુંબઈથત ‘ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડૉ. જે.જે. રાવલનાં અનેક ખગોળીય અનુમાન અને થિયરી ૧૦૦ ટકા સાચાં પુરવાર થઈ રહ્યાં છે. જાણીએ એમના સંશોધનનું એક ફ્લેશ-બૅક.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

કોરોના નહીં કાપી શકે ગુજરાતનો પતંગ...

સોશિયલ ડિસ્ટન્સિંગના ગમે એટલા નિયમ આવે, પણ ગુજરાતના પતંગરસિયાઓનો ઉત્સાહ મોળો પડ્યો નથી. આ કારણે પતંગ જ નહીં, એની સાથે સંકળાયેલી એક્સેસરીઝનાં વેચાણમાં પણ ઠીક ઠીક તેજી છે.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021

ભ્રષ્ટાચાર આ રીતે દૂર થાય?

રાજકારણમાંથી અનિષ્ટ તત્ત્વોને બહાર કાઢવાની વાત બધા કરે છે, વ્યવહારમાં એનો અમલ કોઈ કરતું નથી.

1 min read
Chitralekha Gujarati
January 18, 2021